IPL 2024 Auction : ‘મિચેલ સ્ટાર્ક’ બન્યો ઇતિહાસનો સૌથી મોંઘો ખેલાડી, છ બોલ નાખવાના મળશે 4 લાખ રૂપિયા!

ADVERTISEMENT

gujarattak
social share
google news

IPL 2024 માટેના ઓક્શનમાં ઓસ્ટ્રેલિયાનો મિચેલ સ્ટાર્ક અત્યાર સુધીમાં IPLની બે સીઝન રમી ચૂક્યો છે. સ્ટાર્ક બંને સિઝનમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરનો ભાગ રહ્યો છે. આજે જ બનેલા પેટ કમિન્સનના રેકોર્ડને તોડી મિચેલ સ્ટાર્કે નાખ્યો છે. ઓસ્ટ્રેલિયન બોલર મિચેલ સ્ટાર્સ વચ્ચે ગુજરાત અને કોલકાતા વચ્ચે ભારે રસાકસીની જંગ જામી હતી. આખરે કોલકાતાએ 24.75 કરોડ રૂપિયા ખર્ચીને તેને પોતાની ટીમમાં ખરીદ્યો હતો.

અત્યાર સુધીની ઓક્શનમાં શું શું થયું?

-વેસ્ટ ઈન્ડિઝના ખેલાડી રોવમેન પોવેલને રાજસ્થાન રોયલ્સે 7.40 કરોડ રૂપિયામાં ખરીદ્યો.
-સાઉથ આફ્રિકાના ખેલાડી રાઇલી રુસોને પહેલા રાઉન્ડમાં કોઈ ખરીદનાર મળ્યો નથી. રૂસોની મૂળ કિંમત 2 કરોડ રૂપિયા હતી.
-ઈંગ્લેન્ડના યુવા ખેલાડી હેરી બ્રૂકને દિલ્હી કેપિટલ્સે 4 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. બ્રુક ગત સિઝનમાં સનરાઇઝર્સ હૈદરાબાદનો ભાગ હતો. બ્રુકની મૂળ કિંમત 2 કરોડ રૂપિયા હતી.
-ઓસ્ટ્રેલિયન વિસ્ફોટક ઓપરન ટ્રેવિસ હેડ (Travis Head) સનરાઈઝર્સ હૈદરાબાદની ટીમ 6.80 કરોડ રૂપિયામાં ખરીદ્યો.
-ભારતીય ક્રિકેટર કરુણ નાયર, મનીષ પાંડે અને ઓસ્ટ્રેલિયા ક્રિકેટર સ્ટીવ સ્મિથ IPL 2024ની હરાજીમાં અનસોલ્ડ રહ્યા હતા. બંને ખેલાડીઓની બેસ પ્રાઈસ 50 લાખ રૂપિયા નક્કી કરવામાં આવી હતી.
-ન્યૂઝીલેન્ડના યુવા ખેલાડી રચિન રવિન્દ્રને ચૈન્નઈ સુપર કિંગ્સે 1.80 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. રચિનની બેસ પ્રાઈસ 50 લાખ રૂપિયા હતી.
-ગુજરાત ટાઈટન્સે 50 લાખ રૂપિયામાં અફઘાનિસ્તાની ક્રિકેટર અઝમતુલ્લા ઓમરઝાઈને ખરીદ્યો હતો.
ઓસ્ટ્રેલિયન ઝડપી બોલર પેટ કમિન્સ પર IPLની હરાજીમાં રૂપિયાનો વરસાદ થયો છે. વર્લ્ડકપ વિજેતા ટીમના કેપ્ટનને હૈદરાબાદની ટીમે 20.50 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. પેટ કમિન્સ IPLના ઈતિહાસનો અત્યાર સુધીનો સૌથી મોંઘો ખેલાડી બન્યો છે.
-પંજાબ કિંગ્સે હર્ષલ પટેલને 11.75 કરોડ રૂપિયામાં ખરીદ્યો. હર્ષલની બેસ પ્રાઈસ 2 કરોડ રૂપિયા હતી.
ન્યૂઝીલેન્ડના ડેરેલ મિચેલને ચેન્નઈ સુપર કિંગ્સે 14 કરોડ રૂપિયામાં ખરીદ્યો.
-ઈંગ્લિશ ફાસ્ટ બોલર ક્રિસ વોક્સને પંજાબ કિંગ્સે 4.20 કરોડ રૂપિયામાં ખરીદ્યો છે. વોક્સની મૂળ કિંમત 2 કરોડ રૂપિયા હતી.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT