ભારતીય પૂર્વ ક્રિકેટર અંબાતી રાયડુની રાજકારણમાં એન્ટ્રી, જાણો કઈ પાર્ટી સાથે જોડાયો

ADVERTISEMENT

gujarattak
social share
google news

Ambati Rayudu Join YSR Congress : અનેક પૂર્વ ક્રિકેટરો કે જે સન્યાસ લીધા પછી રાજકારણમાં જોડાય છે તેવા નામમાં હવે વધુ એક નામ જોડાશે. ભારતીય પૂર્વ ક્રિકેટર અંબાતી રાયડુએ રાજકારણમાં એન્ટ્રી કરી છે. રાયડુ જગન મોહન રેડ્ડીની પાર્ટીમાં સામેલ થયો છે. નિવૃત્તિ લીધાના લગભગ એક મહિના પછી પૂર્વ ક્રિકેટરે આજે સત્તાવાર રીતે પાર્ટીમાં જોડાવાની જાહેરાત કરી છે.

શું રાયડુને લોકસભા ચૂંટણીમાં ટિકિટની ટિકિટ મળશે?

આજે તેઓ પાર્ટી પ્રમુખ જગન મોહન રેડ્ડીની હાજરીમાં પાર્ટીમાં જોડાય હતા. આ સમાચાર એવા સમયે સામે આવી રહ્યા છે જ્યારે હાલ તમામ પાર્ટીઓ ચૂંટણી પ્રચારમાં વ્યસ્ત છે. એવામાં પ્રશ્નએ થઈ રહ્યા છે કે શું પાર્ટી તેમને આગામી લોકસભા ચૂંટણીમાં ટિકિટ આપશે? રાજકારણમાં જોડતા પહેલા તેમણે ગુંટુર જિલ્લાના દરેક વિસ્તારની મુલાકાત લીધી અને સમસ્યાઓ સમજવા માટે લોકોને મળ્યા હતા.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT