IPL 2023 અંગે મોટો ઘટસ્ફોટ: 4 ખેલાડીઓ હોટલમાંથી થઇ જતા હતા ગાયબ, ટીમના માલિકે કરી ફરિયાદ
મુંબઇ : ભારતના ચાર યુવા ખેલાડીઓ પર BCCI નો ડંડો ગમે ત્યારે વાગે તેવી શક્યતા છે. સૌથી મહત્વના સમાચાર છે કે, આ ચારેય ખેલાડીઓએ IPl…
ADVERTISEMENT
મુંબઇ : ભારતના ચાર યુવા ખેલાડીઓ પર BCCI નો ડંડો ગમે ત્યારે વાગે તેવી શક્યતા છે. સૌથી મહત્વના સમાચાર છે કે, આ ચારેય ખેલાડીઓએ IPl 2023 દરમિયાન ટીમની આચાર સંહિતાનું ઉલ્લંઘન કર્યું. આ ખેલાડીઓ પરવાનગી વગર ટીમની હોટલમાંથી ગાયબ રહે છે. ત્યાર બાદ આઇપીએલ ટીમે તેની ફરિયાદ બીસીસીઆઇને કરી છે.
અહેવાલોમાં એવો પણ ઘટસ્ફોટ થયો છે કે, ચાર ખેલાડી આઇપીએલની નોર્થ ઇન્ડિયા ફ્રેન્ચાઇઝીના ખેલાડીઓ છે. નોર્થ ઇન્ડિયા ફ્રેન્ચાઇઝીનો અર્થ એવો છે કે, ચારેય ખેલાડીઓ લખનઉ સુપર જાયન્ટ્સ, પંજાબ કિંગ્સ, દિલ્હી કેપિટલ્સ અથવા રાજસ્થાન રોયલ્સના હોવાનું સામે આવી રહ્યું છે. નોર્થ ઇન્ડિયાની ફ્રેન્ચાઇઝીના માલિકે જ પોતે આ વાતનો ખુલાસો કર્યો છે કે, તેના ખેલાડીએ આઇપીએલ દરમિયાન ચાર વખત આચાર સંહિતાનો ભંગ કર્યો હતો.
ક્રિકબઝમાં છપાયેલા એક રિપોર્ટ અનુસાર વેસ્ટ ઇન્ડિઝની મુલાકાત માટે પસંદગી પામેલી વન ડે અને ટેસ્ટ ટીમમાં ન માત્ર પ્રદર્શનને જ નથી જોવામાં આવ્યું પરંતુ ખેલાડીઓના ઓફ ફિલ્ડ વ્યવહારને પણ પ્રમાણમાં રાખવામાં આવ્યા છે. કદાચ આ જ કારણ છે કે, કેટલાક ખેલાડીઓ વન ડે અને ટેસ્ટ ટીમમાં પસંદ નથી થયા. જો કે તે ખેલાડીઓનું નામ હજી સુધી જાહેર નહી થઇ શકે જ્યા સુધી વેસ્ટ ઇન્ડિઝની ટી20 સીરીઝ માટે ટીમની જાહેરાત થશે. કારણ કે આ મામલે જે પ્રકારની કડકાઇ બીસીસીઆઇ રાખે તેને જોતા લાગી રહ્યું છે કે કથિત રીતે દોષિત ખેલાડીઓનો સમાવેશ વેસ્ટ ઇન્ડીઝ ટી20 સીરીઝમાં સમાવેશ થવો મુશ્કેલ છે.
ADVERTISEMENT
ADVERTISEMENT