IND vs ZIM: Rohit-Virat ના સંન્યાસ બાદ ટીમ ઈન્ડિયામાં 3 વિસ્ફોટક ખેલાડીઓનું થયું ડેબ્યૂ

ADVERTISEMENT

શુભમન ગિલ અને વી.વી.એસ લક્ષ્મણની તસવીર
Team India
social share
google news

IND vs ZIM : રોહિત શર્માની કેપ્ટનશીપવાળી ચેમ્પિયન ટીમ ઈન્ડિયા T20 વર્લ્ડ કપ 2024નો ખિતાબ જીત્યા બાદ જશ્નમાં ડૂબી છે. આ વચ્ચે શુભમન ગીલની કેપ્ટનશીપમાં ટીમ ઈન્ડિયા હવે ઝિમ્બાબ્વે સામેની પાંચ મેચની T20 શ્રેણી માટે સંપૂર્ણ રીતે તૈયાર છે. તેની પ્રથમ T20 મેચમાં ત્રણ ભારતીય ખેલાડીઓને ઝિમ્બાબ્વે સામે ડેબ્યૂ કરવાની તક મળી. જેમાં સનરાઇઝર્સ હૈદરાબાદ માટે IPL 2024ની સિઝનમાં ધમાકેદાર બેટિંગ કરનાર અભિષેક શર્માનું નામ પણ સામેલ છે.

આ ત્રણ ખેલાડીઓને તક મળી

શુભમન ગિલે તેના ખાસ મિત્ર અભિષેક શર્માને સામેલ કર્યો છે, જે તેના રાજ્ય પંજાબથી આવે છે. આ બંને ખેલાડીઓ હવે ટીમ ઈન્ડિયા માટે ઓપનિંગ કરતા જોવા મળશે. જ્યારે અભિષેક શર્મા સિવાય ધ્રુવ જુરેલ અને રિયાન પરાગને પણ ડેબ્યૂ કરવાની તક મળી છે.

જુરેલ, અભિષેક અને પરાગનું પરફોર્મન્સ

ધ્રુવ જુરેલે તાજેતરમાં ટેસ્ટ ક્રિકેટમાં અને પછી IPL 2024 સીઝનમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. જેના માટે તેને ઈનામ મળ્યું હતું. આ સાથે રાજસ્થાન રોયલ્સ તરફથી રમતા અન્ય ખેલાડી રિયાન પરાગને પણ ડેબ્યૂ કરવાની મોટી તક મળી છે. રોહિત શર્મા અને વિરાટ કોહલીની નિવૃત્તિ બાદ હવે આ યુવાનો પાસે તેમની જગ્યા ભરવાની મોટી તક છે. યશસ્વી જયસ્વાલ હજુ આવ્યો નથી, અભિષેક શર્મા હવે ઓપનિંગમાં પોતાને સાબિત કરવા માંગશે. જ્યારે જુરેલ પણ મિડલ ઓર્ડરમાં જગ્યા બનાવવા માંગશે. અભિષેકે 2024 IPL સિઝનની 16 મેચમાં બેટ વડે 484 રન બનાવ્યા હતા. જ્યારે જુરેલે 14 મેચમાં 195 રન બનાવ્યા હતા અને રિયાન પરાગે IPL 2024 સીઝનની 15 મેચમાં 573 રન બનાવ્યા હતા.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT