VIDEO : કેચ પકડવા જતા એકબીજા સાથે ભયંકર રીતે ટકરાયા બે ખેલાડી, પછી...

ADVERTISEMENT

Kagiso Rabada-Marco Jansen Collision
દક્ષિણ આફ્રિકા - વેસ્ટ ઈન્ડિઝ મેચમાં બે ખેલાડી ટકરાયા
social share
google news

Kagiso Rabada-Marco Jansen Collision : એડન માર્કરમની આગેવાની હેઠળની દક્ષિણ આફ્રિકાની ટીમ સેમિફાઈનલમાં પહોંચી ગઈ છે. દક્ષિણ આફ્રિકાએ વેસ્ટ ઈન્ડિઝને હરાવીને સેમીફાઈનલમાં પોતાની જગ્યા બનાવી લીધી છે. ત્યારે, આ હાર બાદ વેસ્ટ ઈન્ડિઝની ટીમ T20 વર્લ્ડ કપમાંથી બહાર થઈ ગઈ છે. પ્રથમ બેટિંગ કરવા આવેલી વેસ્ટ ઈન્ડિઝે 20 ઓવરમાં 8 વિકેટે 135 રન બનાવ્યા હતા. આ રીતે દક્ષિણ આફ્રિકાને 136 રનનો ટાર્ગેટ મળ્યો હતો. પરંતુ વરસાદ બાદ મેચ 17 ઓવરની કરી દેવામાં આવી હતી. દક્ષિણ આફ્રિકાને 17 ઓવરમાં 123 રનનો ટાર્ગેટ મળ્યો હતો. દક્ષિણ આફ્રિકાએ 16.1 ઓવરમાં 7 વિકેટે લક્ષ્ય હાંસલ કરી લીધું હતું.

કાગિસો રબાડા અને માર્કો યાનસેન ભયંકર ટકરાયા

સાઉથ આફ્રિકા-વેસ્ટ ઈન્ડિઝ મેચનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. જેમાં કાગિસો રબાડા અને માર્કો યાનસેન કેચ લેવાનો પ્રયાસ કરતી વખતે ખરાબ રીતે ટકરાયા હતા. સાઉથ આફ્રિકા તરફથી કેપ્ટન એડન માર્કરામ 8મી ઓવર નાખવા આવ્યો હતો. એડન માર્કરામના બોલ પર કાયલ મેયર્સે મોટો શોટ મારવાનો પ્રયાસ કર્યો, બોલ સિક્સર માટે બાઉન્ડ્રીની પાર જઈ રહ્યો હતો, તેને પકડવાનો પ્રયાસ કરતી વખતે કાગિસો રબાડા અને માર્કો યાનસેન વચ્ચે જોરદાર ટક્કર થઈ. જેમાં બંને ખેલાડીઓને ઈજા થઈ.

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by ICC (@icc)

કાગિસો રબાડા અને માર્કો યાનસેન પીડાથી પીડાતા રહ્યા ત્યારબાદ ફિઝિયો મેદાનમાં પ્રવેશ્યા. ICCએ તેના સત્તાવાર સોશિયલ મીડિયા હેન્ડલ પરથી વીડિયો શેર કર્યો છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ સિવાય સોશિયલ મીડિયા યુઝર્સ સતત કોમેન્ટ કરીને પોતાનો પ્રતિભાવ આપી રહ્યા છે. અત્યાર સુધીમાં આ વીડિયોને ઈન્સ્ટાગ્રામ પર 1.9 લાખથી વધુ લાઈક્સ મળી ચૂક્યા છે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT