રાખડી બાંધવાનો શુભ સમયઃ અશુભ ભદ્રા કાળ 5:52 AM વાગ્યાથી શરૂ, જાણો બહેનો ક્યારે બાંધી શકશે રાખડી
Raksha Bandhan 2024: ભાઈ-બહેન વચ્ચે અતૂટ પ્રેમ અને વિશ્વાસનો પર્વ રક્ષાબંધન આજે એટલે કે સોમવારે 19 ઓગસ્ટે છે. સાથે જ આજે શ્રાવણ માસનો પવિત્ર સોમવારનો દિવસ પણ છે.
ADVERTISEMENT
Raksha Bandhan 2024: ભાઈ-બહેન વચ્ચે અતૂટ પ્રેમ અને વિશ્વાસનો પર્વ રક્ષાબંધન આજે એટલે કે સોમવારે 19 ઓગસ્ટે છે. સાથે જ આજે શ્રાવણ માસનો પવિત્ર સોમવારનો દિવસ પણ છે. એટલું જ નહીં આજે સર્વાર્થ સિદ્ધિ, શોભન અને રવિ જેવા શુભ અને મહત્વપૂર્ણ યોગોનો મહાસંયોગ પણ છે. પરંતુ તેની સાથે જ રક્ષા બંધનના તહેવાર પર આજે ઘણા અશુભ યોગોની ઘેરી છાયા પણ પડી રહી છે.
રક્ષાબંધન પર 2 મહા અશુભ યોગ
ભદ્રા, રાહુ કાલ અને પંચક આજે રક્ષાબંધન પર્વના શુભ અવસરના રંગમાં ભંગ પાડી રહ્યા છે. આ અશુભ યોગોમાં રાખડી બાંધવી વર્જિત માનવામાં આવે છે. આ કારણોસર બહેનોએ રાખડી બાંધવા રાહ જોવી પડશે.
આ છે ભદ્રા કાળનો સમયગાળો
હિન્દુ પંચાગ મુજબ, આજે સવારે 5.52 વાગ્યાથી ભદ્રા કાળનો આરંભ થઈ ચૂક્યો છે. જે બપોરે 1.32 વાગ્યા સુધી ચાલશે. જો આપણે દ્રિક પંચાંગ માનીએ તો સવારના 03:04 વાગ્યા પહેલા જ ભદ્રા કાળ શરૂ થઈ ચૂક્યો છે. આ રીતે ભદ્રા લગભગ 10 કલાક સુધી પ્રભાવી રહેશે. હિન્દુ માન્યતા અનુસાર, ભદ્રા કાળમાં કોઈ પણ શુભ કામ કરવામાં આવતું નથી. આ સમયગાળા દરમિયાન રાખડી બાંધવાની પણ મનાઈ છે, નહીં તો ભાઈ-બહેન બંને પર સંકટ આવી શકે છે.
ADVERTISEMENT
આ સમયે શરૂ થશે પંચક
બહેનોએ પણ રાખડી બાંધવાના સમયને લઈને પંચકથી પણ સાવધાન રહેવાની જરૂર છે. આજે સાંજે 7.01 કલાકે પ્રદોષ કાળ પછી પંચક શરૂ થઈ રહ્યું છે, જે 23 ઓગસ્ટ સુધી ચાલશે.
આજનો રાહુ કાળ
આજે અશુભ રાહુ કાળ પણ સવારે 07:30થી 09:08 સુધી છે. પરંતુ તેનો હવે ભદ્રા કાળમાં સમાવેશ કરવામાં આવ્યો છે. જો આજે ભદ્રા પછી રાહુ કાળ પડ્યો હોત તો બહેનોને તેમના ભાઈઓને રાખડી બાંધવા માટે પણ ઓછો સમય મળત.
ADVERTISEMENT
બહેનો પાસે આટલો છે સમય
પંચાંગ અનુસાર, રક્ષાબંધન પર આ અશુભ યોગો બનવાના કારણે બહેનોને રાખડી બાંધવા માટે ખૂબ જ ઓછો સમય મળશે. આ વખતે રાખડી બાંધવાનો શુભ સમય ભદ્રકાળ પછી શરૂ થઈ રહ્યો છે.
ADVERTISEMENT
રાખડી બાંધવાનો શ્રેષ્ઠ સમયઃ આજે બપોરે 01:33થી 04:19 સાંજના સુધીનો સમય રાખડી બાંધવાનો શ્રેષ્ઠ સમય છે. આ રીતે બહેનોને રાખડી બાંધવા માટે 2 કલાક 46 મિનિટનો પૂરો સમય મળશે.
રાખડી બાંધવાનો બીજો શુભ સમયઃ આ સિવાય બહેનો પ્રદોષકાળ દરમિયાન સાંજે ભાઈને રાખડી બાંધી શકે છે. આ દિવસે પ્રદોષ કાલ સાંજે 06:56થી 09:07 સુધી રહેશે.
નોંધ: અમે દાવો કરતા નથી કે આ લેખમાં આપવામાં આવેલી માહિતી સંપૂર્ણપણે સાચી અને સચોટ છે. આને અપનાવતા પહેલા, સંબંધિત ક્ષેત્રના નિષ્ણાતની સલાહ ચોક્કસ લો.
ADVERTISEMENT