IPL 2024: Mumbai Indiansના કોચ સહિત બે ખેલાડીઓને 'ચીટિંગ' ભારે પડી, BCCIએ કરી કડક કાર્યવાહી

ADVERTISEMENT

Mumbai Indians
Mumbai Indians
social share
google news

Mumbai Indians: રાજસ્થાન રોયલ્સ સામેની મેચ પહેલા BCCIએ હાર્દિક પંડ્યાની મુંબઈ ઈન્ડિયન્સને મોટો ઝટકો આપ્યો છે. BCCIએ શનિવારે મુંબઈ ઈન્ડિયન્સના કોચ અને સ્ટાર બેટ્સમેનને સજા ફટકારી છે. બેટિંગ કોચ કિરોન પોલાર્ડ અને બેટ્સમેન ટિમ ડેવિડને દંડ ફટકારવામાં આવ્યો છે. પંજાબ કિંગ્સ સામેની મેચમાં બંનેને IPLની આચારસંહિતાનું ઉલ્લંઘન કરવા બદલ દોષી ઠેરવવામાં આવ્યા છે. 18 એપ્રિલે પંજાબ અને મુંબઈની ટીમ મુલ્લાનપુરમાં સામસામે આવી હતી, જ્યાં મુંબઈએ રોમાંચક મેચમાં પંજાબને 9 રને હરાવ્યું હતું. મુંબઈની આગામી મેચ 22મી એપ્રિલે રાજસ્થાન સામે થશે.

આ પણ વાંચો: MS Dhoni Milestones: મહેન્દ્ર સિંહ ધોનીએ ઈતિહાસ રચ્યો, આવું કરનાર વિશ્વનો એકમાત્ર વિકેટકીપર

બે ખેલાડીઓની BCCIએ સજા કરી

ટિમ ડેવિડ અને પોલાર્ડ IPL કોડ ઓફ કંડક્ટની કલમ 2.20 હેઠળ લેવલ વનના ગુના માટે દોષિત ઠર્યા છે. બંનેને મેચ ફીના 20 ટકા દંડ ફટકારવામાં આવ્યો છે. ડેવિડ અને પોલાર્ડે પોતાનો ગુનો કબૂલી લીધો. આચાર સંહિતાના લેવલ 1નો ભંગ મેચ રેફરીના નિર્ણય પર સવાલ ઉઠાવવા સંબંધિત છે. આ નિયમ અનુસાર, મેચ રેફરીનો નિર્ણય અંતિમ છે અને તેનું પાલન કરવાનું રહેશે.

પોલાર્ડ અને ડેવિડને શા માટે દંડ કરવામાં આવ્યો?

એક વીડિયો વાયરલ થયા બાદ પોલાર્ડ અને ડેવિડને દંડ ફટકારવામાં આવ્યો હતો. જેના પર ભારે વિવાદ થયો હતો. પાંચ વખતના ચેમ્પિયન મુંબઈના સપોર્ટ સ્ટાફે રિપ્લે જોયા બાદ સૂર્યકુમાર યાદવને ડગઆઉટમાંથી ડીઆરએસ લેવામાં ગેરકાયદેસર રીતે મદદ કરી હતી. મુંબઈની ઈનિંગ્સની 15મી ઓવરમાં અર્શદીપ સિંહના બોલ પર સૂર્યકુમારે રિવ્યુ લીધો હતો. જોકે, અમ્પાયરે તેના બોલને કાયદેસર જાહેર કર્યો હતો.

આ પણ વાંચો

ADVERTISEMENT

આ પણ વાંચો: MIના ડ્રેસિંગ રૂમમાં બુમરાહની અવગણના! 4 ઓવરમાં 21 રન આપીને 3 વિકેટ લેવા છતાં અન્ય બોલરને મળ્યું ઈનામ

બંને ખેલાડીઓએ ડગ આઉટમાંથી શું ઈશારો કર્યો?

દરમિયાન, કેમેરો મુંબઈના ડગઆઉટ તરફ વળ્યો, જ્યાં મુખ્ય કોચ માર્ક બાઉચર સૂર્યા તરફ વાઈડનો ઈશારા કરતા જોવા મળ્યા. જ્યારે ડેવિડ અને બેટિંગ કોચ કિરોન પોલાર્ડે પોતાના હાથથી 'T' સાઈન કરી સૂર્યાને રિવ્યૂ લેવા કહ્યું હતું. આઈપીએલના નિયમો અનુસાર, મેદાન પર રમતા કોઈપણ ખેલાડી રિવ્યુ લેવો કે નહીં તે નક્કી કરવા માટે મેદાનની બહારની કોઈપણ વ્યક્તિની મદદ લઈ શકતો નથી.

    follow whatsapp

    ADVERTISEMENT