Anushka-Virat Baby: અનુષ્કા શર્મા-વિરાટ કોહલીના ઘરે બીજીવાર ગુંજશે કિલકારી? વીડિયો થયો વાયરલ
બોલિવૂડ અભિનેત્રી અનુષ્કા શર્મા અને દમદાર ઈન્ડિયન ક્રિકેટર વિરાટ કોહલીના ઘરે બીજી વખત કિલકારી ગૂંજવાની છે. છેલ્લા કેટલાક સમયથી અનુષ્કા શર્માની પ્રેગ્નન્સીને લઈને સમાચારો સામે…
ADVERTISEMENT
બોલિવૂડ અભિનેત્રી અનુષ્કા શર્મા અને દમદાર ઈન્ડિયન ક્રિકેટર વિરાટ કોહલીના ઘરે બીજી વખત કિલકારી ગૂંજવાની છે. છેલ્લા કેટલાક સમયથી અનુષ્કા શર્માની પ્રેગ્નન્સીને લઈને સમાચારો સામે આવી રહ્યા હતા અને હવે વિરાટ કોહલી-અનુષ્કા શર્માનો એક વીડિયો સામે આવ્યો છે. આ વીડિયો બેંગ્લોરની એક હોટલનો હોવાનું કહેવામાં આવી રહ્યું છે. વીડિયોમાં બંને એકબીજાનો હાથ પકડીને ચાલતા અને વાતો કરતા જોવા મળી રહ્યા છે. આ વીડિયો જોયા બાદ ફેન્સ ખૂબ જ એક્સાઈટેડ થઈ ગયા છે અને કપલને અત્યારથી અભિનંદન આપી રહ્યા છે. જોકે, આ સમાચારની હજુ સુધી સત્તાવાર કોઈ પુષ્ટિ કરવામાં આવી નથી.
સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ
સોશિયલ મીડિયા પર એક વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જેમાં ક્રિકેટર વિરાટ કોહલી, પત્ની અનુષ્કા શર્મા સાથે જોવા મળી રહ્યા છે. વીડિયો જોઈને એવું લાગી રહ્યું છે કે અનુષ્કા શર્મા પ્રેગ્નન્ટ છે, જેમાં બેબી બમ્પ પણ જોવા મળી રહ્યું છે. તો બીજી બાજુ જે રીતે વિરાટ કોહલીએ અનુષ્કા શર્માનો હાથ પકડ્યો છે અને અભિનેત્રી ચાલી રહી છે, તેનાથી આ વાત પર મહોર લાગતી જોવા મળી રહી છે. તમને યાદ અપાવી દઈએ કે થોડા સમય પહેલાથી જ અનુષ્કા શર્માની પ્રેગ્નન્સીના સમાચાર સાંભળવા મળી રહ્યા હતા, પરંતુ આ વીડિયોથી આ વાતની પુષ્ટિ થતી જોવા મળી રહી છે.
Virushka in Bangalore 🧿💘 pic.twitter.com/feLpF35i09
— Alaska • WC Era🏏 (@alaskawhines) November 9, 2023
ADVERTISEMENT
2017માં થયા હતા લગ્ન
તમને જણાવી દઈએ કે, 11 ડિસેમ્બર, 2017ના રોજ વિરાટ કોહલી અને અનુષ્કા શર્માએ એકબીજાને જીવનસાથી તરીકે પસંદ કર્યા હતા. ‘વિરુસ્કા’એ ઈટલીમાં નજીકના મિત્રો અને સંબંધીઓ વચ્ચે લગ્ન કર્યા હતા. આ કપલના લગ્નના ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા.
વામિકાને 2021માં આપ્યો હતો જન્મ
11 જાન્યુઆરી, 2021ના રોજ અનુષ્કાએ પૂત્રી વામિકાને જન્મ આપ્યો હતો અને હવે રિપોર્ટ્સ અનુસાર, અભિનેત્રી બીજી વખત પ્રેગ્નેટ છે. તમને જણાવી દઈએ કે વિરાટ કોહલી અને અનુષ્ શર્માકા તેમની દીકરી વામિકાની પ્રાઈવસીને લઈને ખૂબ જ સાવધ છે અને તેના ફોટો-વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરતા નથી.
ADVERTISEMENT
ADVERTISEMENT