રક્ષાબંધન પર 90 વર્ષ બાદ 5 શુભ યોગ બની રહ્યો છે, સૂર્યની જેમ આ 3 રાશિઓની કિસ્મત ચમકશે
Rakshabandhan Shubh Yog: આ વર્ષે રક્ષાબંધનનો તહેવાર 19 ઓગસ્ટના રોજ સોમવારે આવી રહ્યો છે. હિન્દુ પંચાગ અનુસાર, આ વખતે રક્ષાબંધન પર 90 વર્ષ બાદ એક મોટો શુભ સંયોગ બની રહ્યો છે. રક્ષાબંધન પર 5 શુભ યોગ એકસાથે બની રહ્યા છે.
ADVERTISEMENT
Rakshabandhan Shubh Yog: આ વર્ષે રક્ષાબંધનનો તહેવાર 19 ઓગસ્ટના રોજ સોમવારે આવી રહ્યો છે. હિન્દુ પંચાગ અનુસાર, આ વખતે રક્ષાબંધન પર 90 વર્ષ બાદ એક મોટો શુભ સંયોગ બની રહ્યો છે. રક્ષાબંધન પર 5 શુભ યોગ એકસાથે બની રહ્યા છે. આ વખતે રક્ષાબંધન પર રવિ યોગ, સર્વાર્થ સિદ્ધિયોગ, સૌભાગ્ય યોગ અને શોભન હોય બની રહ્યો છે.
3 રાશિઓ માટે બનશે રક્ષાબંધન પર શુભ યોગ
આ દિવસે શ્રાવણ માસનો સોમવાર અને શ્રવણ નક્ષત્ર પણ અદભૂત સંયોગ બનાવવા જઈ રહ્યા છે. એટલે આ વખતે રક્ષાબંધનના તહેવારનું મહત્વ વધી ગયું છે. જ્યોતિષવિદોનું માનીએ તો રક્ષાબંધનનો તહેવાર 3 રાશિઓ માટે ખૂબ જ શુભ રહેવાનો છે. આવો જાણીએ આ લકી રાશિઓ વિશે.
મેષ રાશિ
રક્ષાબંધનનો તહેવાર મેષ રાશિના જાતકો માટે ખૂબ જ શુભ રહેવાનો છે. તમને કરિયરમાં સફળતા મળી શકે છે. વેપારમાં પણ નફો વધી શકે છે. ધન લાભ થશે. તમને કોઈ જૂના રોકાણથી સારું રિટર્ન મળી શકે છે. ઘર, જમીન અથવા વાહનની ખરીદી માટે પણ સમય ઉત્તમ રહેવાનો છે.
ADVERTISEMENT
ધન રાશિ
રક્ષાબંધનનો તહેવાર તમારી આર્થિક સ્થિતિને મજબૂત કરનારો રહેશે. તમને ભૌતિક સુખોની પ્રાપ્તિ થશે. પરિવારમાં સુખ-શાંતિનો માહોલ રહેશે. જો તમે પૈસાનું રોકાણ કરવા વિશે વિચારી રહ્યા હોય તો આનાથી સારો સમય નહીં મળે. કાર્યક્ષેત્રમાં પ્રગતિ થશે. કોઈ જૂના રોગથી છૂટકારો મળશે.
કુંભ રાશિ
લાંબા સમયથી આવી રહેલી પરેશાનીઓ દૂર થવાની છે. પરિવાર સાથે સારો સમય પસાર કરશો. દરેક ક્ષેત્રમાં સફળતા હાંસેલ કરી શકો છો. આર્થિક મોરચા પર પણ ખૂબ લાભ થશે. બેંક બેલેન્સ વધશે. દેવું અને ખર્ચમાં ઘટાડો થશે. ચિંતા અથવા તણાવથી મુક્તિ મળશે.
ADVERTISEMENT
રાખડી બાંધવા માટે શું છે શુભ મુહૂર્ત?
હિંદુ કેલેન્ડર મુજબ, આ વખતે રક્ષાબંધન પર, ભદ્રા 18મી ઓગસ્ટની રાત્રે 2:21 વાગ્યાથી શરૂ થશે અને બીજા દિવસે 19મી ઓગસ્ટે બપોરે 1:24 વાગ્યા સુધી ચાલશે. એટલે કે રક્ષાબંધનના દિવસે ભદ્રાની છાયા રહેશે. પરંતુ જાણકાર કહી રહ્યા છે કે આ વખતે ભદ્રા પાતાળમાં રહેશે, તેથી તેની એટલી અસર નહીં થાય અને તમે જ્યારે ઇચ્છો ત્યારે રાખડી બાંધી શકો છો. પરંતુ રાખડી બાંધવાનો સૌથી શુભ સમય બપોરે 1:30 થી 4:30 સુધીનો રહેશે. તે પછી, સાંજે પણ બહેનો તેમના ભાઈઓને સાંજે 6.39 થી 8.52 સુધી રાખડી બાંધી શકે છે.
ADVERTISEMENT
ADVERTISEMENT