Asia Cup 2023 IND vs SL: ભારતે ટોસ જીતને પ્રથમ બેટિંગનો નિર્ણય કર્યો, પ્લેઈંગ-11માં કરાયો મોટો ફેરફાર

ADVERTISEMENT

gujarattak
social share
google news

Asia Cup 2023: એશિયા કપમાં પાકિસ્તાન સામેની મેચમાં શાનદાર જીત બાદ હવે ભારતીય ટીમની ટક્કર શ્રીલંકા સામે થઈ રહી છે. કોલંબોમાં જ આજે ભારત અને શ્રીલંકા વચ્ચેની મેચમાં ભારતે ટોસ જીત્યો છે અને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો છે. ભારતીય ટીમની નજર આજની મેચ જીતીને એશિયા કપની ફાઈનલમાં પહોંચવા પર હશે, તો શ્રીલંકાની નજર પણ આજની મેચ જીતીને પોતાનું સ્થાન ફાઈનલમાં નક્કી કરવા પર હશે. એવામાં આજની મેચમાં ફરી ભારતીય બેટ્સમેનો પર સૌ કોઈની નજર રહેશે. ખાસ કરીને વિરાટ કોહલી અને કે.એલ રાહુલ. આજની મેચમાં શાર્દુલ ઠાકુરની જગ્યાએ અક્ષર પટેલનો ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો છે.

શાર્દુલ ઠાકુરને તક ન મળી

ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્માએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો છે. શાર્દુલ ઠાકુરની જગ્યાએ ભારતના પ્લેઈંગ-11માં અક્ષર પટેલનો સમાવેશ કરવામાં આવ્યો છે.

ભારત વિરુદ્ધ શ્રીલંકાનો આવો રેકોર્ડ છે

ભારત અને શ્રીલંકા વચ્ચે કુલ 165 વન-ડે ઈન્ટરનેશનલ મેચ રમાઈ છે. જેમાંથી ભારતે 96માં જીત મેળવી હતી જ્યારે શ્રીલંકાએ 57માં જીત મેળવી હતી. 11 મેચમાં કોઈ પરિણામ આવ્યું ન હતું અને એક મેચ ટાઈમાં સમાપ્ત થઈ હતી. એશિયા કપના ODI ફોર્મેટમાં બંને ટીમો વચ્ચે લગભગ સમાન સ્પર્ધા રહી છે. એશિયા કપના ODI ફોર્મેટમાં બંને ટીમો વચ્ચે 19 મેચ રમાઈ છે, જેમાંથી ભારતે 9 મેચ જીતી છે, જ્યારે શ્રીલંકાએ 10 મેચ જીતી છે.

ADVERTISEMENT

શરૂઆતની ઓવરો મહત્વની રહેશે

કોલંબોના આર. પ્રેમદાસા સ્ટેડિયમની પીચ શરૂઆતમાં ઝડપી બોલરોને મદદ કરે છે. જો ઝડપી બોલરો નવા બોલ સાથે સારી લાઇન પર બોલિંગ કરશે તો બેટ્સમેનોને મુશ્કેલીનો સામનો કરવો પડશે. જેમ જેમ રમત આગળ વધે છે તેમ સ્પિનરો અહીં મહત્વની ભૂમિકા ભજવે છે. જો કોઈ બેટ્સમેન અહીંની પીચ પર ટકી થઈ જાય તો તે મોટી ઈનિંગ્સ રમી શકે છે. વિરાટ કોહલી અને કેએલ રાહુલે પાકિસ્તાન સામેની મેચમાં આ બતાવ્યું હતું.

હાલ હવામાન સ્વચ્છ છે

ભારત અને શ્રીલંકા વચ્ચેની આ મેચમાં ખરાબ હવામાનના કારણે વિક્ષેપ પડી શકે છે. AccuWeather.com અનુસાર, મેચ દરમિયાન કોલંબોમાં વાદળછાયું વાતાવરણ રહેશે અને ક્યારેક વરસાદ પડી શકે છે. વાદળછાયું રહેવાની સંભાવના 95% છે અને વરસાદની સંભાવના 84% છે. જો કે, જેમ જેમ દિવસ આગળ વધે તેમ વરસાદની આગાહી ઘટીને 55 ટકા થઈ શકે છે. હાલમાં હવામાન ચોખ્ખું છે અને વરસાદ પડતો નથી, જે સારા સમાચાર છે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT