Vivah Muhurat 2024: જુલાઇમાં લગ્નના આ 8 શુભ મુહૂર્ત, પછી ચાતુર્માસ શરૂ, જાણો કયા સુધી નહીં થાય શુભ કાર્યો
July Muhurat 2024: આ વખતે દેવશયની એકાદશી 17 જુલાઇ બુધવારના દિવસે છે. આ દિવસથી ભગવાન વિષ્ણુ 4 મહિના માટે યોગ નિંદ્રામાં જતાં રહેશે, ત્યારેજ ચાતુર્માસની શરૂઆત થઈ જશે. આ દિવતથી 4 મહિના સુધી કોઈ માંગલિક કાર્ય પણ થતાં નથી
ADVERTISEMENT
July Muhurat 2024: આ વખતે દેવશયની એકાદશી 17 જુલાઇ બુધવારના દિવસે છે. આ દિવસથી ભગવાન વિષ્ણુ 4 મહિના માટે યોગ નિંદ્રામાં જતાં રહેશે, ત્યારેજ ચાતુર્માસની શરૂઆત થઈ જશે. આ દિવતથી 4 મહિના સુધી કોઈ માંગલિક કાર્ય પણ થતાં નથી. તો આવો જાણીએ કે દેવશયની એકાદશી પહેલા માંગલિક પ્રસંગ માટે કેટલા મુહૂર્ત છે. 30 જૂનએ શુક્ર મેષ રાશિમાં ઉદય થશે. જેના પછી વિવાહ જેવા બધા જ શુભ કાર્યોની શરૂઆત થઈ જશે.
જુલાઇ માસમાં વિવાહની શુભ તિથિઓ (July Vivah Shubh Dates 2024)
જુલાઈમાં લગ્ન માટે 9 થી 16 જુલાઈ સુધી 8 શુભ મુહૂર્ત રહેશે. જેમાં 9, 10, 11, 12, 13, 14, 15 અને 16 જુલાઈનો સમાવેશ થાય છે. આ પછી, સૂર્ય કર્ક રાશિમાં પ્રવેશતાની સાથે જ 118 દિવસ સુધી લગ્ન વગેરે જેવા શુભ કાર્યો શક્ય બનશે નહીં. ચાતુર્માસના કારણે લગ્ન, ગૃહ પ્રવેશ, મુંડન સંસ્કાર વગેરે જેવા અનેક શુભ કાર્યો કરી શકાતા નથી. ત્યારબાદ નવેમ્બર અને ડિસેમ્બર લગ્નના શુભ મુહૂર્ત આવશે.
નદી-નાળા છલકાશે...પુરની સ્થિતિ સર્જાશેઃ અંબાલાલ પટેલે કરી 'અતિભારે' આગાહી, કહ્યું- આ તો હજુ શરૂઆત છે
ADVERTISEMENT
નવેમ્બર 2024 લગ્નના શુભ મુહૂર્ત (November Vivah Shubh Dates 2024)
- 12 નવેમ્બર 2024, મંગળવાર બપોરે 04:04 થી રાત્રે 07:10 સુધી
- 13 નવેમ્બર 2024, બુધવાર – બપોરે 03:26 થી રાત્રે 09:48 વાગ્યા સુધી
- 16 નવેમ્બર 2024, શનિવાર – રાત્રે 11:48 થી 17 નવેમ્બર રાત્રે 06:45 સુધી
- 17 નવેમ્બર 2024, રવિવાર – 18 નવેમ્બરના રોજ સવારે 06:45 થી 06:46 સુધી
- 18 નવેમ્બર 2024, સોમવાર – સવારે 06:46 થી 07:56 સુધી
- 22 નવેમ્બર 2024, શુક્રવાર – સવારે 11:44 થી 23 નવેમ્બર સવારે 06:50 સુધી
- 23 નવેમ્બર 2024, શનિવાર – સવારે 06:50 થી 11:42 વાગ્યા સુધી
- 25 નવેમ્બર 2024, સોમવાર સવારે 01:01 થી 26 નવેમ્બર સવારે 06:53 સુધી
- 26 નવેમ્બર 2024, મંગળવાર સવારે 06:53 થી 27 નવેમ્બર સવારે 04:35 સુધી
- 28 નવેમ્બર 2024 ગુરુવાર, સવારે – 07:36 થી 29 નવેમ્બર, સવારે 06:55 સુધી
- 29 નવેમ્બર 2024, શુક્રવાર – સવારે 06:55 થી 08:39 સુધી
ડિસેમ્બર 2024 લગ્નના શુભ મુહૂર્ત (December Vivah Shubh Dates 2024)
- 4 ડિસેમ્બર 2024, બુધવાર – સાંજે 05:15 થી 05 ડિસેમ્બર સવારે 01:02 સુધી
- 5 ડિસેમ્બર 2024, ગુરુવાર – બપોરે 12:49 થી 05:26 વાગ્યા સુધી
- 9 ડિસેમ્બર 2024, સોમવાર – સવારે 02:56 થી 10 ડિસેમ્બર સવારે 01:06 સુધી
- 10 ડિસેમ્બર 2024, મંગળવાર – 11 ડિસેમ્બરના રોજ રાત્રે 10:03 થી 06:13 સુધી
- 14 ડિસેમ્બર 2024, શનિવાર – સવારે 07:06 થી બપોરે 04:58 સુધી
ADVERTISEMENT