M.S Dhoni ના સંન્યાસને લઈને CSK ના CEO તોડ્યું મૌન, કહી દીધી આ મોટી વાત

ADVERTISEMENT

 Update on MS Dhoni Retirement
મહેન્દ્રસિંહ ધોની સંન્યાસ લેશે કે નહીં?
social share
google news

Update on MS Dhoni Retirement: ચેન્નાઈ સુપર કિંગ્સના દિગ્ગજ ખેલાડી મહેન્દ્રસિંહ ધોની (MS Dhoni) IPLમાંથી નિવૃત્તિ લેશે કે નહીં તે અંગે અનેક ચર્ચાઓ ચાલી રહી છે. એવું કહેવામાં આવી રહ્યું હતું કે IPL 2024 ખતમ થયા બાદ મહેન્દ્રસિંહ ધોનીની IPL સફર પણ ખતમ થઈ જશે અને તેઓ રિટાયર થઈ જશે. ઘણા દિગ્ગજ ખેલાડીઓ પણ એવું અનુમાન લગાવી રહ્યા હતા કે માહી રિટાયર થઈ જશે. હવે જ્યારે ચેન્નાઈની ટીમ પ્લેઓફમાંથી બહાર થઈ ગઈ છે, ત્યારે ફેન્સ ધોનીના અપડેટની રાહ જોઈ રહ્યા છે કે તેઓ IPL 2025માં રમતા જોવા મળશે કે નહીં. આ કડીમાં ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK)ના CEOએ ધોની પર અપડેટ જાહેર કરી દીધું છે. 

CSKના CEOએ શું કહ્યું?

ચેન્નાઈ સુપર કિંગ્સના CEO કાશી વિશ્વનાથને ધોનીને લઈને જણકારી આપી છે. તેમણે ક્રિકબઝ સાથે વાત કરતા કહ્યું કે મહેન્દ્રસિંહ ધોની IPLમાંથી રિટાયર થશે કે નહીં, તેને લઈને મહેન્દ્ર સિંહ ધોનીએ હજુ સુધી કોઈ જાણકારી આપી નથી. CSKના CEOને ધોની મેચ રમશે કે નહીં તેને લઈને સવાલ કરાયો હતો, તેના પર તેમણે કહ્યું કે હજુ સુધી આ ક્લિયર નથી થઈ શક્યું. ધોનીએ આના પર કોઈ જાણકારી આપી નથી કે તેઓ આગામી સિઝનમાં રમશે કે નહીં. આવી સ્થિતિમાં બની શકે છે માહી આગામી સિઝનમાં પણ રમતા જોવા મળે.

ચેન્નાઈ સુપર કિંગ્સના પૂર્વ સ્ટાર ખેલાડી અંબાતી રાયડુએ ધોનીને લઈને કહ્યું કે, ધોની હારીને જતાં સારા નહીં લાગે. તેમણે કહ્યું કે જો CSK IPL 2024માં ટ્રોફી જીતી લેત, પછી તેઓ રિટાયર થાત તો તે સારું રહેત, પરંતુ હવે CSK પ્લેઓફમાંથી બહાર છે, આવી સ્થિતિમાં માહીએ અત્યારે IPLમાંથી સંન્યાસ લેવી જોઈએ નહીં.

ADVERTISEMENT

આગામી સિઝન પણ રમી શકે છે ધોનીઃ સુરેશ રૈના

ધોનીએ આગામી સિઝન પણ રમવી જોઈએ અને ટ્રોફી જીત્યા બાદ આઈપીએલને અલવિદા કહેવું જોઈએ. ચેન્નાઈના પૂર્વ ખેલાડી સુરેશ રૈનાએ પણ ધોનીના રિટાયરમેન્ટને લઈને કહ્યું કે, તેઓ હજુ પણ ફીટ છે. તેઓ આગામી સિઝનમાં પણ ટીમ સાથે રમતા જોવા મળી શકે છે. આવી સ્થિતિમાં માહી શું નિર્ણય લે છે તે જોવું રહ્યું.


 

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT