World Cup News: Ahmedabadમાં આજથી ક્રિકેટના મહાકુંભની શરૂઆત, 10 ટીમ, એક ટ્રોફી અને 46 દિવસનો મહાસંગ્રામ

ADVERTISEMENT

gujarattak
social share
google news

World Cup 2023 Update: વન-ડે વર્લ્ડ કપ 2023 (ICC ODI વર્લ્ડ કપ 2023) માટે તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે, જેને ભારતમાં ક્રિકેટનો સૌથી મોટો મહાકુંભ કહેવામાં આવે છે. હવે 10 ટીમો વચ્ચેનો જબરદસ્ત જંગ જે 46 દિવસ સુધી ચાલશે તે 5 ઓક્ટોબરથી શરૂ થશે. જેમાં વર્લ્ડકપ ટ્રોફીને જીતવા આજથી અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન ઈંગ્લેન્ડ અને ન્યુઝીલેન્ડ (Eng vs NZ) વચ્ચે ટક્કર થશે. 1975માં ODI વર્લ્ડ કપ શરૂ થયા બાદ ઈતિહાસમાં પ્રથમ વખત ભારત એકલા આ ટુર્નામેન્ટનું આયોજન કરી રહ્યું છે. જેમાં 10 ટીમો વચ્ચે કુલ 48 મેચો રમાવાની છે. 5 ઓક્ટોબરથી શરૂ થઈ રહેલા વર્લ્ડ કપ 2023ની ફાઈનલ મેચ પણ 19 નવેમ્બરે અમદાવાદમાં રમાશે.

હવે વર્લ્ડકપ 2023ની પ્રથમ મોટી મેચમાં, ઈંગ્લેન્ડની ટીમ ઈજાગ્રસ્ત ખેલાડીઓથી પ્રભાવિત ન્યુઝીલેન્ડ સામે પોતાના અભિયાનની શરૂઆત કરશે, ત્યારે તેમનો ઈરાદો 2019ની મેચનું ફરી પુનરાવર્તન કરવાનો રહેશે.

ઈંગ્લેન્ડ વર્લ્ડ કપ ટ્રોફીની ‘હેટ્રિક’ ફટકારવા ઈચ્છશે

ઈંગ્લેન્ડની ટીમ યુવા નથી પરંતુ જોસ બટલરની કેપ્ટનશીપમાં તે ત્રીજો વર્લ્ડ કપ જીતવાની પ્રબળ દાવેદાર છે. 2019 ODI વર્લ્ડ કપ બાદ 2022 T20 વર્લ્ડ કપ પણ ઈંગ્લેન્ડે જીત્યો હતો. બીજી તરફ ન્યુઝીલેન્ડની ટીમ હજુ સુધી આઈસીસી વર્લ્ડ કપ જીતી શકી નથી અને તેના સામે ઘણી સમસ્યાઓ છે. કેપ્ટન કેન વિલિયમસન પ્રેક્ટિસ મેચ રમવા છતાં પ્રથમ મેચ રમી શકશે નહીં. જ્યારે ફાસ્ટ બોલર ટિમ સાઉથી પણ પ્રથમ મેચમાં ઉપલબ્ધ નથી. સર્જરી બાદ બંને સંપૂર્ણપણે ફિટ નથી.

ADVERTISEMENT

ઇંગ્લેન્ડની ટીમમાં કેટલી તાકાત છે?

અમદાવાદની પીચ સામાન્ય રીતે બેટ્સમેનોને મદદરૂપ થાય છે અને ઈંગ્લેન્ડ પાસે ઉત્તમ બેટ્સમેનોનો છે. આ સિવાય બેન સ્ટોક્સ પણ નિવૃત્તિના નિર્ણય બાદ પરત ફર્યો છે. ઘૂંટણની સમસ્યાને કારણે, તે બોલર તરીકે એટલું યોગદાન આપી શકતો નથી, પરંતુ તે મોટી મેચોમાં કમાલ કરવામાં માહિર છે. તેણે છેલ્લી બે વર્લ્ડ કપ ફાઇનલમાં (2019 અને 2022) શાનદાર પ્રદર્શન કર્યું છે. તેના સિવાય ઈંગ્લેન્ડ પાસે લિયામ લિવિંગસ્ટોન, જોની બેરસ્ટો, હેરી બ્રુક, ડેવિડ મલાન અને જો રૂટ જેવા બેટ્સમેન પણ છે. આ તમામને IPLમાં રમવાનો લાભ મળ્યો છે. તેમની પાસે મોઈન અલી, ક્રિસ વોક્સ અને સેમ કરનના રૂપમાં ઉત્તમ ઓલરાઉન્ડર પણ છે. બોલિંગમાં માર્ક વૂડ પાસે પેસ અને આઈપીએલનો અનુભવ છે. સ્પિનની જવાબદારી આદિલ રાશિદ સંભાળશે. ઈંગ્લેન્ડ 2019 વર્લ્ડ કપમાં સૌથી વધુ વિકેટ લેનાર જોફ્રા આર્ચરની ખોટ સર્જાશે, જે ઈજા બાદ પરત ફરી રહ્યો છે. તે ટીમમાં રિઝર્વ તરીકે છે.

ન્યુઝીલેન્ડના ઇરાદા ઉંચા છે

બીજી તરફ, ન્યુઝીલેન્ડ વિલિયમસન અને સાઉથીનો અનુભવ ગુમાવશે પરંતુ તેમનું સાતત્યપૂર્ણ પ્રદર્શન તેમનું મનોબળ વધારશે. ન્યુઝીલેન્ડની ટીમ 2015 અને 2019 ODI વર્લ્ડ કપ અને 2021 T20 વર્લ્ડ કપની ફાઇનલમાં પહોંચી હતી. ડેરીલ મિશેલ ફોર્મમાં છે અને ટોપમાં ડેવોન કોનવે જેવો ઉત્તમ બેટ્સમેન છે. જોકે, કાર્યકારી કેપ્ટન ટોમ લાથમનું ખરાબ ફોર્મ ચિંતાનું કારણ છે. તેમની પાસે જિમી નીશમ અને ગ્લેન ફિલિપ્સ જેવા આક્રમક બેટ્સમેન છે. વિલ યંગે આ વર્ષે વનડેમાં 14 મેચમાં 578 રન બનાવ્યા છે અને તે ત્રીજા નંબર પર ઘણો ઉપયોગી સાબિત થઈ શકે છે. બોલિંગમાં ટીમને સાઉથીની ખોટ પડશે પરંતુ મેટ હેનરી, ટ્રેન્ટ બોલ્ટ અને લોકી ફર્ગ્યુસન ટીમમાં છે. આ મેચ બપોરે 2 વાગ્યે શરૂ થશે.

ADVERTISEMENT

ઈંગ્લેન્ડ: જોસ બટલર (કેપ્ટન), જો રૂટ, જોની બેરસ્ટો, હેરી બ્રુક, લિયામ લિવિંગસ્ટોન, ડેવિડ મલાન, બેન સ્ટોક્સ, મોઈન અલી, ક્રિસ વોક્સ, સેમ કરન, ડેવિડ વિલી, આદિલ રાશિદ, માર્ક વુડ, રીસ ટોપલી, ગસ એટકિન્સન.

ADVERTISEMENT

ન્યુઝીલેન્ડ: ટોમ લાથમ (કેપ્ટન અને વિકેટકીપર), ડેવોન કોનવે, વિલ યંગ, કેન વિલિયમસન (પ્રથમ મેચમાં ઉપલબ્ધ નથી), માર્ક ચેપમેન, ડેરીલ મિશેલ, જેમ્સ નીશમ, ગ્લેન ફિલિપ્સ, રચિન રવિન્દ્ર, મિશેલ સેન્ટનર, ઈશ સોઢી, ટિમ સાઉથી, ટ્રેન્ટ બોલ્ટ, લોકી ફર્ગ્યુસન, મેટ હેનરી.

    follow whatsapp

    ADVERTISEMENT