શુભ કામ કરતા પહેલા કેમ ખાવામાં આવે છે દહીં ખાંડ, શું આ ખરેખર હોય છે શુભ?

ADVERTISEMENT

curd sugar
શું હકીકતમાં દહીં-ખાંડ ખાવી હોય છે શુભ?
social share
google news

દહીં-ખાંડ ખવડાવવી એ હિન્દુ ધર્મની એક મહત્વપૂર્ણ પરંપરાગત પ્રથા છે. એવું માનવામાં આવે છે કે દહીં અને ખાંડ ખાવી શુભ હોય છે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર, આનાથી કુંડળીમાં ચંદ્રની સ્થિતિને મજબૂત બનાવે છે. જ્યારે આપણે કોઈ ખાસ કામ માટે ઘરની બહાર જઈએ છીએ. જેમ કે યાત્રાએ જતા પહેલા, પરીક્ષા કે ઈન્ટરવ્યુ આપવા જતાં પહેલા પરિવારના સભ્યો દહીં-ખાંડ ખાવાની સલાહ આપે છે.

ઘણી વખત તમારી માતા કે દાદીએ તમને દહીં અને ખાંડ ખવડાવી હશે, એવું કહીને કે દહીં-ખાંડ ખાધા પછી ઘરની બહાર નીકળવું શુભ હોય છે. પરંતુ શું ખરેખર દહીં અને ખાંડ ખાવી શુભ હોય છે? ચાલો જાણીએ શું છે દહીં અને ખાંડ પાછળનું લોજિક.

પંચ તત્વોમાંથી એક છે દહીં

વાસ્તવમાં, દહીંને હિન્દુ ધર્મના પાંચ અમૃત તત્વોમાંથી એક માનવામાં આવે છે. તેથી દહીંનું મહત્વ ઘણું વધી જાય છે. દહીંનો ઉપયોગ અનેક ધાર્મિક વિધિઓમાં પણ થાય છે. ભગવાન શિવને દહીંથી અભિષેક કરવામાં આવે છે. તો પંચામૃત બનાવવા માટે પણ દહીં જરૂરી છે.

ADVERTISEMENT

ચંદ્ર ગ્રહથી મળે છે શુભ ફળ

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, દહીં અને ખાંડ બંનેનો રંગ સફેદ હોય છે. સફેદ રંગનો સંબંધ ચંદ્ર સાથે છે. આવી સ્થિતિમાં દહીં અને ખાંડ એકસાથે ખાવાથી ચંદ્ર ગ્રહથી શુભ ફળ મળે છે.

કામમાં મળે છે સફળતા!

ચંદ્રની મજબૂત સ્થિતિને કારણે કુંડળીનો ભાગ્ય પક્ષ પણ મજબૂત બને છે અને મન શાંત રહે છે. તેનાથી વ્યક્તિને દરેક કામમાં સફળતા મળે છે.

ADVERTISEMENT

સ્વાસ્થ્ય માટે ફાયદાકારક

સાથે જ દહીં-ખાંડ ખાવી સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક છે. કારણ કે દહીંમાં ઘણા વિટામિન્સ અને મિનરલ્સ પણ મળી આવે છે, જે શરીરને ઠંડક પ્રદાન કરે છે. ખાંડમાં ગ્લુકોઝ હોય છે, જે શરીરને ઉર્જા પ્રદાન કરે છે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT