Dhoni IPLની આગામી સીઝન રમશે કે નહીં? CSK સાથે જોડાયેલા ખાસ શખ્સે કર્યો ખુલાસો

ADVERTISEMENT

MS Dhoni
MS Dhoni
social share
google news

IPL MS Dhoni: મહેન્દ્રસિંહ ધોની IPL 2024માં નીચલા ક્રમે આવીને વિસ્ફોટક અંદાજમાં બેટિંગ કરી રહ્યા છે. અત્યાર સુધી IPLની 7 મેચમાં ધોનીએ 255.88ની તોફાની સ્ટ્રાઈક રેટથી 87 રન બનાવી નાખ્યા છે. લખનઉ સામેની મેચમાં તેણે 9 બોલમાં 28 રનની ઈનિંગ્સ રમી. તો મુંબઈ ઈન્ડિયન્સ સામે હાર્દિક પંડ્યાની ઓવરમાં 3 છગ્ગા માર્યા હતા. IPLમાં શાનદાર ફોર્મમાં રમી રહેલા ધોની આગામી સીઝનમાં રમશે કે પછી આ તેની છેલ્લી સીઝન હશે તેને લઈને ફેન્સના મનમાં સવાલ ઉઠી રહ્યા છે.

આ પણ વાંચો: T20 વર્લ્ડકપમાં IND-PAK મેચ માટે માત્ર 49 દિવસ બાકી, છતાં ન્યૂયોર્કમાં સ્ટેડિયમ હજુ તૈયાર નથી?

CSKના બેટિંગ કોચે શું કહ્યું?

આ સવાલનો હવે જવાબ મળી ગયો છે. CSKના બેટિંગ કોચ માઈકલ હસીએ ઈશારા-ઈશારામાં આ ફેન્સ માટે સારો સંકેત આપ્યો છે. હસીએ કહ્યું કે, ધોની પોતાના કરિયરમાં એક શાનદાર જગ્યા પર છે. તે એવી જગ્યાએ છે જ્યાં તે સહજ છે, ખુશ છે અને પોતાની ક્રિકેટને એન્જોય કરી રહ્યા છે. તેમણે (ધોનીએ) ટૂર્નામેન્ટમાં આવવા માટે ખૂબ જ સારી રીતે પ્રેક્ટિસ અને તૈયારી કરી છે. બોલર્સ તેમની સામે અલગ-અલગ પ્લાન્સ સાથે આવી રહ્યા છે, પરંતુ તે કદાચ સૌથી મહાન ફિનિશર છે.

42 વર્ષના ધોનીએ પોતાને એક બેટ્સમેન તરીકે આ IPLમાં તૈયાર કર્યો છે. જો હસીની વાત માનીએ તો તે આગળ પણ પોતાને વધુમાં વધુ તૈયાર કરશે. હસીના આ નિવેદન બાદ અટકળો લગાવાઈ રહી છે કે ધોની આ સીઝન બાદ પણ આગળ રમતો રહેશે. ધોનાના ફોર્મ અને માઈન્ડસેટને જોતા આ વાતનો ઈનકાર ન કરી શકાય. 

ADVERTISEMENT

આ પણ વાંચો: Virat Kohli ને અમ્પાયર સાથે બોલાચાલી ભારે પડી, BCCIએ મેચ બાદ હવે આ સજા ફટકારી

IPLમાં ધોનીના 5169 રન

ધોનીના IPL કરિયરની વાત કરીએ તો તેણે અત્યાર સુધીમાં 257 મેચમાં 5169 રન બનાવ્યા છે. આ દરમિયાન તેની એવરેજ 39.45ની રહી છે અને સ્ટ્રાઈક રેટ 136.99ની રહી છે. IPLમાં ધોનીએ અત્યાર સુધીમાં 24 અડધી સદી ફટકારી છે. 

ધોનીએ 350 ઈન્ટરનેશનલ વન-ડેમાં 50.57ની એવરેજથી 10,773 રન બનાવ્યા છે, જેમાં 10 સદી અને 73 અટધી સદી સામેલ છે. વન-ડેમાં તેણે વિકેટની પાછળ 444 શિકાર કર્યા છે. તેનો હાઈએસ્ટ સ્કોર 183 રને નોટઆઉટનો છે. 

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT