યુવરાજસિંહ જાડેજા બનાસકાંઠામાં કોંગ્રેસ ધારાસભ્યો સાથે ભોજન લેતા અનેક અટકળો: પકડી રહ્યા છે કોંગ્રેસનો હાથ?

ADVERTISEMENT

gujarattak
social share
google news

Banaskantha News: આમ આદમી પાર્ટી (AAP)ના યુવરાજ સિંહ જાડેજા, જેલ મુક્ત થયા બાદ પુનઃ સક્રિય થયા છે. જેમાં તેઓ છેલ્લા ત્રણ દિવસથી બનાસકાંઠાની મુલાકાતે છે. તેઓ બનાસકાંઠામાં યુવા સંવાદ યોજી રહ્યા છે. ગત શનિવારે થરાદ ખાતે યુવા સંવાદ કાર્યક્રમ યોજ્યો હતો. ત્યાર બાદ રવિવારે પાલનપુરના જગાણા-ગોબરી રોડ પર આવેલા એપલ પ્લાઝામાં પણ આવો જ કાર્યક્રમ યોજ્યો હતો. જ્યારે આજે એટલે કે સોમવારે પાલનપુરના ન્યૂ બસપોર્ટ ખાતે પણ યુવા સંવાદ કાર્યક્રમ યોજ્યો હતો. આ કાર્યક્રમો વચ્ચે યુવરાજ સિંહ વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોર અને પૂર્વ ધારાસભ્ય ગુલાબસિંહને મળ્યા હતા. જોકે અચાનક કોંગ્રેસ નેતા કાર્યકરો સાથે સતત યુવરાજસિંહના થતા સંવાદથી અટકળો પણ ઊભી થઈ છે. કે શું યુવરાજ સિંહ આપ છોડી કોંગ્રેસનો હાથ પકડવાની ફિરાકમાં છે?

કોંગ્રેસ સાથે યુવરાજસિંહની નજદીકીયાં

૨૦૧૪ નો લોકસભાની ચૂંટણી પહેલા ગુજરાતના રાજકારણમાં નવીન ફેરફારોમાં આમ આદમી પાર્ટીના કાર્યકરો પાર્ટી છોડી ભાજપ અને કોંગ્રેસના જોડાઈ રહ્યા છે. ત્યારે ડમીકાંડ ઉજાગર કરનાર અને તોડકાંડના આરોપમાં લાંબા સમય સુધી જેલમાં રહીને તાજેતરમાં જ બહાર આવેલા વિદ્યાર્થી નેતા યુવરાજસિંહે હાલમાં જ રાજકારણમાં સક્રિય થવાની વાતો કરી હતી. આ વચ્ચે તેઓ યુવરાજસિંહ જાડેજાના કોંગ્રેસના ધારાસભ્ય અને પૂર્વ ધારાસભ્ય સાથેની મુલાકાત અને ભોજન લેતી તસવીરો હાલમાં સામે આવી રહી છે. ત્યારે શું વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ કોંગ્રેસમાં જોડાઈ રહ્યા છે તેવી અટકળો લાગી રહી છે.

નમસ્કાર પૃથ્વીવાસીઓ! ટુંક જ સમયમાં અમે ચંદ્રનું મોટું રહસ્ય ખોલીશું, ISRO ને મળ્યો મેસેજ

કોંગ્રેસમાં રાજકીય સુરક્ષાનો સ્વાર્થ?

બનાસકાંઠાના થરાદમાં રવિવારના રોજ ‘યુવા સંવાદ’ કાર્યક્રમનું આયોજન કરાયું હતું. જેમાં યુવરાજસિંહ પહોંચ્યા હતા. આ કાર્યક્રમ બાદ તેમની કોંગ્રેસના નેતાઓ સાથે મુલાકાત થઈ હતી. ત્યાર બાદ કોંગ્રેસના વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોર અને પૂર્વ ધારાસભ્ય ગુલાબસિંહને મળ્યા હતા. જે બાદ યુવરાજસિંહે સાથે ભોજન પણ લીધુ હતું અને બેસીને કેટલીક વાતચીતો પણ કરી હતી. જેની તસવીરો હાલ સોશિયલ મીડિયામાં સામે આવી રહી છે. આ અંગે યુવરાજસિંહે હજુ કોઈ નિવેદન આપ્યું નથી, જોકે કોંગ્રેસના થરાદ પૂર્વ વિધાયક ગુલાબસિંહ રાજપૂતે ટ્વીટ અને પોતાના ફેસબુક પેજ પર પોસ્ટ કરી હતી અને સરકારી ભરતી પરીક્ષામાં ગેરરીતિ મામલે યુવરાજસિંહ જાડેજાના સપોર્ટમાં હોવાનું જણાવ્યું હતું. આમ કોંગ્રેસ ધારાસભ્યોનો અચાનક યુવરાજ સિંહ સાથે ઉભરાયેલો નવીન મૈત્રીભાવ સ્પષ્ટ કરે છે કે યુવરાજસિંહ સાવ તૂટી ગયેલી આમ આદમી પાર્ટીમાંથી રાજકીય સુરક્ષા કાજે નવું સ્ટેન્ડ બનાવી શકે તેવા આશયથી કોંગ્રેસ તરફ સરકી રહ્યા છે.

ADVERTISEMENT

(ધનેશ પરમાર, બનાસકાંઠા)

    follow whatsapp

    ADVERTISEMENT