IND vs BAN: બાંગ્લાદેશના પૂંછડિયા બેટ્સમેનોએ બગાડ્યો ભારતનો ખેલ, 5 વર્ષથી બોલર્સ નથી શોધી શક્યા તોડ

ADVERTISEMENT

gujarattak
social share
google news

Asia Cup 2023, IND vs BAN: એશિયા કપ 2023માં ભારતીય ટીમને સુપર-ચાર રાઉન્ડની છેલ્લી મેચમાં બાંગ્લાદેશ (Bangladesh) સામે 6 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો. 15 સપ્ટેમ્બર (શુક્રવાર) કોલંબો આર. પ્રેમદાસા સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં બાંગ્લાદેશે ભારતને 266 રનનો ટાર્ગેટ આપ્યો હતો, જેનો પીછો કરતા સમગ્ર ટીમ 49.5 ઓવરમાં 259 રનમાં જ સમેટાઈ ગઈ હતી. આ જીત સાથે બાંગ્લાદેશે સુપર-ફોર તબક્કામાં ત્રીજું સ્થાન મેળવીને સ્પર્ધા સમાપ્ત કરી હતી. આ મેદાન પર 17 સપ્ટેમ્બરે ભારત અને શ્રીલંકા વચ્ચે ફાઇનલ મેચ રમાવાની છે.

પૂંછડિયા બેટ્સમેનોએ બાંગ્લાદેશનો સ્કોર 250 પાર પહોંચાડ્યો

ભારત સામેની મેચમાં બાંગ્લાદેશના પૂંછડીના બેટ્સમેનોએ તેમની જીતમાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું, જેણે તેમની ટીમને 265 રન બનાવવામાં મદદ કરી હતી. મેચમાં એક સમયે બાંગ્લાદેશનો સ્કોર સાત વિકેટે 193 રન હતો અને પછી એવું લાગતું હતું કે તે 250 રન પણ બનાવી શકશે નહીં, પરંતુ નસુમ અહેમદ, મહેંદી હસન અને તનઝીમ હસન શાકિબે મહત્વપૂર્ણ બેટિંગ કરી અને બાંગ્લાદેશને મોટા સ્કોર સુધી પહોંચાડી દીધું.

નસુમ અહેમદ અને મહેદી હસન વચ્ચે આઠમી વિકેટ માટે 45 રનની ભાગીદારી થઈ હતી. ત્યારબાદ નવમી વિકેટ માટે મહેદીએ તન્ઝીમ હસન શાકિબ સાથે 27 રનની ભાગીદારી કરી હતી. આઠમા ક્રમના બેટ્સમેન નસુમે 45 બોલમાં 44 રન બનાવ્યા જેમાં છ ચોગ્ગા અને એક છગ્ગાનો સમાવેશ થાય છે. જ્યારે મહેદી હસને ત્રણ ચોગ્ગાની મદદથી અણનમ 29 રન બનાવ્યા હતા. તન્ઝીમ શાકિબે પણ 14 રનની અણનમ ઇનિંગ રમી હતી જેમાં એક સિક્સર અને એક ફોર ફટકારી હતી. બાંગ્લાદેશના નંબર-8, નંબર-9 અને નંબર-10ના બેટ્સમેનોએ કુલ 87 રન બનાવ્યા હતા.

ADVERTISEMENT

નં.8 બેટ્સમેનોએ પાંચ ઈનિંગ્સમાં 236 રન બનાવ્યા

જો જોવામાં આવે તો ભારતીય ટીમ સામેની છેલ્લી પાંચ વનડેમાં બાંગ્લાદેશના નંબર-8 બેટ્સમેનોનું પ્રદર્શન ઘણું આશ્ચર્યજનક રહ્યું છે. છેલ્લી પાંચ વનડે ઇનિંગ્સ સહિત બાંગ્લાદેશના નંબર-8 બેટ્સમેનોએ 210 બોલમાં 236 રન બનાવ્યા છે. આ સમયગાળા દરમિયાન ભારતીય બોલરો તેમને ત્રણ વખત આઉટ કરી શક્યા ન હતા.

ADVERTISEMENT

2019 ODI વર્લ્ડ કપ દરમિયાન, મોહમ્મદ સૈફુદ્દીને એજબેસ્ટન ખાતે 38 બોલમાં 51 રનની અણનમ ઇનિંગ રમી હતી. ત્યારબાદ ગયા વર્ષે યોજાયેલી ODI શ્રેણીમાં, મેહદી હસન મિરાજે, 8મા નંબરે બેટિંગ કરીને ભારત સામે 38*, 3 અને 100* રન બનાવ્યા હતા. હવે નસુમ અહેમદે 44 રન બનાવીને ભારત માટે મુશ્કેલી ઊભી કરી હતી.

ADVERTISEMENT

છેલ્લી પાંચ વનડેમાં (ભારત સામે) બાંગ્લાદેશનો નંબર-8 બેટ્સમેન

51*(38)- મોહમ્મદ સૈફુદ્દીન, એજબેસ્ટન 2019
38*(39)- મેહદી હસન મિરાજ, મીરપુર, 2022
100*(83)- મેહદી હસન મિરાજ, મીરપુર, 2022
3(5)- મેહદી હસન મિરાજ, મીરપુર, 2022
44 (45) નસુમ અહેમદ, કોલંબો, 2023

ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરતા બાંગ્લાદેશે આઠ વિકેટે 265 રન બનાવ્યા હતા. બાંગ્લાદેશ માટે કેપ્ટન શાકિબ અલ હસને 85 બોલમાં 80 રન બનાવ્યા જેમાં છ ચોગ્ગા અને ત્રણ છગ્ગાનો સમાવેશ થાય છે. તૌહીદે પણ 54 રનની ઇનિંગ રમી હતી. તેણે 81 બોલમાં 5 ચોગ્ગા અને 2 છગ્ગા ફટકાર્યા હતા. ભારત તરફથી મોહમ્મદ શમીએ બે અને શાર્દુલ ઠાકુરે ત્રણ વિકેટ ઝડપી હતી. આ સિવાય અક્ષર પટેલ, પ્રસિદ્ધ કૃષ્ણ અને રવિન્દ્ર જાડેજાને એક-એક વિકેટ મળી હતી.

જવાબમાં ભારતીય ટીમ લાખ પ્રયાસો છતાં લક્ષ્ય સુધી પહોંચી શકી ન હતી. ભારતીય ટીમ માટે ઓપનર શુભમન ગિલે 133 બોલમાં આઠ ચોગ્ગા અને પાંચ છગ્ગાની મદદથી 121 રન બનાવ્યા હતા. ગિલની વનડે કારકિર્દીની આ પાંચમી સદી હતી. ગિલ સિવાય કોઈ બેટ્સમેન મોટો સ્કોર કરી શક્યો નહોતો. અક્ષર પટેલ (42 રન) એ છેલ્લી ઓવરોમાં ચોક્કસપણે કેટલાક મોટા શોટ ફટકાર્યા હતા, પરંતુ તે ભારતને અંતિમ ટાર્ગેટ સુધી લઈ જઈ શક્યો ન હતો. બાંગ્લાદેશ તરફથી મુસ્તાફિઝુર રહેમાને ત્રણ વિકેટ ઝડપી હતી. જ્યારે તનઝીમ હસન શાકિબ અને મહેદી હસનને બે-બે વિકેટ મળી હતી.

બહુરાષ્ટ્રીય ODI ઇવેન્ટમાં ભારત સામે બાંગ્લાદેશની આ માત્ર ત્રીજી જીત હતી. સૌ પ્રથમ, તેણે 2007 ODI વર્લ્ડ કપમાં ભારતને પાંચ વિકેટે હરાવ્યું હતું. 2012ના એશિયા કપમાં પણ બાંગ્લાદેશે ભારતને 5 વિકેટે હરાવ્યું હતું. આ મેચ દરમિયાન બાંગ્લાદેશી ફાસ્ટ બોલર મુસ્તાફિઝુર રહેમાને એક ખાસ રેકોર્ડ બનાવ્યો હતો. ભારત અને બાંગ્લાદેશ વચ્ચેની ODI મેચમાં સૌથી વધુ વિકેટ લેવાના મામલે મુસ્તાફિઝુર બીજા ક્રમે છે.

સૌથી વધુ વિકેટ (ભારત-બાંગ્લાદેશ ODI)

29- શાકિબ અલ હસન
25- મુસ્તાફિઝુર રહેમાન
23- મશરફે મોર્તઝા
18- મોહમ્મદ રફીક
16- અજીત અગરકર

મલ્ટી નેશન ODI ટૂર્નામેન્ટમાં બાંગ્લાદેશ ભારત સામે જીત્યું

5 વિકેટે – પોર્ટ ઓફ સ્પેન, ક્રિકેટ વર્લ્ડ કપ 2007
5 વિકેટે- મીરપુર, એશિયા કપ 2012
6 રનથી- કોલંબો, એશિયા કપ 2023

    follow whatsapp

    ADVERTISEMENT