ઘરની આ દિશામાં ક્યારેય ન રાખતા સોના અને ચાંદીના દાગીના, માં લક્ષ્મીજી થઈ જશે નારાજ

ADVERTISEMENT

Vastu Tips
અહીં રાખો સોના ચાંદીના દાગીના
social share
google news

Vastu Tips : ભલે સમયની સાથે પૈસા, સોનું અને ચાંદી રાખવાની જગ્યા બદલાઈ ગઈ હોય, પરંતુ શાસ્ત્રોમાં દિશા વિશે કેટલીક બાબતો જણાવવામા આવી છે, જેને બદલી શકાતી નથી. સરળ ભાષામાં કહીએ તો તમે જ્યાં સોના-ચાંદીના દાગીના રાખો છે તે જગ્યાનું ખાસ મહત્વ હોય છે. દરેક દિશા માટે વાસ્તુશાસ્ત્રમાં અલગ-અલગ મંતવ્યો છે. યોગ્ય દિશામાં યોગ્ય વસ્તુને રાખવાથી વ્યક્તિનું જીવન  બદલાઈ શકે છે. જોકે, ખોટી દિશાઓમાં વસ્તુઓ રાખવાથી નુકસાનનો પણ સામનો કરવો પડી શકે છે. 

વાસ્તુ શાસ્ત્રમાં દિશાનું ઘણું મહત્વ

વાસ્તુ શાસ્ત્રમાં યોગ્ય દિશા અને જગ્યાનું ખાસ મહત્વ જણાવવામાં આવ્યું છે. તમારા માટે એ જાણવું જરૂરી છે કે તમે ઘરમાં ક્યાં કઈ વસ્તુ રાખી રહ્યા છો અને તેનું સકારાત્મક પરિણામ મળી રહ્યું છે કે નકારાત્મક. આજે અમે તમને સોના-ચાંદીના દાગીના રાખવાની સાચી દિશા અને યોગ્ય સ્થાન વિશે જણાવવા જઈ રહ્યા છીએ. ચાલો જાણીએ કે સોના અને ચાંદીના દાગીના ક્યાં રાખવા જોઈએ. 

ઘરમાં ક્યાં રાખવી તિજોરી?

વાસ્તુશાસ્ત્ર અનુસાર, ઘરમાં તિજોરીને યોગ્ય દિશામાં રાખવી જોઈએ. જો તમે તિજોરીને ખોટી જગ્યાએ રાખશો તો તેમાં ક્યારેય પૈસા ટકશે નહીં. ઘરમાં કોઈ બરકત નહીં રહે અને માં લક્ષ્મી તમારાથી નારાજ થઈ જશે. તેથી ધ્યાનમાં રાખો કે તિજોરી દક્ષિણ દિશા તરફ રાખવી જોઈએ જે ખોલવા પર ઉત્તર દિશા તરફ ખુલશે. જો તમે ઈચ્છો તો તેને પશ્ચિમ દિશામાં પણ રાખી શકો છો, પરંતુ તિજોરીનો દરવાજો પૂર્વ તરફ ખુલવો જોઈએ.

ADVERTISEMENT

આ દિશામાં રાખો દાગીના

વાસ્તુશાસ્ત્ર અનુસાર, ઘરની ઉત્તર દિશામાં માં લક્ષ્મીનો વાસ હોય છે. સાથે જ કુબેર દેવતા પણ વિરાજમાન હોય છે. તેથી ઉત્તર દિશાને તિજોરી રાખવા માટે ઉત્તમ માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આ દિશામાં સોના-ચાંદીના દાગીના અને પૈસા રાખવાથી લાભ થાય છે. હંમેશામાં તેમાં વધારો થાય છે અને માં લક્ષ્મીની સાથે કુબેર દેવતા પણ મહેરબાન રહે છે. 

ભૂલથી પણ અહીં ન રાખતા સોના-ચાંદીના દાગીના

જે રીતે સોના-ચાંદીના દાગીને ઉત્તર દિશામાં રાખવા શુભ માનવામાં આવે છે, તેવી જ રીતે તેને રાખવા માટે અશુભ જગ્યા પણ છે. સોના-ચાંદીના ઘરેણાં ક્યારેય પશ્ચિમ દિશામાં ન રાખો. તેને અહીં રાખવાથી તમારે આર્થિક નુકસાનનો સામનો કરવો પડી શકે છે.
 

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT