સચિન, સેહવાગ અને યુવરાજ ફરી ફટકારશે ચોગ્ગા-છગ્ગા, ભારતમાં શરૂ થશે IPL જેવી નવી ટૂર્નામેન્ટ!
એ દિવસ દૂર નથી જ્યારે સચિન તેંડુલકર, યુવરાજ સિંહ, સુરેશ રૈના, ક્રિસ ગેલ, હરભજન સિંહ અને એબી ડીવિલિયર્સ જેવા ખેલાડીઓ ફરીથી મેદાન પર ચોગ્ગા અને છગ્ગા ફટકારતા જોવા મળશે. BCCI આ દિગ્ગજ ખેલાડીઓને માટે ઈન્ડિયન પ્રીમિયર લીગની તર્જ પર એક લિજેન્ડ્સ લીગ શરૂ કરી શકે છે.
ADVERTISEMENT
એ દિવસ દૂર નથી જ્યારે સચિન તેંડુલકર, યુવરાજ સિંહ, સુરેશ રૈના, ક્રિસ ગેલ, હરભજન સિંહ અને એબી ડીવિલિયર્સ જેવા ખેલાડીઓ ફરીથી મેદાન પર ચોગ્ગા અને છગ્ગા ફટકારતા જોવા મળશે. BCCI આ દિગ્ગજ ખેલાડીઓને માટે ઈન્ડિયન પ્રીમિયર લીગની તર્જ પર એક લિજેન્ડ્સ લીગ શરૂ કરી શકે છે. આ લીગમાં દુનિયાભરના પૂર્વ દિગ્ગજ ખેલાડીઓ રમતા જોવા મળી શકે છે. લીગની શરૂઆત થતાં જ ફેન્સને ફરી એકવાર તેમના ફેવરિટ ખેલાડીઓને રમતા જોવાનો મોકો મળશે. આ લીગ સંપૂર્ણપણે IPLની તર્જ પર રમાશે. પરંતુ તેમાં ફક્ત તે જ ખેલાડીઓ રમી શકશે, જેઓ ઈન્ટરનેશનલ ક્રિકેટમાંથી સંન્યાસ લઈ ચૂક્યા છે અને IPL પણ નથી રમતા.
શું છે પ્લાન?
વાસ્તવમાં, હાલમાં વિશ્વભરમાં ઘણી જગ્યાએ લિજેન્ડ્સ ક્રિકેટ લીગનું આયોજન કરવામાં આવે છે. તેમાં વર્લ્ડ ચેમ્પિયનશિપ ઓફ લિજેન્ડ્સ, ગ્લોબલ લિજેન્ડ્સ લીગ અને લિજેન્ડરી લીગ જેવી ટુર્નામેન્ટ આમાં લોકપ્રિય છે. આ લીગમાં ક્રિસ ગેલ, સચિન તેંડુલકર, યુવરાજ સિંહ અને હરભજન સિંહ જેવા ખેલાડીઓ રમતા જોવા મળે છે. હવે દેશના ઘણા પૂર્વ ક્રિકેટરોએ BCCI સેક્રેટરી જય શાહને ભારતમાં આવી લીગ શરૂ કરવા વિનંતી કરી છે. મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે BCCIમાં પણ હવે આ લીગને લઈને ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે.
IPL જેવી હશે લીગ
મીડિયા રિપોર્ટ્સમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે BCCI આ લીગને IPLની તર્જ પર શરૂ કરી શકે છે. આઈપીએલમાં પૈસા, રોકાણ અને સ્ટાર પાવરના કારણે તેને વિશ્વભરની સૌથી લોકપ્રિય લીગ માનવામાં આવે છે. આવી સ્થિતિમાં BCCI આ લીગને પણ સમાન તર્જ પર શરૂ કરી શકે છે. આ લીગની ટીમોનું આયોજન પણ શહેરોના આધારે કરવામાં આવશે અને ફ્રેન્ચાઇઝી પણ હરાજી દ્વારા પોતાની ટીમમાં ખેલાડીઓનો સમાવેશ કરશે.
ADVERTISEMENT
BCCIએ કરી પુષ્ટિ
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, BCCIના એક અધિકારીએ આ વાતની પુષ્ટિ પણ કરી છે. અધિકારીએ પોતાના નિવેદનમાં કહ્યું કે 'અમને આ સંબંધમાં પૂર્વ ક્રિકેટરો તરફથી પ્રસ્તાવ મળ્યો છે, જેના પર વિચાર કરવામાં આવી રહ્યો છે. જોકે, આ હજુ પ્રસ્તાવના તબક્કામાં છે. આવતા વર્ષે તે વિશે વિચારી શકાય છે કે, આમાં એવા ખેલાડીઓને તક આપવામાં આવી શકે છે જેઓ ક્રિકેટમાંથી સંન્યાસ લઈ ચૂક્યા છે અને આઈપીએલ પણ નથી રમી રહ્યા.'
ADVERTISEMENT