Gujarat Titansમાં આશિષ નહેરાના ભવિષ્યને લઈને આવી મોટી અપડેટ, ટીમમાં થશે મોટા ફેરફાર?

ADVERTISEMENT

Gujarat Titans
Gujarat Titans
social share
google news

IPL 2024: IPLની છેલ્લી ત્રણ સિઝનમાં ગુજરાત ટાઇટન્સનું પ્રદર્શન ઘણું શાનદાર રહ્યું છે. ટીમ બે વખત ફાઇનલમાં જગ્યા બનાવી ચૂકી છે. આ સમયગાળા દરમિયાન ગુજરાતે એક વખત ટાઇટલ પણ જીત્યું છે. આ દરમિયાન ટીમના મુખ્ય કોચ આશિષ નેહરાના ભવિષ્યને લઈને એક મોટું અપડેટ સામે આવ્યું છે. ગુજરાત ટાઇટન્સ આ વર્ષના અંતમાં યોજાનારી મેગા હરાજી પહેલા તેના કોચિંગ સ્ટાફમાં ફેરફાર કરી શકે છે.

ગુજરાત ટાઈટન્સ બદલી નાખશે ટીમનો કોચિંગ સ્ટાફ!

ક્રિકબઝે તેના અહેવાલમાં જણાવ્યું છે કે ગુજરાત ટાઇટન્સનું મેનેજમેન્ટ હાલમાં ટીમના કોચિંગ સ્ટાફને બદલવાનું વિચારી રહ્યું છે. આ ટીમના કોચિંગ સ્ટાફમાં ક્રિકેટના ડિરેક્ટર તરીકે વિક્રમ સોલંકી, મુખ્ય કોચ તરીકે આશિષ નેહરા અને માર્ગદર્શક તરીકે ગેરી કર્સ્ટનનો સમાવેશ થાય છે. ગેરી કર્સ્ટન પહેલાથી જ ટીમથી અલગ થઈ ચૂક્યો છે. હાલમાં તે પાકિસ્તાનની લિમિટેડ ઓવરોની ટીમના કોચ છે.

આશિષ નેહરા ટીમ છોડી શકે છે

અહેવાલો અનુસાર, વિક્રમ સોલંકી અત્યારે પોતાનું પદ બચાવી શકે છે, પરંતુ આશિષ નેહરાના ભવિષ્યને લઈને શંકા છે. આઈપીએલની 2024 સીઝન દરમિયાન પણ આશિષ નેહરા લાઈવ ટીવી પર વધુ જોવા મળ્યો ન હતો, જ્યારે 2022 અને 2023 સીઝન દરમિયાન તે ટીમના ખેલાડીઓને સતત ટિપ્સ આપતો હતો.

ADVERTISEMENT

અદાણી ગ્રુપ ટીમમાં હિસ્સો ખરીદી શકે છે

ઇકોનોમિક ટાઇમ્સે તેના અહેવાલમાં જણાવ્યું હતું કે અદાણી જૂથના ચેરમેન ગૌતમ અદાણી ગુજરાત ટાઇટન્સમાં હિસ્સો ખરીદી શકે છે. અદાણી ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) ફ્રેન્ચાઇઝી ગુજરાત ટાઇટન્સમાં નિયંત્રિત હિસ્સાના વેચાણ માટે ટોરેન્ટ ગ્રૂપ અને ખાનગી ઇક્વિટી ફર્મ CVC કેપિટલ પાર્ટનર્સ સાથે વાટાઘાટો કરી રહી છે. ગુજરાત ટાઇટન્સ ટીમનું બજાર મૂલ્ય એક અબજ ડોલરથી દોઢ અબજ ડોલરની વચ્ચે છે. 2021માં, CVCએ 5,625 કરોડ રૂપિયામાં ફ્રેન્ચાઈઝી ખરીદી હતી.

    follow whatsapp

    ADVERTISEMENT