16 વર્ષ પહેલા આજના દિવસે જ ટીમ ઈન્ડિયામાં પહેલીવાર રમ્યા હતા વિરાટ કોહલી, જુઓ કેવું રહ્યું હતું પ્રદર્શન

ADVERTISEMENT

Indian Cricket Team
વિરાટ કોહલી
social share
google news

Virat Kohli: ભારતીય ક્રિકેટ ટીમ (Indian Cricket Team)ના દિગ્ગજ ખેલાડી અને પૂર્વ કેપ્ટન વિરાટ કોહલી(Virat Kohli) વિસ્ફોટક બેટિંગ માટે દુનિયાભરમાં જાણીતા છે. તેમણે ક્રિકેટ જગતમાં ઘણા રેકોર્ડ પણ પોતાના નામે કર્યા છે. વિરાટ કોહલી આજે ભલે દુનિયામાં લોકપ્રિય હોય અને કરોડો લોકો તેમને ચાહતા હોય, પરંતુ તેમની પહેલી ઈન્ટરનેશનલ મેચ તેમના માટે બિલકુલ પર સારી રહી નહતી. આજથી બરાબર 16 વર્ષ પહેલા તેમણે ટીમ ઈન્ડિયા માટે પ્રથમ વખત ઈન્ટરનેશલ મેચ (International match) રમી હતી. ચાલો આ રિપોર્ટમાં જાણીએ કે તેમનું પ્રદર્શન કેવું રહ્યું.

કેવું રહ્યું હતું ડેબ્યું?

વિરાટ કોહલીએ તેમની પહેલી ઈન્ટરનેશનલ વનડે મેચ વર્ષ 2008માં રમી હતી. આ વર્ષે વિરાટ કોહલીએ પોતાની કપ્તાનીમાં અંડર-19 ટીમને વર્લ્ડ કપનો ખિતાબ જીતાવ્યો હતો. જે બાદ તેમને શ્રીલંકા પ્રવાસ માટે ટીમમાં પસંદ કરવામાં આવ્યા હતા. અંડર-19 વર્લ્ડ ચેમ્પિયન કેપ્ટન પાસેથી તેની ડેબ્યૂ મેચમાં શાનદાર પ્રદર્શનની અપેક્ષા હતી, પરંતુ વિરાટ કોહલી 18 ઓગસ્ટ, 2008ના રોજ રમાયેલી તેમની પ્રથમ મેચમાં માત્ર 12 રન જ બનાવી શક્યા હતા. મહેન્દ્ર સિંહ ધોનીની કપ્તાનીમાં ટીમ ઈન્ડિયા આ મેચ 8 વિકેટથી હારી ગઈ હતી. આ મેચમાં વિરાટ કોહલીએ ગૌતમ ગંભીર સાથે ઓપનિંગ કરી હતી. તેમણે 12 રનની ઈનિંગમાં 1 ફોર પણ ફટકારી હતી. જોકે, વિરાટ કોહલીએ 22 બોલમાં આ 12 રન બનાવ્યા હતા.

ટેસ્ટ અને T20 ક્રિકેટમાં ડેબ્યૂ મેચ કેવી રહી?

વનડે ક્રિકેટ પછી વિરાટ કોહલીએ ટીમ ઈન્ડિયા માટે 2010માં ઝિમ્બાબ્વે સામે T20 ક્રિકેટમાં ટીમ ઈન્ડિયા માટે ડેબ્યુ કર્યું હતું. 12 જૂન, 2010ના રોજ રમાયેલી તેમની પહેલી ટી20 મેચમાં વિરાટ કોહલીએ 21 બોલમાં 26 રન બનાવ્યા હતા. તેમણે ટીમ ઈન્ડિયાને 6 વિકેટથી જીત અપાવી હતી. આ ઈનિંગ દરમિયાન વિરાટ કોહલીએ 1 સિક્સ અને 3 ફોર ફટકારી હતી. જો ટેસ્ટ ક્રિકેટની વાત કરીએ તો વિરાટ કોહલીએ 20 જૂન 2011ના રોજ ટેસ્ટ ક્રિકેટમાં ડેબ્યૂ કર્યું હતું. આ મેચ વેસ્ટ ઈન્ડિઝ સામે રમાઈ હતી. આ મેચમાં વિરાટ કોહલી પહેલી ઈનિંગમાં 4 રન બનાવીને આઉટ થયા હતા. જ્યારે બીજી ઈનિંગમાં તેમણે 54 બોલ રમીને 15 રન બનાવ્યા હતા.

ADVERTISEMENT

અત્યાર સુધી કેવું રહ્યું છે કરિયર?

વિરાટ કોહલીએ તેમના કરિયરમાં અત્યાર સુધી કુલ 113 ટેસ્ટ, 295 વનડે અને 125 ટી20 ઈન્ટરનેશનલ મેચ રમી છે. તેમણે ટેસ્ટ ક્રિકેટની 191 ઇનિંગ્સમાં 8848 રન બનાવ્યા છે. આમાં તેમણે 29 સદી અને 30 અડધી સદી ફટકારી છે. તેમનો સર્વોચ્ચ વ્યક્તિગત સ્કોર અણનમ 254 રન  રહ્યો છે. તો વિરાટ કોહલીએ વનડે ક્રિકેટની 283 ઈનિંગ્સમાં 13906 રન બનાવ્યા છે, જેમાં 50 સદી અને 72 અડધી સદી સામેલ છે. T20 ક્રિકેટની વાત કરીએ તો વિરાટ કોહલીએ 117 ઈનિંગ્સમાં કુલ 4188 રન બનાવ્યા છે, જેમાં 1 સદી અને 38 અડધી સદી સામેલ છે.
 

    follow whatsapp

    ADVERTISEMENT