Swapna Shastra: સપનામાં શિવલિંગના દર્શન થવાથી બદલાઈ શકે છે કિસ્મત, મળે છે આ સંકેત

ADVERTISEMENT

Dream Astrology
સપનામાં શિવલિંગ દેખાય તો થઈ જશો માલામાલ!
social share
google news

Dream Astrology: સ્વપ્ન શાસ્ત્ર  અનુસાર, દરેક સપનાથી કોઈને કોઈ સંકેત જરૂર મળે છે, જેની વ્યક્તિ અવગણના કરે છે. કેટલાક સપના જીવન માટે સારા હોય છે, તો કેટલાક ખરાબ માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે સપના ભવિષ્યની ઘટનાઓના સંકેત આપે છે. જો તમને ક્યારેય સપનામાં શિવલિંગ દેખાય છે, તો શું તમે જાણો છો કે તેનાથી કેવા પ્રકારના સંકેત મળે છે. જો તમે નથી જાણતા તો ચાલો અમે તમને આ આર્ટિકલમાં જણાવીશું કે સપનામાં શિવલિંગ દેખાવાથી કેવા પ્રકારના સંકેત મળે છે. 

મળે છે આ સંકેત

- સ્વપ્ન શાસ્ત્રનું માનીએ તો સપનામાં શિવલિંગ વારંવાર દેખાવું શુભ માનવામાં આવે છે. તેનો અર્થ એ છે કે વ્યક્તિને દેવોના દેવ મહાદેવના આશીર્વાદ મળવાના છે. સાથે જ તમને ધનની પ્રાપ્તિ પણ થવાની છે. 

- સપનામાં સફેદ શિવલિંગ દેખાવું પણ શુભ માનવામાં આવે છે. તેનાથી વ્યક્તિને તમામ બીમારીઓમાંથી પણ છુટકારો મળવાનો છે. સાથે જ તમામ મનોકામનાઓ પણ પૂર્ણ થવાની છે. 

ADVERTISEMENT

- આ સિવાય સપનામાં શિવલિંગના દર્શન થવાનો અર્થ એ છે કે વ્યક્તિને ખરાબ કાર્યોમાંથી મુક્તિ મળી ચૂકી છે અને ખરાબ સમય ખતમ થઈ ગયો છે. સાથે જ કિસ્મત ચમકવાની છે. 

- જો તમે સપનામાં શિવલિંગ પર દૂધ અર્પિત કરી રહ્યા છો, તો તે દર્શાવે છે કે મહાદેવ પ્રસન્ન છે.

ADVERTISEMENT

- આ સિવાય સપનામાં શિવલિંગની પૂજા કરવી શુભ માનવામાં આવે છે. આનો અર્થ એ છે કે વ્યક્તિને તેમના જીવનની તમામ સમસ્યાઓમાંથી મુક્તિ મળવાની છે અને તેમની મનોકામનાઓ પૂર્ણ થશે.

ADVERTISEMENT


કરો આ કામ

જો તમને સપનામાં શિવલિંગના દર્શન થાય છે, તો તમારે આગલી સવારે સ્નાન કરીને શિવ મંદિરમાં જવું જોઈએ અથવા જો આ શક્ય ન હોય તો ઘરમાં ભગવાન શિવની પૂજા કરો અને પ્રસાદી ધરાવો. સાથે જ સાચા મનથી પંચાક્ષર સ્તોત્રના પાઠ પણ કરો. 


નોંધઃ અહીં આપવામાં આવેલી જાણકારી જ્યોતિષ શાસ્ત્ર પર આધારિત છે અને માત્ર જાણકારી માટે આપવામાં આવી છે. અમે તેની પુષ્ટી નથી કરતા..
 

    follow whatsapp

    ADVERTISEMENT