Shravan 2024 : મહાદેવ થઈ જશે ક્રોધિત, શ્રાવણ મહિનામાં ન કરતા આ ભૂલો

ADVERTISEMENT

શ્રાવણ 2024
Shravan 2024
social share
google news

Shravan 2024 :  થોડા દિવસ પછી શ્રાવણ મહિનો શરૂ થવા જઈ રહ્યો છે. હિન્દુ ધર્મમાં શ્રાવણ મહિનાને ખૂબ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. આ વર્ષે શ્રાવણ મહિનો 5 ઓગસ્ટથી શરૂ થવા જઈ રહ્યો છે. હકીકતમાં દેવશયની એકાદશી તિથિ પર સંસારના પાલનહાર ભગવાન વિષ્ણુ ચાર મહિના સુધી યોગ નિદ્રામાં ચાલ્યા જાય છે અને ભગવાન ભોળાનાથ સૃષ્ટિના સંચાલનનો ભાર પોતાના ખંભા લે છે. શ્રાવણ મહિનાને શિવજીની આરાધના માટે  ખૂબ જ શુભ માનવામાં આવે છે. શ્રાવણ મહિનામાં ભગવાન શિવજીની પૂજા કરવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે જે વ્યક્તિ શ્રાવણ મહિનામાં સોમવારે ઉપવાસ રાખે છે અને ભગવાન ભોળાનાથની પૂજા કરે છે તેઓના જીવનમાં સુખ અને સમૃદ્ધિ વધે છે. 


જો શ્રાવણ મહિનામાં પરીણિત મહિલાઓ સોમવારે ઉપવાસ રાખે છે, તો ભગવાન ભોળાનાથ તેમને સૌભાગ્યનું વરદાન આપે છે. શ્રાવણ મહિનામાં શિવલિંગ પર જળાભિષેક કરવાથી અનેકગણો લાભ થાય છે. શ્રાવણ મહિનામાં વ્રત, પૂજા અને નિયમોનું પાલન વિશેષ રૂપથી કરવામાં આવે છે. કેટલાક કાર્યો એવા છે જેને શ્રાવણ માસ દરમિયાન ભૂલથી પણ ન કરવા જોઈએ. આવા કાર્યો કરવાથી ભગવાન ભોળનાથ ક્રોધિત થઇ જાય છે. તો જાણી લો આ કામ વિશે...

શ્રાવણ મહિનામાં ન કરતા આ ભૂલો

- પવિત્ર શ્રાવણ માસમાં ખાવા-પીવાની ચીજોમાં વિશેષ કાળજી લેવી જોઈએ. પવિત્ર મહિનામાં માંસ-માછલીનું સેવન ન કરવું જોઈએ. આ મહિના દરમિયાન ભક્તોએ સાદું ભોજન જ લેવું જોઈએ.

ADVERTISEMENT

- શ્રાવણ માસમાં લીલા પાંદડાવાળા શાકભાજીનું સેવન ન કરવું જોઈએ, કારણ કે શ્રાવણમાં લીલા શાકભાજીમાં પિત્ત વધારતા તત્વનું પ્રમાણ વધી જાય છે. આ સિવાય શ્રાવણ માસમાં વરસાદ પડે છે, વરસાદને કારણે જીવજંતુઓ અને જીવાતમાં પણ વધારો થાય છે, પાંદડાવાળા શાકભાજીમાં જીવાત આવે છે. તેથી તેનું સેવન ન કરવું જોઈએ. 

- ક્યારેય ભૂલથી પણ શિવલિંગ પર હળદર ન ચઢાવવી જોઈએ. શિવલિંગ પુરુષ તત્વ સાથે સંબંધિત છે.

ADVERTISEMENT

- શ્રાવણ મહિનામાં દૂધનું સેવન ઓછું કરવું જોઈએ. આ જ વાત જણાવવા માટે જ શ્રાવણમાં દૂધથી શિવજીનો અભિષેક કરવાની પરંપરા શરૂ થઈ. 

ADVERTISEMENT

- શ્રાવણ મહિનામાં મહિલાઓનું અપમાન ન કરવું જોઈએ. આમ કરવાથી ભોળાનાથ નારાજ થઈ જાય છે. 

- શ્રાવણ મહિનામાં કોઈપણ પ્રકારના ખરાબ વિચારોને મનમાં ન લાવવા જોઈએ અને આ મહિનામાં કોઈનું અપમાન ન કરવું જોઈએ.

- શ્રાવણ મહિનામાં ઘરના દરવાજે ગાય આવે તો તેને મારીને ભગાડવાને બદલે કંઈક ખાવાનું આપવું જોઈએ.

નોંધ: આ લેખમાં લખેલી માહિતીની જાણકારી તેની વિશ્વસનીયતાની ગેરંટી નથી. તેને જુદા જુદા માધ્યમો/જ્યોતિષ/પંચાગ/માન્યતાઓ/ધર્મગ્રંથોથી લઈને તમારા સમક્ષ પહોંચાડવામાં આવી છે. અમારો ઉદ્દેશ્ય માત્ર જાણકારી પહોંચાડવાનો છે. આથી વાંચકો તેને માત્ર જાણકારીના સંદર્ભમાં લે.


 

    follow whatsapp

    ADVERTISEMENT