Bhuvneshwar Kumar જાહેર કરશે નિવૃત્તિ? ઇન્સ્ટા પ્રોફાઇલના કારણે શરૂ થઈ ચર્ચા

ADVERTISEMENT

gujarattak
social share
google news

નવી દિલ્હી: એવું લાગી રહ્યું છે કે ટીમ ઈન્ડિયાના ફાસ્ટ બોલર ભુવનેશ્વર કુમાર BCCIના ભાવિ આયોજનમાંથી બહાર થઈ ગયા છે. વિન્ડીઝ પ્રવાસમાં સફેદ બોલના કોઈપણ ફોર્મેટમાં આ અનુભવી પેસરને સ્થાન ન આપવું એ સૂચવે છે કે બોર્ડ હવે વર્ષના અંતમાં યોજાનાર એશિયા કપ 2023 અને વર્લ્ડ કપ 2023 માટે અન્ય વિકલ્પો પર કામ કરી રહ્યું છે. કદાચ આ જ કારણ છે કે ભુવનેશ્વરે ભવિષ્ય માટે પ્લાનિંગ શરૂ કરી દીધું હોય તેવું લાગી રહ્યું છે. ઇન્સ્ટાગ્રામ પર તેની પ્રોફાઇલ ભવિષ્ય વિશે સંકેત આપે છે, તેથી તેના પ્રશંસકોમાં તેની નિવૃત્તિ વિશેની ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે.

વાસ્તવમાં ચાહકોમાં ચર્ચાનો વિષય તેની પ્રોફાઇલમાં મોટો ફેરફાર છે, જે ખાસ છે. પહેલા તેની પ્રોફાઇલમાં પ્રારંભિક શબ્દ “ભારતીય ક્રિકેટર” હતો. પરંતુ હવે આ શબ્દ ગાયબ થઈ ગયો છે. હવે આ શબ્દ પછી, બાકીના શબ્દો ઇન્ડિયન, ફેમિલી ફર્સ્ટ, પેટ લવર અને કેઝ્યુઅલ ગેમર આમ જ છે. જણાવી દઈએ કે ભુવેશ્વર કુમાર ઈજાના કારણે જાન્યુઆરી 2022થી ભારતીય ટીમથી દૂર છે.

ADVERTISEMENT

આયર્લેન્ડ પ્રવાસ બાદ જાહેર કરી શકે છે નિવૃતિ
ભુવનેશ્વર કુમાર અંગે માનવામાં આવે છે કે BCCI તેને આયર્લેન્ડ પ્રવાસ સાથે સંન્યાસ લેવાની તક આપશે. અને આ પ્રવાસ બાદ તે નિવૃત્તિની જાહેરાત કરી શકે છે. આ વર્ષે BCCIએ ખેલાડીઓ માટે જાહેર કરાયેલા સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાં પણ ભુવીને સ્થાન આપ્યું નથી, જ્યારે તે હવે વર્લ્ડ કપ 2023ના આયોજનમાં સ્થાન મળે તેવી કોઈ આશા નથી.

IPLમાં જાણો કેવું રહ્યું પ્રદર્શન 
ભુવનેશ્વર કુમારે વર્ષ 2017માં IPL ઈતિહાસમાં પોતાનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કર્યું હતું, જ્યારે તેણે 52.2 ઓવરમાં 26 વિકેટ ઝડપી હતી. વર્ષ 2016માં પણ ભુવીએ 23 વિકેટ ઝડપી હતી. પરંતુ આ વર્ષે સ્વિંગિંગ પેસરે 26 વિકેટ લીધાના પાંચ વર્ષ બાદ 16 વિકેટ ઝડપી હતી. ભુવીએ આ પ્રદર્શન સાથે કમબેક કર્યું. તેમ છતાં તેનો ઇકોનોમી રન-રેટ અત્યાર સુધીનો સૌથી વધુ હતો (8.33), પરંતુ ફિટનેસ કદાચ તેની સાથે રહી. અને ઉમરાન મલિક સહિત ઘણા યુવા ફાસ્ટ બોલરોના આવવાથી, કદાચ બીસીસીઆઈએ આગળ વધવાનું નક્કી કર્યું.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT