Virat-Anushkaના ઘરે ફરીથી પારણું બંધાઈ રહ્યું છે? બીજીવાર પિતા બનવા જઈ રહ્યો છે કોહલી

ADVERTISEMENT

gujarattak
social share
google news

Virat Kohli Anushka Sharma: ભારતીય ક્રિકેટ ટીમનો દિગ્ગજ ખેલાડી વિરાટ કોહલી વર્લ્ડ કપ 2023ની તૈયારીમાં વ્યસ્ત છે. આ દરમિયાન તેના ઘરેથી મોટા સમાચાર સામે આવ્યા છે. એક રિપોર્ટ અનુસાર, વિરાટની પત્ની અનુષ્કા શર્મા બીજા બાળકને જન્મ આપવા જઈ રહી છે. અનુષ્કા અને વિરાટ બીજી વખત માતા-પિતા બનવા જઈ રહ્યા છે. જો કે આ અંગે કોઈ સત્તાવાર માહિતી સામે આવી નથી. આ અંગે કોહલી કે અનુષ્કાએ સોશિયલ મીડિયા પર કંઈપણ પોસ્ટ કર્યું નથી.

વિરાટ કોહલી બીજી વખત પિતા બની રહ્યો છે

હિન્દુસ્તાન ટાઈમ્સના એક અહેવાલ મુજબ અનુષ્કા બીજી વખત માતા બનવા જઈ રહી છે. વિરાટ કોહલી ફરી એકવાર પિતા બનવા જઈ રહ્યો છે. એક સૂત્રએ કહ્યું, “અનુષ્કા બીજી વખત માતા બનવા જઈ રહી છે. પરંતુ ગત વખતની જેમ આ વખતે પણ તેઓ આ સમાચાર અંતમાં બધા સાથે શેર કરશે.અનુષ્કાએ જાન્યુઆરી 2021માં પોતાના પહેલા બાળકને જન્મ આપ્યો હતો. અનુષ્કાએ પુત્રીને જન્મ આપ્યો હતો. કોહલી-અનુષ્કાએ તેમની પુત્રીનું નામ વામિકા રાખ્યું છે.

અનુષ્કા વર્લ્ડકપમાં કોહલી સાથે પ્રવાસ નહીં કરે

સમાચાર અનુસાર, અનુષ્કા વર્લ્ડ કપ 2023 દરમિયાન વિરાટ સાથે પ્રવાસ નહીં કરે. કોહલી વર્લ્ડ કપ દરમિયાન ઘણા અલગ-અલગ શહેરોમાં મેચ રમશે. પરંતુ તે અનુષ્કા સાથે નહીં જાય. મહત્વની વાત એ છે કે કોહલી અને અનુષ્કાએ પોતાની પહેલી દીકરીને અત્યાર સુધી લોકો અને મીડિયાથી દૂર રાખી છે. આ બંનેએ સોશિયલ મીડિયા પર વામિકાનો ચહેરો દર્શાવતો ફોટો શેર કર્યો નથી. કોહલી-અનુષ્કા આ બાબતને ખૂબ જ ખાનગી રાખવાનું પસંદ કરે છે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT