શનિ રાહુ મળીને બનાવશે 'શુભ યોગ', આ રાશિના જાતકો બનશે માલામાલ

ADVERTISEMENT

astro
શુભ યોગ
social share
google news

રાહુ અત્યારે ગુરુના ઘર મીન રાશિ અને નક્ષત્ર પૂર્વાભાદ્રપદમાં વિરાજમાન છે. 8 જુલાઈએ રાહુ શનિના નક્ષત્ર ઉત્તરાભાદ્રપદમાં પ્રવેશ કરશે અને 16 માર્ચ 2024 સુધી રાહુ આ નક્ષત્રમાં જ રહેશે. રાહુ શનિની જેમ જ કામ કરે છે કારણ કે એવું કહેવાય છે કે શનિવત રાહુ. રાહુ આનંદ પ્રેમી છે અને તે જે નક્ષત્રમાં જઈ રહ્યા છે તેનો સ્વભાવ પણ આનંદપ્રેમી છે. જે લોકો માટે પણ આ નક્ષત્ર સકારાત્મક છે, તેમના માટે સમય સારો રહેશે. આર્થિક સ્થિતિ સારી રહેશે, કામ પ્રત્યે સમર્પણ રહેશે અને સફળતા મળશે. શેર માર્કેટથી પણ સારો લાભ થશે. ચાલો જાણીએ રાહુના નક્ષત્ર પરિવર્તનથી કઈ રાશિઓને ફાયદો થશે-

મેષ
રાહુ શનિના નક્ષત્રમાં પ્રવેશતાની સાથે જ આ રાશિના લોકોએ મહેનત કરવી પડશે, પ્રોફેશનલ ખર્ચે વધવાનો છે, એટલે કે સ્કિલ ડેવલોપમેન્ટ માટે જો કોઈ કોર્સ કરવા માંગો છો, તો કરી શકો છો. નોકરી માટે ક્યાંક બહાર જવું પડી શકે છે. ટ્રાવેલિંગ જોબ કરતા લોકોની ભાગદોડ વધશે. સુખ પ્રાપ્તિ માટે તમારે ખર્ચ કરવો પડશે.

વૃષભ
આ રાશિના જાતકો માટે આવકના નવા રસ્તાઓ ખુલશે. જો કમાણી બંધ થઈ ગઈ છે અથવા તમે આવકની નવી તકો શોધી રહ્યા છો તો સમય સારો છે. યુવાનોને તેમની લાયકાત મુજબ રોજગાર મળવાની પ્રબળ સંભાવના છે.

ADVERTISEMENT

મિથુન
મિથુન રાશિના જાતકોએ સખત મહેનત કરવી પડશે, કિસ્મત ચમકશે પરંતુ સખત મહેનત કરતા રહો અને તમને સફળતા જરૂર મળશે. નોકરીની સાથે બિઝનેસ શરૂ કરવાનું વિચારી શકો છો, કદાચ આ દરમિયાન કોઈ કામ પણ શરૂ કરી દો.

તુલા
8 જુલાઈ બાદથી તુલા રાશિના વિદ્યાર્થીઓ માટે સમય સારો છે. જેઓ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહ્યા છે, તેઓએ સખત મહેનત કરવી પડશે, સખત મહેનત કરવામાં કોઈ કસર ન છોડવી, તો જ કિસ્મતના દરવાજા ખુલશે. વેપારીઓ અને નોકરિયાતો વિવેકબુદ્ધિથી સફળતા મળશે, તેથી વિવેકબુદ્ધિનો ઉપયોગ કર્યા વિના કોઈપણ કાર્ય ન કરો.

ADVERTISEMENT

વૃશ્ચિક
તમારે તમારી ફિલ્ડમાં વધુ મહેનત કરવી પડશે. જે લોકો રાજનીતિ સાથે જોડાયેલા છે તેમણે લોકોની વચ્ચે રહેવું પડશે, તેમની સમસ્યાઓ જાણવાનો પ્રયાસ કરવો પડશે. પબ્લિક ડીલિંગ કરનારા લોકો માટે પણ સમય ઘણો સારો છે.

ADVERTISEMENT

મકર
આર્થિક દ્રષ્ટિએ સમય ઘણો સારો છે, કારણે એટકેલા પૈસા પરત મળશે. અટકેલા કામ માટે પ્રયાસ કરો, કારણ કે ગતિ મળવાની સંભાવના છે. નાની યાત્રાના યોગ બનશે અને તેનાથી લાભ પણ થશે. 

મીન
આ રાશિના જાતકોએ નોકરીને લઈને આળસ ન બતાવવી જોઈએ, કામને પૂરો સમય આપવો જોઈએ. સખત મહેનત કરીને તમારા બોસને ખુશ કરવાનો આ સમય છે કારણ કે તમારી મહેનતથી ખુશ થયા પછી તમારા બોસ તમને પ્રમોટ કરી શકે છે.


 

    follow whatsapp

    ADVERTISEMENT