‘હું પાંચ પાંડવોના મામલે ખુલાસો કરીશ.’તોડકાંડમાં યુવરાજસિંહને તેડવા જેલની બહાર સમર્થકોનું ટોળું

ADVERTISEMENT

gujarattak
social share
google news

નીતિન ગોહિલ.ભાવનગરઃ આખરે યુવરાજસિંહની જેલ મુક્તિ થઈ છે. તોડકાંડ મામલે યુવરાજસિંહના જામીન મંજૂર કરવામાં આવ્યા છે. જોકે ગુજરાત નહીં છોડવાની શરતે ભાવનગર કોર્ટે જામીન મંજૂર કર્યા છે. જેને લઈને પાસપોર્ટ સરેન્ડર કરાયો છે. ગુજરાતમાં ડમીકાંડ મામલે યુવરાજસિંહે ખુલાસા કર્યા હતા જોકે તેમાં કેટલાકોના નામ નહીં લઈ તેમની પાસેથી નાણાકીય તોડ કરવાના મામલે નોંધાયેલી ફરિયાદ બાદ તપાસમાં તોડકાંડ સામે આવ્યો અને પોલીસે વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ સહિત 6 લોકો સામે ફરિયાદ નોંધી હતી. જેમાં આજે ભાવનગર કોર્ટએ યુવરાજસિંહના શરતી જામીન મંજૂર કર્યા છે. તોડકાંડ મામલે પોલીસે અત્યાર સુધીમાં 84 લાખ રિકવર કર્યા હતા. બિપીન ત્રિવેદીએ યુવરાજસિંહ પર પૈસા લીધાના આક્ષેપ કર્યો હતો. શિવુભા ગોહિલ તેમજ અલ્ફાઝખાન ઉર્ફે રાજુ ડમી વિદ્યાર્થીનો વીડિયો બતાવી 1 કરોડ રૂપિયા લેવાયા હોવાનો આરોપ હતો. યુવરાજસિંહને જેલમાં 90 દિવસ પૂર્ણ થયા બાદ કોર્ટે જામીન આપ્યા હતા.

શું કહ્યું વકીલે?
યુવરાજસિંહ દ્વારા કોર્ટ સમક્ષ રેગ્યુલર જામીન પર મુક્ત થવા અંગે વકીલ મારફતે જામીન અરજી મૂકવામાં આવી હતી. જેમાં બે-ત્રણ વખત મુદત વીત્યા બાદ આજરોજ જામીન અરજીની સુનવણી ભાવનગરના ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ દ્વારા યુવરાજસિંહના જામીન મંજૂર કરતો હુકમ ફરમાવવામાં આવ્યો હતો. આ અંગે તેના વકીલે જણાવ્યું હતું કે, તા.22-4-2023ના રોજ યુવરાજસિંહની અટકાયત કરવામાં આવી હતી. ત્યારબાદ તેને રિમાન્ડ પૂર્ણ થતાં જિલ્લા જેલ ખાતે મોકલી દેવામાં આવ્યા હતા. ત્યારબાદ ચાર્જશીટ દાખલ થતાં અમારા દ્વારા રેગ્યુલર જામીન અરજી મૂકવામાં આવી હતી. આ જામીન અરજી આજરોજ કોર્ટ દ્વારા મંજૂર કરવામાં આવી છે. ગુજરાત નહીં છોડવાની શરતે યુવરાજસિંહને જામીન આપવામાં આવ્યા છે. સાથે પાસપોર્ટ પણ સરેન્ડર કરવામાં આવ્યો છે.

સુરતમાં પણ થયો કરુણ અકસ્માતઃ 3 માસુમ વિદ્યાર્થીઓના ગયા જીવ

જેલમાંથી બહાર આવી યુવરાજસિંહે શું કહ્યુ?
યુવરાજસિંહ જેલની બહાર આવ્યા ત્યારે તેમના સ્વાગત માટે સમર્થકો ઉમટી પડ્યા હતા. દરમિયાનમાં મીડિયા સાથે વાત કરતા તેમણે કહ્યું કે, મને ન્યાય તંત્ર પર પુરો ભરોસો હતો એટલે જામીન મળ્યા છે. મેં ડમીકાંડ બહાર લાવ્યો ત્યારે સરકારે સરમુખત્યારશાહીથી મારી સામે તોડકાંડ ઊભો કર્યો હતો. આગામી દિવસોમાં તોડકાંડમાં જે અધિકારીઓએ તોડ કર્યા છે તેમને ખુલ્લા પાડીશ. મારું રાજકીય સ્ટેન્ડ આગામી દિવસોમાં જાહેર કરીશ. ઉપરાંત હું પાંચ પાંડવોના મામલામાં પણ આગામી દિવસોમાં ખુલાસા બહાર પાડીશ.

ADVERTISEMENT

કોની પાસેથી મળ્યા હતા રૂપિયા?
યુવરાજસિંહ અને તેના માણસો સામે 1 કરોડ રૂપિયાની ખંડણીની ફરિયાદ બાદ પોલીસે અત્યાર સુધીમાં 84 લાખ રૂપિયા રિકવર કરી લીધા છે. જેમાં સૌ પ્રથમ યુવરાજસિંહના સાળા કાનભાએ તેમના મિત્રના ઘરે રાખેલા 38 લાખ રૂપિયા SITએ રિકવર કર્યા હતા. ત્યારબાદ યુવરાજસિંહના બીજા સાળા શિવુભાના મિત્રના ઘરેથી 25.50 લાખ અને પાંચ-પાંચ લાખ રૂપિયા ઘનશ્યામ લાધવા અને બિપીન ત્રિવેદી પાસેથી રિકવર કરવામાં આવ્યા હતા. ત્યાર બાદ 3 લાખ તેના બાતમીદારને આપ્યા હતા. શિવુભાએ પોતાની ફાર્મમાં 5 લાખ રૂપિયા નાખ્યા હતા. ત્યારબાદ યુવરાજસિંહ એ પોતાનું ઘર ખરીદવા માટે છ લાખ માટે આંગડિયું કરવા આપ્યા હતા. જેમાંથી 89 હજાર રિકવરી કરવામાં આવી છે અને બાકીના ખર્ચાઓમાં થઈ 84 લાખ રિકવરી કરવામાં આવ્યા છે.

ADVERTISEMENT

સમગ્ર મામલો શું હતો
ડમીકાંડ મામલે ભાવનગર પોલીસ દ્વારા યુવરાજસિંહને સમન્સ પાઠવી 21 એપ્રિલ બપોરે 12 વાગ્યે પોલીસે પૂછપરછ માટે બોલાવ્યો હતો. યુવરાજસિંહની સતત 8 કલાક સુધી મેરેથોન પૂછપરછ ચાલી હતી. પૂછપરછ બાદ ભાવનગર પોલીસે ખુદ ફરિયાદી બની યુવરાજસિંહ જાડેજા, શિવુભા, કાનભા, ઘનશ્યામભાઈ, બિપીન ત્રિવેદી અને રાજુ નામના વ્યક્તિ સામે આઈપીસી કલમ 386, 388 અને 120 B હેઠળ ગુનો નોંધ્યો હતો.

ADVERTISEMENT

તથ્ય પટેલના રિમાન્ડ પુરાઃ જ્યુડિશિયલ કસ્ટડીમાં ધકેલાયો

ત્યારે આ સમગ્ર બાબતે ભાવનગર પોલીસે પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું હતું કે, યુવરાજસિંહ અને તેમના માણસોએ એક યુવકનો એક ડમી વિદ્યાર્થીનો વીડિયો બનાવ્યો હતો અને તે વીડિયોનો ડર પ્રકાશ દવેને બતાવી તેનું નામ પોતાની પ્રેસ કોન્ફરન્સમાં નહીં લેવા પેટે બળજબરી અને ધાકધમકીથી રૂપિયા 45 લાખ પડાવી લીધાનો મામલો પોલીસને જણાઇ આવ્યો હતો. જેના સમર્થનો કરતાં નિવેદનો તથા અન્ય પુરાવાઓ પોલીસ દ્વારા મેળવવામાં આવ્યાં છે. તેવી જ રીતે પોતાની પ્રેસ કોન્ફરન્સમાં નામ નહીં લેવા માટે પ્રદીપ બારૈયા નામના વ્યક્તિ પાસેથી યુવરાજસિંહ તથા તેના માણસોએ 55 લાખ રૂપિયા લીધા હોવાની વિગત સામે આવતા તેમના પણ પુરાવાઓ મેળવાયા હતા.

14મી એપ્રિલે ભાવનગર પોલીસ દ્વારા 36 લોકો સામે ડમીકાંડ મામલે પોલીસ ફરિયાદ નોંધવામાં આવી હતી. ફરિયાદ નોંધાયાના બીજા દિવસે યુવરાજસિંહના જૂના સાથી એવા બિપીન ત્રિવેદી દ્વારા એક વીડિયો વાઈરલ કરી ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા હતા. ડમીકાંડમાં ચોક્કસ વ્યક્તિને લઈ યુવરાજસિંહે 55 લાખમાં ડીલ કરી હોવાનો આક્ષેપ કર્યો હતો. જો કે તમામ આરોપીઓનો જામીન પર છુટકારો, તોડકાંડ મામલે યુવરાજસિંહ સહિત છ લોકો સામે ફરિયાદ નોંધવામાં આવી હતી. જેમાં યુવરાજસિંહ જાડેજા, તેના સાળા કાનભા ગોહિલ, શિવુભા ગોહિલ, બિપીન ત્રિવેદી, ઘનશ્યામ લાધવા અને અલ્ફાઝખાન ઉર્ફે રાજુ સામે ગુનો નોંધાયા બાદ પોલીસ તમામની ધરપકડ કર્યા બાદ તમામ જેલ હવાલે થઈ ચૂક્યા છે. જેમાંથી તમામને જામીન અરજી પર છુટકારો થયો છે.

    follow whatsapp

    ADVERTISEMENT