સવારે ઉઠતા વેત ભૂલથી પણ ન કરતા આ કામ, નહીં તો હાથ ધોઈને પાછળ પડી જશે દુર્ભાગ્ય અને ગરીબી

ADVERTISEMENT

Morning Vastu Tips
સવારે ઉઠતા વેત ન કરો આ કામ
social share
google news

Best vastu tips for Money: સવારનો સમય ખાસ હોય છે અને તે નક્કી કરે છે કે તમારો દિવસ સારો રહેશે કે ખરાબ. વાસ્તુ શાસ્ત્રમાં સવારે ઉઠતા વેત કેટલાક કામ કરવાની મનાઈ છે, જેથી નકારાત્મકતા, નુકસાન અને અસફળતાથી બચી શકાય. જો તમે આવા કામ કરશો તો સખત મહેનત કર્યા પછી પણ સારા પરિણામ નહીં મળે. 

અરીસામાં ન જોવો

વાસ્તુશાસ્ત્ર અનુસાર, આખી રાત સૂતા પછી જ્યારે કોઈ વ્યક્તિ સવારે ઉઠે છે ત્યારે શરીરની નકારાત્મક ઊર્જાનો પ્રભાવ ચહેરા પર વધારે હોય છે. તેથી સવારે ઉઠતાની સાથે જ અરીસામાં ન જોવું જોઈએ. હાથ-મોઢુ ધોયા પછી જ અરીસામાં જોવું જોઈએ. 

ગંદી વસ્તુ બેડરૂમમાં ન રાખો

સવારે ઉઠતાની સાથે જ તમારે ગંદા વાસણો, ગંદકી, કચરો વગેરે ન જોવું જોઈએ. તેથી હંમેશા રાત્રે રસોડામાં સાફ સફાઈ કર્યા પછી સૂવો. કચરાના ડબ્બાને ઢાંકેલો રાખો. સાથે જ બેડરૂમમાં કોઈ પણ ગંદી વસ્તુ ન રાખો.

ADVERTISEMENT

હિંસક પ્રાણીઓની તસવીર ન જુઓ

સવારે ઉઠતાની સાથે જ હિંસક પ્રાણીઓની તસવીરો, યુદ્ધની તસવીરો ભૂલથી પણ ન જુઓ. નહીં તો તેની નેગેટિવ અસર કરિયર, આર્થિક સ્થિતિ, સંબંધો વગેરે પર પડે છે. ઘરમાં આવી તસવીરો ન લગાવવી તે સારું છે.

બંધ ઘડિયાળ હોય તો હટાવી લો

વહેલી સવારે પડછાયો જોવો એ પણ સારું માનવામાં આવતું નથી. આમ કરવાથી નકારાત્મક ઉર્જા વધે છે. સાથે જ સવારે ઉઠાતાની સાથે જ બંધ ઘડિયાળ તરફ પણ ન જોવું જોઈએ. 

ADVERTISEMENT

ભગવાનનું નામ લો

સવારે ઉઠતાની સાથે જ તમારી બંને હથેળીઓને જોડીને જોવો. હથેળીઓમાં અનેક દેવી-દેવતાઓનો વાસ છે. સવારે ઉઠીને ભગવાનનું નામ લો. 

ADVERTISEMENT

નોંધ: આ લેખમાં લખેલી માહિતીની જાણકારી તેની વિશ્વસનીયતાની ગેરંટી નથી. તેને જુદા જુદા માધ્યમો/જ્યોતિષ/પંચાગ/માન્યતાઓ/ધર્મગ્રંથોથી લઈને તમારા સમક્ષ પહોંચાડવામાં આવી છે. અમારો ઉદ્દેશ્ય માત્ર જાણકારી પહોંચાડવાનો છે. આથી વાંચકો તેને માત્ર જાણકારીના સંદર્ભમાં લે.

    follow whatsapp

    ADVERTISEMENT