IND vs AUS World Cup 2023: ભારતની વિજયી શરૂઆત, કોહલી-રાહુલે આબરૂ બચાવી

ADVERTISEMENT

The World Cup started with India's victory in the first match
The World Cup started with India's victory in the first match
social share
google news

IND vs AUS LIVE Score, World Cup 2023 India vs Australia: આજે ભારતીય ટીમ ICC ક્રિકેટ વર્લ્ડ કપ 2023 માં તેની પ્રથમ મેચ રમી રહી છે. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની આ મેચ ચેન્નાઈના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં છે. આ મેચમાં ઓસ્ટ્રેલિયન ટીમ 199 રનમાં ઓલઆઉટ થઇ ગઇ હતી. 49.3 ઓવરમાં જ 199 રનમાં પુર્ણ થઇ ચુકી છે. 200 રનનો આંકડો પાર કરવાના ઇરાદે રમવા માટે ઉતરેલી ભારતીય ટીમની સ્થિતિ પણ ખસ્તા થઇ ચુકી છે.

વન-ડે વર્લ્ડ કપ 2023 માં ભારતીય ટીમે શાનદાર પ્રદર્શન કરતા જીત સાથે શરૂઆત કરી છે. પોતાની પહેલી જ મેચમાં ઓસ્ટ્રેલિયાને 6 વિકેટથી શરમજનક રીતે પરાજિત કર્યું છે. ચેન્નાઇમાં રમાઇ રહેલી આ મેચ ખુબ જ રોમાંચક રહી જેમાં રવીંદ્ર જાડેજા બાદ વિરાટ કોહલી અને કેએલ રાહુલે શાનદાર પ્રદર્શન કર્યું હતું.

ADVERTISEMENT

FIFTY for King Kohli! 👑

A quality half-century in the chase as the 💯 comes up for #TeamIndia!

Follow the Match ▶️ https://t.co/ToKaGif9ri#CWC23 | #INDvAUS | #TeamIndia | #MeninBlue pic.twitter.com/jaIta4J5JR

— BCCI (@BCCI) October 8, 2023

India vs Australia World Cup 2023 Match Live Score: ભારતીય ટીમે આઇસીસી વન ડે વર્લ્ડ કપ 2023 ની શરૂઆત જીત સાથે કરી છે. ચેન્નાઇમાં એમએ ચિદંબરમ સ્ટેડિયમમાં રમાઇ રહેલી આ મેચમાં ભારતીય ટીમે ઓસ્ટ્રેલિયાને 6 વિકેટથી શરમજનક પરાજય આપ્યો છે. આ વર્લ્ડકપમાં કંગારુ ટીમની આ પહેલી મેચ હતી.

મેચમાં પહેલા સ્ટાર સ્પિનર રવીંદ્ર જાડેજા અને કુલદીપ યાદવે પોતાની બોલિંગથી ઓસ્ટ્રેલિયન ટીમને 199 રન પર ઢેર કરી દીધા. જાડેજાએ 3 અને કુલદીપે 2 વિકેટ ઝડપી લીધી હતી. ત્યાર બાદ ભારતની ટીમને 200 રનનું સરળ લક્ષ્યાંક મળ્યું, પરંતુ એક સમયે તે પણ અશક્ય લાગી રહ્યું હતું.

ADVERTISEMENT

ADVERTISEMENT

1⃣5⃣0⃣ partnership up now between Virat Kohli & KL Rahul 👏👏#TeamIndia need 48 runs more to win now 👌👌

Follow the Match ▶️ https://t.co/ToKaGif9ri#CWC23 | #INDvAUS | #TeamIndia | #MeninBlue pic.twitter.com/mQVyiUsXb1

— BCCI (@BCCI) October 8, 2023

કોહલી-રાહુલની 165 રનની ભાગીદારી
શરૂઆતી ત્રણ વિકેટ ટપોટપ 2 રનમાં જ પડી ગયા બાદ ફેન્સને લાગી રહ્યું હતું કે, ભારતીય ટીમ આ મેચ હારી જશે અથવા તો તેના માટે આ મેચ જીતવી સરળ નહી હોય. તેવામાં કોહલીએ 116 બોલમાં 85 રન અને કે.એલ રાહુલે 115 બોલમાં અણનમ 97 રન બનાવીને ઓસ્ટ્રેલિયન ટીમના ઝડબામાંથી જીત છીનવી લીધી હતી. બંન્નેની શાનદાર રમતના આધારે ટીમે 4 વિકેટના નુકસાને 41.2 ઓવરમાં જ 201 રન બનાવીને લક્ષ્યાંક પાર પાડ્યો હતો.

મેચમાં કોહલી અને રાહુલે પાંચમી વિકેટે 165 રનની શાનદાર પાર્ટનરશીપ કરી હતી. બંન્નેએ આખી બાજી સંભાળીને બેટિંગ કરી અને જ્યારે જ્યારે તક મળી ત્યારે ખુબ જ ઝડપથી રન બનાવીને શક્ય તેટલું ઝડપી ટાર્ગેટ સુધી પહોંચવાનો પ્રયાસ કર્યો. બોલર જોશ હેઝલવુડે 3 અને મિચેલ સ્ટાર્કે 1 વિકેટ ઝડપી હતી.

ટોપના બેટ્સમેન પોતાનું ખાતુ પણ ખોલી શક્યા નહોતા.
ભારતીય ટીમની શરૂઆત ખુબ જ ખરાબ રહી હતી. ભારતીય ટીમે શરૂઆતની 2 ઓવરમાં જ 3 વિકેટ ગુમાવી દીધી હતી. કેપ્ટન રોહિત શર્મા, ઇશાન કિશન અને શ્રેયસ અય્યર ખાતુ પણ ખોલી શક્યા નહોતા. ત્રણેય સ્ટાર પ્લેયર ઝીરો પર આઉઠ થઇ ગયા બાદ વિરાટ કોહલી અને કેએલ રાહુલે બાજી સંભાળી હતી અને ઓસ્ટ્રેલિયન ટીમને પરાજીત કરી હતી.

6.2 ઓવર બાદ ભારતનો સ્કોર ત્રણ વિકેટ પર 19 રન છે. વિરાટ કોહલી 11 રન અને કે.એલ રાહુલ 5 રન પર રમી રહી છે. ભારતને જીતવા માટે હજી પણ 181 રનની જરૂર છે. શ્રેયસ અય્યર પણ ખાતુ નથી ખોલી શક્યા. શ્રેયસને જોશ હેઝલવુડે આઉટ કર્યા છે. શ્રેયસનો કેચ ડેવિડ વોર્નરે ઝડપી લીધો હતો. ભારતનો સ્કોર ત્રણ વિકેટ પર 2 રન છે.

ભારતીય કેપ્ટન રોહિત શર્મા પણ આઉટ થઇ ચુક્યો છે. રોહિત શર્મા જોશ હેઝલવુડે LBW આઉટ કર્યો. રોહિત પણ પોતાનું ખાતુ ખોલી શક્યો નહોતો. ભારતને પહેલી ઓવરમાં જ મોટો ઝટકો લાગી ગયો હતો. ઇશાન કિશન કોઇ રન બનાવ્યા વગર જ પેવેલિયન ખાતે પરત ફર્યો હતો. ઇશાનને મિચેલ સ્ટાર્કે સ્લિપમાં કેમરન ગ્રીનના હાથે કેચ કરાવ્યો. ભારતનો સ્કોર 2/1 છે. રોહિત શર્મા અને વિરાટ કોહલી ક્રીઝ પર રમી રહ્યા છે.

    follow whatsapp

    ADVERTISEMENT