World Cup News: World Cup Opening Ceremony અંગે સૌથી મોટા સમાચાર, જાણી લો લેટેસ્ટ અપડેટ

ADVERTISEMENT

WC Opening Ceremoney
WC Opening Ceremoney
social share
google news

World Cup Latest News: વર્લ્ડ કપમાં સમગ્ર વિશ્વની સૌથી 10 શક્તિશાળી ટીમો ભાગ લેનારી છે. બીજી તરફ રોહિત શર્માની આગેવાનીવાળી ભારતીય ટીમને ખિતાબ જીતવાનું પ્રબળ દાવેદાર માનવામાં આવી રહ્યું છે.

ICC Captains Day : વર્લ્ડ કપ 2023 લગભગ 12 વર્ષ બાદ ભારતમાં આયોજીત કરવામાં આવી રહ્યું છે. આ વખતે આ વર્લ્ડ કપ ભારતની દ્રષ્ટીએ ખુબ જ મહત્વનું માનવામાં આવી રહ્યું છે. આ વર્લ્ડકપમાં સમગ્ર વિશ્વની 10 શક્તિશાળી ટીમો ભાગ લેવાની છે. જેમાં રોહિત શ્રમાની આગેવાનીવાળી ભારતીય ટીમને ખિતાબ જીતવાનું પ્રભલ દાવેદાર ગણવામાં આવી રહ્યું છે. આ મહાકુંભની પહેલી મેચ ઇંગ્લેન્ડ વિરુદ્ધ ન્યૂઝીલેન્ડ વચ્ચે 5 ઓક્ટોબરના રોજ રમાવાની છે.

વર્લ્ડકપ ઓપનિંગ સેરેમની થવાની નથી?

કોઇ પણ મોટી ટુર્નામેન્ટના આયોજન પહેલા ભારતમાં કોઇને કોઇ મોટી ઓપનિંગ સેરેમની આયોજીત કરવામાં આવે છે. જો કે આ વખતે ક્રિકેટ ફેન્સને તેનો આનંદ નથી મળવાનો છે. બીસીસીઆઇ વર્લ્ડના સૌથી મોટા મેદાન નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં કોઇ પણ પ્રકારનું આયોજન નથી કરવાનું. એક સ્પોર્ટ વેબસાઇટના દાવા અનુસાર વર્લ્ડકપનું સૌથી મોટુ ક્રિકેટ બોર્ડ આ વખતે આ મોટી સેરેમનીને આયોજિત નથી કરી રહ્યું. જો કે આ વાતની અત્યાર સુધી કોઇ પણ પ્રકારની અધિકારીક માહિતી આપવામાં આવી નથી.

ADVERTISEMENT

મોટા મોટા સિતારાઓ આપવાના હતા પ્રદર્શન

ક્રિકેટને ભારતમાં એકતા સ્વરૂપે જોતા રહે છે. જે તમામ લોકો પ્રેમ અને આનંદની સાથે જુએ છે. જો કે કોઇ પણ મોટી ઇવેન્ટ પહેલા જો કોઇ રંગા-રંગ કાર્યક્રમની લોકો રાહ જુએ છે. આ વખતે વર્લ્ડકપ ઓપનિંગ સેરેમનીમાં કદાચ એવું કોઇ જેવા નહી મળે. આ સેરેમનીમાં સિંગર અરિજીત સિંહ, રણવીરસિંહ, તમન્ના ભાટિયા, આશા ભોસલે જેવા ખ્યાતનામ સુપરસ્ટાર પોતાનું પર્ફોમન્સ આપવાના હતા. આ સેરેમની 4 ઓક્ટોબરે સાંજે 7 વાગ્યે શરૂ થવાની હતી. જો કે તેને રદ્દ કરી દેવામાં આવી છે.

કેપ્ટન્સ ડે માટે એકત્ર થયા 10 ટીમના કેપ્ટન

વર્લ્ડ કપ પર તમામ 10 કેપ્ટન અમદાવાદમાં કેપ્ટન્સ ડેના માટે એકત્ર થવાના છે. જેમાં ભારતીય કેપ્ટન રોહિત શર્માનું નામ પણ છે. ભારત પોતાની પ્રથમ મેચ 8 ઓક્ટોબરે ચેન્નાઇના ચેપૉક સ્ટેડિયમમાં રમશે. જો કે સમાચારો અનુસાર અમદાવાદમાં 14 ઓક્ટોબરે ભારત વિરુદ્ધ પાકિસ્તાનની મેચ પહેલા બીસીસીઆઇ એક ભવ્ય સમારંભનું આયોજન કરવાનાં છે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT