‘અમ્પાયરોની મિલીભગત’થી ભારત જીત્યું, T-20 સીરિઝમાં ભૂંડી હાર બાદ ઓસ્ટ્રેલિયન દિગ્ગજનો આરોપ

ADVERTISEMENT

gujarattak
social share
google news

India vs Australia 5th Match: ભારતે ભારત vs ઓસ્ટ્રેલિયા સામે 5 T20 મેચની શ્રેણીમાં એકતરફી જીત હાંસલ કરી છે. ભારતે ઓસ્ટ્રેલિયાને શ્રેણીમાં 4-1થી હરાવીને શ્રેણી પર કબજો જમાવ્યો છે. ભારતીય ટીમે વર્લ્ડ કપમાં મળેલી હારનું દર્દ ઓછું કરવાનો પ્રયાસ કર્યો છે. ઓસ્ટ્રેલિયા માત્ર એક જ મેચ જીતવામાં સફળ રહ્યું છે, જેના કારણે તે પરેશાન છે. પહેલા ઓસ્ટ્રેલિયન ખેલાડી વર્લ્ડ કપમાં જીત બાદ અજીબોગરીબ હરકત કરતા જોવા મળ્યા હતા, હવે સીરીઝમાં હાર બાદ ઓસ્ટ્રેલિયાના પૂર્વ ખેલાડીએ ભારત પર અજીબોગરીબ આરોપ લગાવ્યા છે.

આ ઘટના 20મી ઓવરમાં બની હતી

ઓસ્ટ્રેલિયાના પૂર્વ ખેલાડી મેથ્યુ હેડને ભારત પર આરોપ લગાવતા કહ્યું કે, ભારતીય ટીમે અમ્પાયર સાથે મીલીભગત કરી છે. હેડન કહે છે કે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાયેલી પાંચમી મેચ અમે જીતી ગયા હોત, પરંતુ અમ્પાયરે અમને હરાવ્યા છે. અમ્પાયરને જોઈને લાગતું હતું કેસ તે ભારતીય ટીમ સાથે મિલીભગતમાં છે. ઓસ્ટ્રેલિયાએ ભારત પર લગાવેલા આ આરોપથી સોશિયલ મીડિયા પર ચર્ચા તેજ થઈ ગઈ છે. તમને જણાવી દઈએ કે આ ઘટના ત્યારે બની જ્યારે ઓસ્ટ્રેલિયાને જીતવા માટે છેલ્લા બે બોલમાં 9 રનની જરૂર હતી.

અમ્પાયરે જાણી જોઈને બોલ રોક્યો

ઓસ્ટ્રેલિયાને છેલ્લી ઓવરમાં જીતવા માટે 10 રનની જરૂર હતી. છેલ્લા બે બોલમાં 9 રનની જરૂર હતી ત્યારે નાથન એલિસે પાંચમાં બોલ પર જોરદાર શોટ માર્યો હતો, પરંતુ બોલ અમ્પાયરને વાગ્યો હતો. જો અમ્પાયરને બોલ ન વાગ્યો હોત તો તે બાઉન્ડ્રીની બહાર જશે તે નિશ્ચિત હતું, પરંતુ અમ્પાયરને વાગ્યા બાદ બોલ ત્યાં જ અટકી ગયો. આના પર ઓસ્ટ્રેલિયાએ આરોપ લગાવ્યો છે કે અમ્પાયરે જાણી જોઈને બોલને રોક્યો છે. આ સિવાય 20મી ઓવરનો પહેલો બોલ મેથ્યુ વેડના માથા ઉપરથી ગયો, આ બોલ વાઈડ આપવાનો હતો, પરંતુ અમ્પાયરે આપ્યો નહીં. આ કારણથી ઓસ્ટ્રેલિયાએ ભારત અને અમ્પાયર વચ્ચે મિલીભગતનો આરોપ લગાવ્યો છે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT