BCCI Income: IPL 2023 માંથી BCCI થયું માલામાલ! રકમ જાણીને તમારા હોશ ઊડી જશે
BCCI Income From IPL 2023: ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ ઇન્ડિયન પ્રીમિયર લીગ 2023 (IPL 2023) થી રૂ. 5120 કરોડથી વધુની કમાણી કરી છે
ADVERTISEMENT
BCCI Income From IPL 2023: ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ ઇન્ડિયન પ્રીમિયર લીગ 2023 (IPL 2023) થી રૂ. 5120 કરોડથી વધુની કમાણી કરી છે. આ ઈન્ડિયન પ્રીમિયર લીગ 2022 (IPL 2022) કરતાં 116 ટકા વધુ છે. તેણે IPL 2022માં 2,367 કરોડ રૂપિયા વધુ કમાવ્યા હતા. તેમણે સરકારને 2038 કરોડ રૂપિયા આપ્યા હોવાનો દાવો પણ કરવામાં આવ્યો છે. તેણે રૂ. 2038 કરોડનો ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (GST) ચૂકવ્યો હતો.
IPL 2023ની કમાણી જોઈ ચોંકી જશો!
ઈકોનોમિક્સ ટાઈમ્સે માહિતી આપી છે કે, BCCIના 2022-23ના વાર્ષિક અહેવાલ મુજબ, IPL 2023ની કુલ આવક વાર્ષિક ધોરણે 78% વધીને 11,769 કરોડ થઈ છે, જ્યારે ખર્ચ 66% વધીને 6,648 કરોડ થઈ ગયો છે. આ વધારો નવા મીડિયા અધિકારો અને સ્પોન્સરશિપ ડીલ્સને કારણે થયો છે.
કયાથી આવે છે પૈસા?
2023-27 ની સાઇકલ માટે રૂ. 48,390 કરોડની નવી મીડિયા રાઈટ્સ ડીલ IPL 2023 સીઝનથી શરૂ થઈ હતી. 2021માં, ડિઝની સ્ટારે રૂ. 23,575 કરોડની બિડ કરીને 2023-27 માટે IPL ટીવી અધિકારો જીત્યા હતા, જ્યારે Viacom 18-માલિકીની Jio Cinemaએ રૂ. 23,758 કરોડની બિડ કરીને ડિજિટલ અધિકારો જીત્યા હતા.
ADVERTISEMENT
IPL ક્યારે શરૂ થઈ?
આઈપીએલની શરૂઆત 2008માં થઈ હતી. આ લીગ પહેલા BCCI પાસે આવકનો કોઈ ખાસ સ્ત્રોત નહોતો. પરંતુ આઈપીએલ શરૂ થયા બાદ બીસીસીઆઈએ આવકના મામલે તમામ ક્રિકેટ બોર્ડને હરાવીને નંબર-1નું સ્થાન હાંસલ કર્યું હતું. હવે આઈપીએલ જોઈને ઘણા દેશોએ પોતપોતાના દેશોમાં ક્રિકેટ લીગ શરૂ કરી છે.
ADVERTISEMENT