નાગ પંચમી પર ભૂલથી પર ન કરતા આ કામ, મહિલાઓ ખાસ વાંચો, લાગી શકે છે દોષ!

ADVERTISEMENT

Nag Panchami 2024
નાગ પંચમી 2024
social share
google news

Nag Panchami 2024: શ્રાવણ મહિનાના શુક્લ પક્ષની પંચમીને નાગ પંચમીનો તહેવાર માનવામાં આવે છે. આ દિવસે નાગોની પૂજા કરવાથી જીવનના તમામ દુઃખ મટી જાય છે. આ વર્ષે નાગ પંચમીનો તહેવાર 9 ઓગસ્ટ એટલે કે કાલે મનાવાશે. શું તમે જાણો છો કે નાગ પંચમીના દિવસે રસોઈ ઘર (રસોડું)માં એક કામ બિલકુલ ન કરવું જોઈએ.

નાગ પંચમીના દિવસે ચુલા પર તવો ન રાખો

જ્યોતિષ શાસ્ત્રના અનુસાર, નાગ પંચમીના અવસર પર ઘરમાં રોટલી ન બનાવવી જોઈએ. જોકે, આ દિવસે ચુલા પર તવો  ચઢાવવાની મનાઈ છે. એવી માન્યતા છે કે, રસોડામાં રોટલી બનાવવા માટે લોખંડના જે તવાનો ઉપયોગ કરવામાં આવે છે. તેને નાગની ફેણ માનવામાં આવે છે. શાસ્ત્રોમાં તવાને નાગની ફેણની પ્રતિરૂપ માનવામાં આવે છે. એટલા માટે નાગપંચમી પર તવાને આગ ન બતાવવી જોઈએ. તેને આગની જ્વાળાથી દૂર રાખવું જોઈએ. આ એક ભૂલ કરવાથી રાહુ-કેતુ જનિત દોષ અને કાલસર્પ દોષ લાગે છે. આ દોષ તમારી હસતી-રમતી જિંદગીને તબાહ કરી શકે છે.

આ ભૂલ ક્યારેય ન કરો

  • નાગ પંચમીના દિવસે ભૂલથી પણ સાપને ન મારવો જોઈએ. 
  • નાગ પંચમી પર જમીન ખોદવી ન જોઈએ. ખેતરમાં હળ ન ચલાવવું જોઈએ. તેનાથી સાપને નુકસાન પહોંચી શકે છે.
  • આ દિવસે સાગ પણ ન તોડવું જોઈએ.
  • આ દિવસે સિલાઈ, અણીદાર અને ધારદાર વસ્તુઓ જેમ કે ચાકુ કે સોઈનો ઉપયોગ પણ ન કરો.
  • નાગ પંચમીના દિવસે સાપને દૂધ પિવરાવવાની માન્યતા છે, પરંતુ આવું ન કરવું જોઈએ. વૈજ્ઞાનિક રીતે સાપ માટે દૂધ ઝેર સમાન છે. તમે નાગ દેવતાની પ્રતિમા પર દૂધનો અભિષેક કરી શકો છો.

આ દિવસો પર ન બનાવો રોટલી

નાગ પંચમી સિવાય શરદ પૂર્ણિમા, શીતળા સાતમ, દિવાળી કે ઘરમાં કોઈનું મૃત્યુ થવા પર પણ તવા પર રોટલી બનાવવી વર્જિત માનવામાં આવે છે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT