ગુજરાતમાં અહીં આવ્યું છે દેશનું એકમાત્ર શિખર વિનાનું 5000 વર્ષ જૂનું શિવાલય, સ્વયં પાંડવોએ કરી હતી પૂજા

ADVERTISEMENT

Shiv temple
Shiv temple
social share
google news

Shravan Maas: શ્રાવણ મહિનાનો આજે બીજો સોમવાર છે. શ્રાવણ મહિનામાં ખાસ શિવ ભક્તો મંદિરમાં ભોળાનાથને બિલિપત્ર અને જળ અર્પણ કરતા જતા હોય છે. ત્યારે આજે શ્રાવણના સોમવારે અમે તેમને ગુજરાતમાં આવેલા ભગવાન શિવના એક પૌરાણિક મંદિર વિશે જણાવી રહ્યા છીએ. લોકવાયકા મુજબ, આ મંદિરનો સંબંધ પાંડવાકાળ સાથે છે અને સૌથી ખાસ વાત એ છે કે મહાદેવના આ મંદિરમાં કોઈ શિખર નથી, પરંતુ શિખર તરીકે એક વૃક્ષ છે.

બોટાદ જિલ્લાના બરવાળા તાલુકામાં ભીમનાથ મહાદેવનું 5000 વર્ષ જૂનું પ્રાચીન પૌરાણિક શિવ મંદિર આવેલું છે. મંદિર વિશે એવી લોકવાયકા છે કે પાંડવો અજ્ઞાતવાસ દરમિયાન અહીં આવેલા અને ભીમે ભગવાન શિવની સ્થાપના કરી હતી. આ પહેલું શિખર વિનાનું શિવાલય છે. ખાસ વાત એ છે કે જે વૃક્ષની નીચે ભીમે મહાદેવની સ્થાપના કરી હતી તે વરખડીનું વૃક્ષ 5000 વર્ષથી હાલ પણ અહીં મોજૂદ છે. મંદિરના પૂજારીના જણાવ્યા મુજબ, આ ભારતનું એકમાત્ર શિખર વિનાનું શિવાલય છે.

શું છે મંદિરની માન્યતા?

પ્રાચીન કથા મુજબ, વનવાસ દરમિયાન પાંડવો જ્યાં હાલ ભીમનાથ મહાદેવું મંદિર છે ત્યાં આવી પહોંચ્યા હતા. અર્જુનને નિયમ હતો કે શિવજીની પૂજા કર્યા વિના જમવું નહીં. જોકે આજુબાજુમાં શિવલિંગ ક્યાંય દેખાયું નથી, ભીમને ખૂબ ભૂખ લાગી હોવાથી તેણે વૃક્ષની નીચે શિવલિંગ આકારનો પત્થર મૂકી તેની ઉપર જંગલી ફૂલો ચડાવ્યા અને થોડા સમય પહેલા કોઈએ પૂજા કરી હોય તેવું દ્રશ્ય ઊભું કર્યું. આ બાદ ભીમ અન્ય પાંડવોને આ સ્થળે દર્શન કરવા લઈ આવ્યો. અર્જુને શિવલિંગ જોતા બાજુમાંથી વહેતી નીલકા નદીમાંથી પાણી લાવી શિવજીની પૂજા કરી અને બધાએ ભોજન લીધું. 

ADVERTISEMENT

આ બાદ ભીમે કહ્યું કે, શિવલિંગ પોતે જ ઉપજાવી કાઢ્યું હતું. અર્જુન આ વાત સાંભળી પૂજા નિષ્ફળ થઈ હોવાના કારણે રડવા લાગ્યો, અને શિવજીને પ્રાર્થના કરવા લાગ્યો. આ જોઈને ભીમે પથ્થર પર ગદાથી પ્રહાર કરીને બે ટુકડા કરી દીધા. આ સાથે જ તેમાંથી દૂધની ધારા વહેવા લાગી અને ભોળેનાથ પ્રગટ થયા. આજે પણ મંદિર સ્થળ પર પથ્થર છે.

વૃક્ષમાંથી થાય છે ખાંડનો વરસાદ

મંદિરને લઈને અન્ય એક માન્યતા એવી છે કે ચૈત્ર માસ દરમિયાન વરખડીના ઝાડમાંથી ખાંડનો વરસાદ થાય છે અને ભક્તો તેને પ્રસાદ તરીકે લે છે. હાલમાં પણ મંદિરમાં મહાપ્રસાદ સ્વરૂપે ભંડારો ચાલે છે. અહીં સૌથી પહેલા ભોજન પ્રસાદની શરૂઆત શિવાજી મહારાજ દ્વારા કરવામાં આવી હતી, ત્યારથી ભંડારો ચાલે છે. 

ADVERTISEMENT

લાડુનો વિશેષ પ્રસાદ
 
નીલકા નદીના કિનારે આવેલું સિદ્ધપીઠ ભીમનાથ મહાદેવ મંદિર ખાતે વર્ષના તીરસે દિવસ અન્નક્ષેત્ર ચાલે છે, ત્યારે હાલ શ્રાવણ માસ દરમિયાન પણ વિશેષ લાડુ પ્રસાદ સાથે ભોજનમાં આપવામાં આવે છે. જેમાં રોજ 300 થી વધુ બ્રાહ્મણો માટે બ્રહ્મ ભોજન અને ચોર્યાસી કરાઈ છે સાથે જ 4 હજારથી વધુ ભાવિકો માટે ભોજન પ્રસાદનું આયોજન કરાયું હતું, મહાદેવજીના દર્શનાર્થે આવતા ભાવિક ભક્તોને પ્રસાદ માટેની સુવિધા પણ મંદિરમાં કરવામાં આવે છે.

કેવી રીતે પહોંચશો?

આ મંદિર અમદાવાદથી 125 કિલોમીટર દૂર અને ધંધુકાથી 15 કિલોમીટર દૂર આવેલું છે. તેનું નજીકનું સૌથી મોટું શહેર બોટાદ છે. બોટાદથી બસ કે ટ્રેનથી પણ તમે અહીં પહોંચી શકો છો.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT