Vastu Tips: પગારમાં વધારો...નોકરીમાં પ્રમોશન...ઓફિસના ટેબલ પર રાખો આ પાંચ વસ્તુઓ

ADVERTISEMENT

Vastu Tips
ઓફિસના ટેબલ પર રાખો આ પાંચ વસ્તુઓ
social share
google news

Vastu Tips:  હિન્દુ ધર્મમાં વાસ્તુશાસ્ત્રનું વિશેષ મહત્વ છે. તેનાથી ઘરની સુખ-શાંતિ, સમૃદ્ધિ અને પ્રગતિ પર ખાસ પ્રભાવ પડે છે. વાત કરીએ ઓફિસ સંબંધિત વાસ્તુની, તો તેનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી હોય છે, કારણ કે ઓફિસની સકારાત્મક ઉર્જા તેના પર જ નિર્ભર હોય છે અને તેની સીધી અસર વ્યક્તિની કાર્યશૈલી અને તેમની પ્રગતિ પર પડે છે.

આવી સ્થિતિમાં ઓફિસના ડેસ્ક પર શું રાખવું જોઈએ તે જાણવું જરૂરી છે, જેથી નોકરીમાં પ્રગતિ થાય. ચાલો આ લેખમાં જ્યોતિષ પાસેથી જાણીએ કે ઓફિસના ડેસ્ક પર શું રાખવું જોઈએ, જેથી સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે અને નોકરીમાં પ્રમોશનના યોગ બને. 

ક્રિસ્ટલ ધાતુ

વાસ્તુશાસ્ત્ર અનુસાર, ઓફિસના ડેસ્ક પર ક્રિસ્ટલ ધાતુ રાખો. તેને ઉત્તર-પૂર્વ દિશા તરફ રાખો. આનાથી તમારા કામમાં ક્યારેય કોઈપણ પ્રકારની અડચણ નહીં આવે અને તમારા બધા અટકેલા કામ પૂરા થઈ જશે.

ADVERTISEMENT

આ પણ વાંચોઃ સૂર્યાસ્ત બાદ ભૂલથી પણ ન કાપતા નખ, નહીં તો વેઠવું પડશે ગંભીર પરિણામ

 

વાંસનો છોડ

ઓફિસના ડેસ્ક પર વાંસનો છોડ રાખવો ખૂબ જ શુભ માનવામાં આવે છે. તેને લગાવવાથી વ્યક્તિને ક્યારેય આળસ આવતી નથી અને આસપાસનું વાતાવરણ પણ સકારાત્મક રહે છે.

ADVERTISEMENT

ગૌતમ બુદ્ધની મૂર્તિ

ઓફિસ ડેસ્ક પર ભગવાન ગૌતમ બુદ્ધની મૂર્તિ અવશ્ય રાખો, તેનાથી માનસિક શાંતિ મળે છે અને કામમાં એકાગ્રતા બની રહે છે. 

ADVERTISEMENT

આ પણ વાંચોઃ વાસ્તુ મુજબ ઘરમાં ખાસ રાખો આ શુભ વસ્તુઓ, ઘરમાં નહીં સર્જાય પૈસાની તંગી

 

ભગવાન ગણેશની મૂર્તિ

ઓફિસ ડેસ્ક પર ભગવાન ગણેશની મૂર્તિ રાખવાથી વ્યક્તિની નોકરીમાં કોઈ અડચણ આવતી નથી અને હંમેશા કરિયરમાં સફળતા મળે છે. તમારે ભગવાન ગણેશની મૂર્તિ પૂર્વ કે ઉત્તર દિશામાં રાખવી જોઈએ.

નોંધ: આ લેખમાં લખેલી માહિતીની જાણકારી તેની વિશ્વસનીયતાની ગેરંટી નથી. તેને જુદા જુદા માધ્યમો/જ્યોતિષ/પંચાગ/માન્યતાઓ/ધર્મગ્રંથોથી લઈને તમારા સમક્ષ પહોંચાડવામાં આવી છે. અમારો ઉદ્દેશ્ય માત્ર જાણકારી પહોંચાડવાનો છે. આથી વાંચકો તેને માત્ર જાણકારીના સંદર્ભમાં લે.

    follow whatsapp

    ADVERTISEMENT