Devshayani Ekadashi 2024: 16 કે 17 જુલાઈ, ક્યારે છે દેવશયની એકાદશી? જાણો તિથિ, શુભ મુહૂર્ત અને ધાર્મિક મહત્વ

ADVERTISEMENT

Devshayani Ekadashi 2024
ક્યારે છે દેવપોઢી અગિયારસ ?
social share
google news

Devshayani Ekadashi 2024: હિન્દુ ધર્મમાં એકાદશી વ્રતનું ખાસ મહત્વ જણાવવામાં આવ્યું છે. આ વ્રત જગતના પાલનહાર ભગવાન વિષ્ણુને સમર્પિત છે. એકાદશીના દિવસે ઉપવાસ રાખવાથી અને વિધિવત પૂજા કરવાથી ભગવાન વિષ્ણુની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે. એકાદશી વ્રત દર મહિનામાં શુક્લ પક્ષ અને બીજી કૃષ્ણ પક્ષ એમ બે વાર આવે છે. અષાઢ શુક્લ પક્ષની એકાદશી તિથિને દેવશયની એકાદશી તરીકે ઓળખવામાં આવે છે. તેને હરિશયની, પદ્મનાભ અને યોગનિદ્રા એકાદશી તરીકે પણ ઓળખવામાં આવે છે.

ધાર્મિક માન્યતાઓ અનુસાર, દેવશયની એકાદશીના દિવસથી ભગવાન વિષ્ણુનો શયનકાળ પ્રારંભ થઈ જાય છે. તેથી તેને દેવશયની એકાદશી કહેવાય છે. દેવશયની એકાદશીના ચાર મહિના બાદ ભગવાન વિષ્ણુ દેવઉઠની એકાદશીના દિવસે જાગે છે. તો ચાલો જાણીએ આ વર્ષે દેવશયની એકાદશીનું વ્રત ક્યારે રાખવામાં આવશે અને પૂજા મુહૂર્તથી લઈને પારણનો સમય શું રહેશે. 

વર્ષ 2024 માં દેવશયની એકાદશી ક્યારે છે?

હિન્દુ કેલેન્ડર મુજબ, અષાઢ શુક્લ પક્ષની એકાદશી તિથિનો પ્રારંભ 16 જુલાઈ, 2024ના રોજ રાત્રે 8:33 વાગ્યાથી થશે. એકાદશી તિથિનું સમાપન 17 જુલાઈએ રાત્રે 9:02 કલાકે થશે. 17મી જુલાઈ 2024, બુધવારના રોજ દેવશયની એકાદશી વ્રત રાખવામાં આવશે.

ADVERTISEMENT

ઉપવાસના પારણાનો સમય શું છે?

એકાદશી વ્રતના પારણા બીજા દિવસે સૂર્યોદય બાદ કરવામાં આવે છે. એકાદશી વ્રતનું પારણ દ્વાદશી તિથિ સમાપ્ત થાય તે પહેલા કરવું જોઈએ. જણાવી દઈએ કે, દેવશયની એકાદશીના પારણા 18 જુલાઈના રોજ કરવામાં આવશે. દેવશયની એકાદશીના પારણાનો સાચો સમય 18 જુલાઈના રોજ સવારે 5:35થી 8:20 વચ્ચેનો રહેશે. 18 જુલાઈના રોજ સવારે 8.44 કલાકે દ્વાદશી તિથિ સમાપ્ત થશે. 

દેવશયની એકાદશીનું મહત્વ

એવું માનવામાં આવે છે કે, દેવશયની એકાદશીના દિવસથી ભગવાન વિષ્ણુ વિશ્રામ માટે ક્ષીર સાગરમાં ચાલ્યા જાય છે અને ચાર મહિના સુધી ત્યાં રહે છે. ભગવાન વિષ્ણુના શયનકાળના આ ચાર મહિના ચાતુર્માસ તરીકે ઓળખાય છે. આ ચાર મહિનામાં શ્રાવણ, ભાદ્રપદ, અશ્વિન અને કારતક માસનો સમાવેશ થાય છે. ચાતુર્માસની શરૂઆત સાથે જ લગ્ન વગેરે તમામ શુભ કાર્યો આગામી ચાર મહિના સુધી વર્જિત થઈ જાય છે. દેવશયની એકાદશીનું વ્રત રાખવાથી અને ભગવાન વિષ્ણુની સાથે માં લક્ષ્મીજીની પૂજા કરવાથી જીવનમાં સુખ-સમૃદ્ધિ બની રહે છે.

ADVERTISEMENT


નોંધ- અહીં આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થા અને લોક માન્યતાઓ પર આધારિત છે. અમે તેની પુષ્ટિ કરતા નથી. 

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT