સૌરવ ગાંગુલી, રોહિત શર્મા અને હાર્દિક પંડ્યા વિરુદ્ધ કોર્ટમાં અરજી, હવે કયા વિવાદમાં ફસાયા ત્રણેય ક્રિકેટર?

ADVERTISEMENT

gujarattak
social share
google news

મુઝફ્ફરનગર: ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની 16મી સીઝન પૂરજોશમાં ચાલી રહી છે. હવે ટુર્નામેન્ટમાં એકથી એક રોમાંચક મેચ જોવા મળી રહી છે. પરંતુ આ બધાની વચ્ચે રોહિત શર્મા, હાર્દિક પંડ્યા, પૂર્વ ભારતીય ક્રિકેટર સૌરવ ગાંગુલી અને અભિનેતા આમિર ખાન મુશ્કેલીમાં મુકાતા જોવા મળી રહ્યા છે. બિહારના મુઝફ્ફરપુરમાં એક સામાજિક કાર્યકર્તાએ તેમની વિરુદ્ધ જિલ્લા કોર્ટમાં અરજી કરી છે. હકીકતમાં, અરજીમાં કહેવામાં આવ્યું છે કે આ બધા મળીને સટ્ટાબાજીને પ્રોત્સાહન આપી રહ્યા છે.

ક્રિકેટર વિરુદ્ધ શું આક્ષેપ થયો?
ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટની કોર્ટમાં દાખલ કરાયેલી અરજીમાં તમન્ના હાશ્મીએ દાવો કર્યો છે કે, આ તમામ લોકો મળીને યુવાનોને સટ્ટાબાજી અને ઓનલાઈન ગેમ રમવા માટે પ્રોત્સાહિત કરી રહ્યા છે. યુવાનોના ભવિષ્ય સાથે રમત રમાઈ રહી હોવાનું સ્પષ્ટપણે કહેવામાં આવ્યું છે.

રોહિત, પંડ્યા અને સૌરવ પર મોટો આરોપ
તમન્ના હાશ્મીએ કહ્યું કે, આ બધા મળીને યુવાનોને ગેરમાર્ગે દોરી રહ્યા છે. સાથે જ તેઓ સટ્ટાબાજીમાં સામેલ થવાનો પણ આગ્રહ કરી રહ્યા છે. આ લોકો આકર્ષક ઈનામોની મદદથી બધાને લપેટી રહ્યા છે. આ લોકો ગેમિંગ એપ્સ અને સટ્ટાબાજીની વેબસાઈટનો પ્રચાર કરી રહ્યા છે અને વધુને વધુ લોકોને તેમની સાથે જોડી રહ્યા છે. કેટલાક લોકો આમાં ઇનામ પણ જીતી રહ્યા છે, પરંતુ જેઓ જીતી નથી શકતા તેમના પૈસા ગુમાવી રહ્યા છે.

ADVERTISEMENT

તમને જણાવી દઈએ કે આ કેસની આગામી સુનાવણી 22 એપ્રિલના રોજ થવાની છે. હાશ્મી પહેલા જ રોહિત, આમિર અને પંડ્યા વિરુદ્ધ અલગ-અલગ પીઆઈએલ દાખલ કરી ચૂક્યા છે.

હાલમાં રોહિત શર્મા અને હાર્દિક પંડ્યા IPL 2023માં રમી રહ્યા છે. રોહિત શર્મા પાસે મુંબઈ ઈન્ડિયન્સની કેપ્ટનશીપ છે જ્યારે પંડ્યા પાસે ગુજરાત ટાઇટન્સ છે. ગાંગુલી દિલ્હી કેપિટલ્સ સાથે પણ સંકળાયેલા છે અને ફ્રેન્ચાઇઝી દ્વારા તેને ક્રિકેટ ડિરેક્ટર તરીકે નિયુક્ત કરવામાં આવ્યો છે. અગાઉ, તે વર્ષ 2019 માં કેપિટલ્સમાં માર્ગદર્શક તરીકે જોડાયો હતો.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT