થઈ જાવ તૈયાર...IPLમાં બદલાઈ રહ્યા છે 4 ટીમોના કોચ, રાહુલ દ્રવિડની થશે વાપસી! આ દિગ્ગજોના કપાશે પત્તા
IPL 2025: આઈપીએલ 2025ની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે અને તમામ ફ્રેન્ચાઇઝી એક મજબૂત ટીમ બનાવવામાં લાગેલી છે. BCCI આ મહિનાના અંત સુધીમાં રિટેન્શનના નિયમો જાહેર કરશે.
ADVERTISEMENT
IPL 2025: આઈપીએલ 2025ની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે અને તમામ ફ્રેન્ચાઇઝી એક મજબૂત ટીમ બનાવવામાં લાગેલી છે. BCCI આ મહિનાના અંત સુધીમાં રિટેન્શનના નિયમો જાહેર કરશે. ખેલાડીઓ પહેલા ટીમો કોચ અને મેંટરને લઈને વધારે ચિંતિત છે. ઘણી ટીમો નવા કોચની શોધમાં છે. તો કેટલીક ફ્રેન્ચાઇઝીમાં ફેરફાર થવાના છે. પંજાબ કિંગ્સ અને દિલ્હી કેપિટલ્સ નવા કોચની શોધમાં છે. બીજી તરફ રાજસ્થાન રોયલ્સ અને ગુજરાત ટાઇટન્સની ટીમો પોતાના કોચ બદલવાની વિચારણા કરી રહી છે. અમે તમને ચારેય ટીમોની સ્થિતિ વિશે જણાવી રહ્યા છીએ.
રાજસ્થાન રોયલ્સમાં થશે દ્રવિડની વાપસી!
2008માં ચેમ્પિયન બનેલી રાજસ્થાન રોયલ્સ ટીમના ક્રિકેટ ડાયરેક્ટર અને હેડ કોચ કુમાર સંગાકારા વિશે કહેવામાં આવી રહ્યું છે કે તેઓ ટીમનો સાથ છોડી દેશે. કુમાર સંગાકારાને ઈંગ્લેન્ડની વનડે-T20 ટીમ સાથે જોડાવાની ઓફર છે. જોકે, તેમણે હજુ સુધી કોઈ નિર્ણય લીધો નથી. આ દરમિયાન એવા સમાચાર પણ સામે આવી રહ્યા છે કે રાહુલ દ્રવિડ રાજસ્થાન રોયલ્સમાં મુખ્ય કોચ તરીકે વાપસી ફરી શકે છે. તેઓ લાંબા સમયથી આ ટીમ સાથે કેપ્ટન તરીકે જોડાયેલા હતા. જે બાદ દ્રવિડ ટીમના મેન્ટર પણ હતા. રાહુલ દ્રવિડના કોચિંગ હેઠળ ટીમ ઈન્ડિયાએ આ વર્ષે T20 વર્લ્ડ કપ જીત્યો હતો. 51 વર્ષીય રાહુલ દ્રવિડનો રાજસ્થાન રોયલ્સ સાથે જૂનો સંબંધ છે. તેમની કપ્તાનીમાં ટીમ 2013માં ચેમ્પિયન્સ લીગ T20ની ફાઈનલમાં પહોંચી હતી. આ સિવાય તેઓ ટીમને IPL પ્લેઓફમાં લઈ ગયા હતા. આ પછી, 2014 અને 2015માં મેંટરની ભૂમિકા ભજવી હતી. ત્યારે ટીમ પોઈન્ટ ટેબલમાં ત્રીજા સ્થાને રહી હતી.
આશીષ નેહરાને કરાશે બહાર?
ગુજરાત ટાઈટન્સની ટીમમાં પણ મોટો ફેરફાર થઈ શકે છે. ટીમના હેડ કોચ આશિષ નેહરા ફ્રેન્ચાઈઝીથી અલગ થઈ શકે છે. તેમના કોચિંગમાં ટીમે 2022માં ખિતાબ જીત્યો હતો. જે બાદ ટીમ 2023માં ફાઈનલમાં પહોંચી હતી. ટીમના પૂર્વ મેંટર અને બેટિંગ કોચ ગેરી કર્સ્ટન હવે પાકિસ્તાનના કોચ બની ગયા છે. તેમની જગ્યા પણ ખાલી પડી છે. ટીમ ઈન્ડિયાના પૂર્વ ઓલરાઉન્ડર યુવરાજ સિંહ આશિષ નેહરાની જગ્યાએ ગુજરાત ટાઈટન્સના હેડ કોચ બની શકે છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ગુજરાત ફ્રેન્ચાઈઝીએ યુવરાજ સિંહ સાથે વાત કરી છે. હવે જોવાનું એ રહે છે કે ગુજરાતની ટીમમાં આશિષ નેહરાના સ્થાને યુવરાજ કોચ બની શકે છે કે નહીં.
આ પણ વાંચો
ADVERTISEMENT
પંજાબ કિંગ્સની શોધખોળ ચાલું
પંજાબ કિંગ્સ નવા કોચની શોધમાં છે. ટ્રેવર બેલિસનો કાર્યકાળ સમાપ્ત થઈ ચૂક્યો છે. ફ્રેન્ચાઈઝીએ તેમનો કોન્ટ્રાક્ટ લંબાવ્યો ન હતો. પંજાબની ટીમ કોઈ ભારતીય કોચની શોધ કરી રહી છે. તેના માટે ફ્રેન્ચાઈઝીએ મહાન ભારતીય બેટ્સમેન વીવીએસ લક્ષ્મણ સાથે વાત કરી, પરંતુ વાત બહાર આવી નહોતી. લક્ષ્મણે BCCIની નેશનલ ક્રિકેટ એકેડમીમાં પોતાની ભૂમિકા ભજવવાનું નક્કી કર્યું. તેનાથી પંજાબ કિંગ્સને મોટો ફટકો પડ્યો છે.
કોણ બનશે દિલ્હી કેપિટલ્સના કોચ?
દિલ્હી કેપિટલ્સે આ વર્ષે IPL સમાપ્ત થયા બાદ રિકી પોન્ટિંગને હેડ કોચના પદ પરથી હટાવી દીધા છે. પોન્ટિંગ 2018થી ટીમ સાથે હતા. તેઓએ ટીમને એક વખત ફાઈનલ સુધી પણ પહોંચાડી હતી, પરંતુ સફળતા મળી ન હતી. દિલ્હી કેપિટલ્સ તેના પ્રથમ ટાઈટલની રાહ જોઈ રહી છે. સૌથી મોટો સવાલ એ છે કે પોન્ટિંગનું સ્થાન કોણ લેશે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર દિલ્હીની ટીમ ભારતીય કોચની શોધમાં છે.
ADVERTISEMENT
ADVERTISEMENT