જન્માષ્ટમી પર જાગશે 5 રાશિઓનું સૂતેલું ભાગ્ય! ચારેબાજુથી મળશે સફળતા અને થશે ધનલાભ

ADVERTISEMENT

Janmashtami 2024
જન્માષ્ટમી
social share
google news

Janmashtami 2024: ભગવાન શ્રી કૃષ્ણના ભક્તો માટે જન્માષ્ટમીના દિવસનું વિશેષ મહત્વ છે. આ દિવસે ઉપવાસ રાખવાની સાથે-સાથે લોકો ભગવાન કૃષ્ણની પૂજા-અર્ચના પણ કરે છે. માન્યતા છે કે જે ભક્તો આ દિવસે વ્રત રાખે છે, તેમને અક્ષય પુણ્યની પ્રાપ્તિ થાય છે. આ ઉપરાંત ઘર-પરિવારમાં ખુશીનું વાતાવરણ બન્યું રહે છે. ચાલો જાણીએ આ વર્ષે કૃષ્ણ જન્માષ્ટમીના દિવસે કયા 3 યોગ બની રહ્યા છે અને તેનાથી કઈ-કઈ રાશિના જાતકોને મહાલાભ થશે. 

જન્માષ્ટમીના દિવસે 3 યોગનો સંયોગ

વૈદિક જ્યોતિષ અનુસાર, આ વખતે કૃષ્ણ જન્માષ્ટમીના પવિત્ર દિવસે જયંતિ યોગ બની રહ્યો છે. આ યોગમાં પૂજા કરવાથી ચોક્કસપણે શુભ ફળ મળે છે. આ સિવાય આ દિવસે રોહિણી નક્ષત્ર અને સર્વાર્થ સિદ્ધ યોગનો પણ સંયોગ બની રહ્યો છે. જન્માષ્ટમીના દિવસે સવારે 6:25 વાગ્યાથી બીજા દિવસે 27 ઓગસ્ટે સવારે 6:08 વાગ્યા સુધી રોહિણી નક્ષત્ર રહેશે. 

5 રાશિઓના જાતકોને થશે લાભ!

મેષ 
શ્રી કૃષ્ણની કૃપાથી મેષ રાશિના જાતકોને ધન લાભ થઈ શકે છે. દાન-પુષ્ણના કામોમાં રસ વધશે. નોકરીયાત લોકોને કોઈ સારી કંપનીમાંથી નોકરીની ઓફર આવી શકે છે. વેપારીઓને ઘણો ફાયદો થઈ શકે છે. 

ADVERTISEMENT

તુલા
જે કામ લાંબા સમયથી અટકેલા હતા, ધીમે-ધીમે તે તમામ કામ પૂરા થઈ જશે. તુલા રાશિના જાતકોને સરકારી યોજનાનો લાભ મળી શકે છે. પારિવારિક જીવન સારું રહેશે. ઘરમાં શાંતિનું વાતાવરણ બન્યું રહેશે. રોકાણ કરવાથી સારો લાભ થઈ શકે છે. 


સિંહ
સાંજનો સમય નાના બાળકોની સાથે મોજ મસ્તી કરતા પસાર થશે. ધર્મ-કર્મના કામમાં સામેલ થવાની તક મળશે, જેના કારણે માનસિક શાંતિ મળશે. બિઝનેસમેન જે પ્રોજેક્ટ પર લાંબા સમયથી મહેનત કરી રહ્યા છે, તેમાં તેમને સફળતા મળી શકે છે.  

ADVERTISEMENT

કન્યા
કન્યા રાશિના જાતકોને કિસ્મતનો સાથ મળશે, જેના કારણે ધનની પ્રાપ્તિ થઈ શકે છે. વેપારમાં પ્રગતિ થશે. આ ઉપરાંત આવકના નવા સ્ત્રોત પણ બનશે. વિવાહિત લોકોને તેમના પરિવારના સભ્યોનો સંપૂર્ણ સહયોગ મળશે, જેના કારણે અટકેલા કામ પૂર્ણ થશે.

ADVERTISEMENT

વૃષભ
વિવાહિત જીવનની વાત કરીએ તો તમને તમારા જીવનસાથી સાથે ક્વોલિટી ટાઈમ વિતાવવાની તક મળશે. નવી મિલકત પણ ખરીદી શકો છો. જો તમે લાંબા સમયથી કોર્ટ કેસમાં અટવાયેલા છો, તો તમને રાહત મળી શકે છે.

નોંધ: આ લેખમાં લખેલી માહિતીની જાણકારી તેની વિશ્વસનીયતાની ગેરંટી નથી. તેને જુદા જુદા માધ્યમો/જ્યોતિષ/પંચાગ/માન્યતાઓ/ધર્મગ્રંથોથી લઈને તમારા સમક્ષ પહોંચાડવામાં આવી છે. અમારો ઉદ્દેશ્ય માત્ર જાણકારી પહોંચાડવાનો છે. આથી વાંચકો તેને માત્ર જાણકારીના સંદર્ભમાં લે.

    follow whatsapp

    ADVERTISEMENT