AAPના આ ઉમેદવાર પર 20થી વધુ ગુના નોંધાયેલા છે - aaps candidate for devgadhbaria has criminal history - GujaratTAK
રાજનીતિ લેટેસ્ટ સ્ટોરીઝ

AAPના વધુ એક ઉમેદવાર વિવાદમાં, દારૂની હેરાફેરી, લૂંટ, મારામારી સહિત 20થી વધુ ગુના નોંધાયેલા છે

અમદાવાદ: ગુજરાતમાં થોડા દિવસોમાં જ વિભાનસભા ચૂંટણી યોજાવાની છે. જેને લઈને તમામ રાજકીય પાર્ટીઓ તૈયારીમાં લાગી ગઈ છે. ગુજરાતમાં આ વખતે ચૂંટણીના મેદાનમાં ઉતરવા જઈ રહેલી આમ આદમી પાર્ટીએ અત્યાર સુધીમાં 29 ઉમેદવારોની યાદી જાહેર કરી દીધી છે. જેમાં એક બાદ એક ઉમેદવારો વિવાદમાં સપડાઈ રહ્યા છે. ત્યારે હાલમાં જ કોંગ્રેસમાંથી AAPમાં જોડાયેલા દેવગઢબારીયા બેઠકના […]

અમદાવાદ: ગુજરાતમાં થોડા દિવસોમાં જ વિભાનસભા ચૂંટણી યોજાવાની છે. જેને લઈને તમામ રાજકીય પાર્ટીઓ તૈયારીમાં લાગી ગઈ છે. ગુજરાતમાં આ વખતે ચૂંટણીના મેદાનમાં ઉતરવા જઈ રહેલી આમ આદમી પાર્ટીએ અત્યાર સુધીમાં 29 ઉમેદવારોની યાદી જાહેર કરી દીધી છે. જેમાં એક બાદ એક ઉમેદવારો વિવાદમાં સપડાઈ રહ્યા છે. ત્યારે હાલમાં જ કોંગ્રેસમાંથી AAPમાં જોડાયેલા દેવગઢબારીયા બેઠકના ઉમેદવાર ભારતસિંહ વાખળા (Bharatsinh Vakhala) ગુનાહિત ઈતિહાસ ધરાવતા હોવાનું સામે આવ્યું છે.

હત્યાનો પ્રયાસ, ફાયરિંગ સહિતની ફરિયાદ ભારતસિંહ વાખળા સામે
દેવગઢ બારીયા બેઠકના AAPના ઉમેદવાર ભારતસિંહ વાખળા પર 20થી વધુ ગુના દાખલ થયેલા છે. જેમાં દારૂની હેરાફેરી, મારામારી, લૂંટ, મર્ડર, હત્યાનો પ્રયાસ, ફાયરિંગ સહિતના ગુનાની ફરિયાદ દેવગઢબારીયા, પંચમહાલ સહિતના જુદા જુદા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી છે. હાલમાં જ તેમની સામે વિદેશી દારૂના ગુનામાં પાસા થઈ હતી અને જેલમાંથી છૂટીને આવ્યાના 12 દિવસમાં જ પત્ની સાથે આડા સંબંધોની અદાવતમાં બે વ્યક્તિઓની બાઈકને સ્કોર્પિયોથી ટક્કર મારી ભાગી ગયા હતા. જે બાદ તેમને પકડીને કોર્ટમાં રજૂ કરતા ધાનપુર કોર્ટે તેમને દાહોદની ડોકી સબજેલમાં મોકલી દીધા હતા.

વર્ષ 2017માં કોંગ્રેસમાંથી ચૂંટણી લડ્યા હતા
ભારતસિંહ વાખળા વર્ષ 2017ની ચૂંટણીમાં કોંગ્રેસમાંથી લડ્યા હતા. જેમાં તેમની ભાજપના બચુભાઈ ખાબડ સામે હાર થઈ હતી. તાજેતરમાં જ તેઓ આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા. એવામાં તેમની ગુનાહિત ઈતિહાસ આગામી સમયમાં આમ આદમી પાર્ટીને નુકસાન કરી શકે છે. એક તરફ આમ આદમી પાર્ટી પોતે સ્વચ્છ અને ઈમાનદાર છબી ધરાવતી હોવાનો દાવો કરે છે, જ્યારે બીજી તરફ પાર્ટીની જ ટિકિટ પરથી લડનારા ઉમેદવારો એક બાદ એક વિવિધ વિવાદોમાં સપડાઈ રહ્યા છે.

અગાઉ અસારવા અને વેજલપુરના ઉમેદવારો પણ વિવાદમાં સપડાયા હતા
નોંધનીય છે કે આ પહેલા AAPના અસારવા તથા વેજલપુરના ઉમેદવાર પણ વિવાદમાં સપડાઈ ચૂક્યા છે. જેમાં અસારવા બેઠકના ઉમેદવાર જે.જે ચાવડા સામે 300 કરોડની અપ્રમાણસર મિકલતના આક્ષેપ સાથે મોડાસા કોર્ટમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. જ્યારે વેજલપુરના ઉમેદવાર કલ્પેશ પટેલની દારૂ તથા હુક્કા સાથેની તસવીરો વાઈરલ થઈ હતી.

(વિથ ઈનપુટ: શાર્દુલ ગજ્જર)

 

1 Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

three × 1 =

45 કરોડ વર્ષથી ધરતી પર છે આ માછલી! ડાયનાસોરની પણ શિકાર કરી ચૂકી છે ગોળ અને ચણા સાથે ખાવાના છે આ 5 મોટા ફાયદા, આજે જ જાણી લો એનિમેટેડ લુકમાં Aliya Bhattની નવી ફિલ્મ ‘જિગરા’નું પોસ્ટર રિલીઝ, સ્ટોરીમાં છે ટ્વીસ્ટ? ગર્લફ્રેન્ડ અદિતી સાથે ઈશાન કિશન? બંનેની ફોટોથી ખુલ્યું રહસ્ય સાસરીમાં ધામધૂમથી થયો પરિણીતિનો ગૃહ પ્રવેશ, નવી દુલ્હન સાથે દેખાયા રાઘવ ચઢ્ઢા 100 વર્ષ જીવનારા લોકો ખાય છે આ ફૂડ, ઉંમર વધે પણ બીમારીઓ આવતી નથી પાસે પરી જેવી સુંદર લાગી પરિણીતિ, હોડીમાં આવી જાન, લગ્નની તસવીરો સામે આવી પરિણીતિ-રાઘવના લગ્નની સેરેમની શરૂ થઈ, પહેલી તસવીર સામે આવી મહાદેવની નગરીમાં પહોંચ્યા Sachin Tendulkar, કાશી વિશ્વનાથ મંદિરમાં કરી પૂજા Sai Pallavi Marriage ની તસવીર જોઈ ભડકી, સાચું શું? તેણે કહ્યું.. સાઉથની રિમેકે બદલી આ એક્ટર્સની જીંદગી, ત્રણ તો છે બ્લોકબસ્ટર ફિલ્મ્સ Janhvi Kapoorનો બ્લૂ વન પીસમાં કિલર લૂક, જુઓ Photos પ્રિયંકા જ નહીં, રાઘવ ચડ્ઢાની આ સાળીઓ પણ છે સુંદર હસીનાઓ શાહરુખ ખાને ઘરમાં કર્યું ગણપતિ બપ્પાનું સ્વાગત, યૂઝર્સ બોલ્યા- તમારામાં સંપૂર્ણ ભારત છે. ભાણીને તેડી સલમાન ખાને કરી ગણપતિની આરતી, Video રોમેંટિક થઈ SRKની એક્ટ્રેસ, પતિને કરી Kiss, બર્થડે વિશ કરી બોલી- અટકી નથી શક્તી… પાલવ ફેરવી ઉર્વશીએ કર્યો એલ્વિ સંગ રોમાંસ, ફેન્સ બોલ્યા- રાવ સાહેબ આગ લગાવી દીધી Ganesh Chaturthi 2023: 10 દિવસ સુધી કેમ મનાવાય છે ગણેશ ચતુર્થી? જાણો પૌરાણિક કથા ‘જવાન’ના મ્યુઝિક કંપોઝર સંગ ગુપચુપ લગ્ન કરી રહી છે આ એક્ટ્રેસ? પિતાએ કહ્યું સત્ય શું થશે જો 1 મહિનો દૂધ-ઘી-પનીર-દહીં નહીં ખાઓ તો? ન્યૂટ્રિશનિસ્ટે કહ્યું…