LIVE Darshan: શ્રાવણ માસના પહેલા સોમવારે સોમનાથ મહાદેવને કરાયો ભસ્મ શૃંગાર, કરો દર્શન
સમગ્ર દેશભરમાં શ્રાવણ મહિનાની ભાવભેર ઉજવણી કરવામાં આવી રહી છે. આજે શ્રાવણ માસની શરૂઆત થઈ છે અને સોમવાર પણ છે ત્યારે સોમનાથ મહાદેવને ભસ્મના શણગારથી શોભાયમાન કરવામાં આવ્યા હતા.
ADVERTISEMENT
Somnath Mahadev Darshan : સમગ્ર દેશભરમાં શ્રાવણ મહિનાની ભાવભેર ઉજવણી કરવામાં આવી રહી છે. આજે (5-8-2024) શ્રાવણ માસની શરૂઆત થઈ છે અને સોમવાર પણ છે ત્યારે સોમનાથ મહાદેવને સવારે ભસ્મના શણગારથી શોભાયમાન કરવામાં આવ્યા હતા.
મધ્યાહન સમયે સોમનાથ મહાદેવનો શૃંગાર
સોમનાથ મહાદેવને ભસ્મ અતિપ્રિય હોવાને કારણે પણ આજનો શૃંગાર ખૂબ જ મહત્વનો માનવામાં આવે છે. મહાદેવને સ્મશાનના દેવ તરીકે પણ પૂજવામાં આવે છે. ત્યારે મહાદેવે તેમના શરીર પર ભસ્મને ધારણ કરી હતી. ત્યારથી મહાદેવને ભસ્મના શણગારનું પણ ખૂબ ધાર્મિક મહત્વ છે. ત્યારે આજે સોમનાથ ખાતે મહાદેવના દર્શન કરવા માટે આવતા શિવ ભક્તોએ મહાદેવને પ્રિય એવા ભસ્મના શણગારના દર્શન કરીને ભારે ધન્યતા પ્રાપ્ત કરી હતી.
ADVERTISEMENT
ADVERTISEMENT