જન્મ તારીખથી જાણો ક્યા દેવી-દેવતા બનાવી શકે છે તેમને માલામાલ!
Ank Jyotish Shastra: વૈદિક અંક શાસ્ત્રમાં જન્મતિથિ (જન્મ તારીખ) એટલે કે ડેટ ઓફ બર્થ અને સમયનું ઘણું મહત્વ છે. જન્મ તારીખથી વ્યક્તિને એ દેવી-દેવતા વિશે પણ જાણવા મળે છે, જેઓ તેમના માટે લક્કી હોય છે. આ સાથે જ એવી પણ ખબર પડે છે કે તમારા માટે કઈ-કઈ વસ્તુઓ ધારણ કરવી શુભ હોય છે.
ADVERTISEMENT
Ank Jyotish Shastra: વૈદિક અંક શાસ્ત્રમાં જન્મતિથિ (જન્મ તારીખ) એટલે કે ડેટ ઓફ બર્થ અને સમયનું ઘણું મહત્વ છે. જન્મ તારીખથી વ્યક્તિને એ દેવી-દેવતા વિશે પણ જાણવા મળે છે, જેઓ તેમના માટે લક્કી હોય છે. આ સાથે જ એવી પણ ખબર પડે છે કે તમારા માટે કઈ-કઈ વસ્તુઓ ધારણ કરવી શુભ હોય છે.
અંક શાસ્ત્ર અનુસાર, જન્મ તારીખથી જ દરેક વ્યક્તિના ભાગ્યશાળી ગ્રહ અને દેવતા નિર્ધારિત થાય છે. એવામાં જો કોઈ વ્યક્તિ પોતાની જન્મતિથિ એટલે કે ડેટ ઓફ બર્થ અનુસાર દેવી-દેવતાઓની પૂજા કરે, તો એમને આશીર્વાદ મળે છે. આ સિવાય જીવનમાં સફળતા મળવાની સંભાવના પણ વધી જાય છે. આજે અમે તમને જન્મ તારીખ અનુસાર એ દેવી-દેવતાઓ વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેમની જો તમે નિયમિત રુપે પૂજા કરો છો તો તેમને જીવનમાં સફળતા મળવાની પૂરી સંભાવના છે. આ સાથે અમે તમને એવી ખાસ વસ્તું વિશે પણ જણાવશું, જેને જન્મતિથિ અનુસાર ધારણ કરવું શુભ માનવામાં આવે છે.
1, 10, 19 અને 28
જો તમારી જન્મ તારીખ 1, 10, 19 અને 28 છે, તો તમારા સ્વામી સૂર્ય ગ્રહ છે. એવામાં તમારે ભગવાન વિષ્ણુની આરાધના કરવી જોઈએ. આ સિવાય સોનાની વિટ્ટી અથવા માળા પહેરવી તમારા માટે લક્કી સાબિત થશે. આમ કરવાથી માં લક્ષ્મીજીના વિશેષ આશીર્વાદ મળશે.
ADVERTISEMENT
4,13,22 અને 31
કોઈ પણ મહિનાની 4, 13, 22 અને 31 તારીખે જન્મેલા લોકોનો સ્વામી રાહુ ગ્રહ હોય છે. એટલે તેમને ભગવાન ગણેશની પૂજા કરવી જોઈએ. સાથે જ પોતાની સાથે લાકડામાંથી બનેલી પેન રાખવી જોઈએ. આનાથી તમારી બુદ્ધીનો ધીરે-ધીરે વિકાસ થવા લાગશે.
3, 12, 21 અને 30
તમારી જન્મ તારીખ જો 3, 12, 21 અને 30 છે, તો તમારો સ્વામી ગુરુ ગ્રહ છે. આવી સ્થિતિમાં જો તમે ભગવાન વિષ્ણુની પૂજા કરો છો, તો જીવનમા સફળતા મળવાની સંભાવના વધે છે. તમારે તમારી પાસે પીળા રંગનો રુમાલ રાખવો જોઈએ.
ADVERTISEMENT
5, 14 અને 23
જો તમારી જન્મ તારીખ 5, 14 અને 23 છે, તો તમારો સ્વામી બુધ ગ્રહ છે અને તમારા માટે ભગવાન રામની પૂજા કરવી શુભ માનવામાં આવશે. આ સાથે જ લીલા રંગનું પર્સ હમેશા સાથે રાખવું. આનાથી કુંડલીમાં ગ્રહોની સ્થિતિ મજબૂત થશે, જેનાથી બધા કામમાં સફળતા મળશે.
ADVERTISEMENT
2,11,20 અને 29
જો તમારી જન્મતારીખ 2, 11, 20 અને 29 છે, તો તમારો સ્વામી ચંદ્ર ગ્રહ છે. એવામાં તમારે ભગવાન શિવની ઉપાસના કરવી જોઈએ. તમારે હંમેશા પર્સમાં ચાંદીનો સિક્કો રાખવો જોઈએ.
7, 16 અને 25
તમારી જન્મતારીખ જો 7,16 અને 25 છે, તો તમારો સ્વામી કેતુ ગ્રહ છે. જો તમે ભગવાન ગણેશની આરાધના કરો છો અને હાથમા મેટલની વોચ પહેરો છો, તો તમારું મન હંમેશા શાંત રહેશે.
9, 18 અને 27
કોઈ પણ મહિનાની 9, 18 અને 27 તારીખે જન્મેલા લોકોનો સ્વામી મંગળ ગ્રહ હોય છે. તેથી તેમણે હનુમાન દાદાની પૂજા કરવી જોઈએ. સાથે જ હાથમાં કાળો દોરો બાંધો જોઈએ. આનાથી તમને નજર નહીં લાગે, જેનાથી બધા કામમાં સફળતા મળશે.
6, 15 અને 24
કોઈ પણ મહિનાની 6, 15 અને 24 તારીખે જન્મેલા લોકોનો સ્વામી શુક્ર ગ્રહ હોય છે. જો તમે નિયમિત રીતે માતા લક્ષ્મીની પૂજા કરશો અને હીરાથી બનેલી કોઈ પણ વસ્તું ધારણ કરશો, તો તમારી તિજોરીમાંથી ક્યારેય પૈસા નહીં ખૂટે.
8, 17 અને 26
જો તમારી જન્મતારીખ 8, 17 અને 26 છે, તો તમારા સ્વામી શનિ ગ્રહ છે. એટલે તમને ભગવાન શિવ અને શનિ દેવની ઉપાસના કરવી જોઈએ. તમારે વાદળી રંગનો રુમાલ સાથે રાખવો જોઈએ. આનાથી તમારો મગજ અને મન બંને શાંત રહેશે.
ADVERTISEMENT