બનાસકાંઠામાં યુવરાજસિંહ જાડેજાએ ભાજપનું બદલ્યું નામ, કહ્યું ભારતીય જુઠ્ઠી પાર્ટી

ADVERTISEMENT

yuvrajsinh jadeja
yuvrajsinh jadeja
social share
google news

ધનેશ પરમાર,બનાસકાંઠા: ગુજરાતમાં જેમજેમ ચૂંટણીઓ નજીક આવી રહી છે. તેમતેમ રાજકીય પાર્ટી જનતા સુધી જવા લાગી છે. આમ આદમી પાર્ટી પણ ચૂંટણી મેદાને ઉતરી ચૂકી છે અને સભાઓ ગજાવવા લાગી છે. ત્યારે આજે બનાસકાંઠાના અમીરગઢમાં રોજગાર ગેરંટી યાત્રા લઈ આવેલ યુવા નેતા યુવરાજસિંહ જાડેજાએ ધાર્યા કરતાં ઓછી ઉમટી પડેલ ભીડમાં પોતાનો અવાજ બુલંદ કર્યો હતો. સત્તાધારી પક્ષ ભાજપની અનેક મોરચે ભારે ટીકા કરી હતી. ભાજપ પર પ્રહાર કરતાં યુવરાજ સિંહે કહ્યું કે ભાજપ ભારતીય જુઠ્ઠી પાર્ટી છે.

વર્ષ 2022ની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીનું બનાસકાંઠામાં ખાસ ફોક્સ રહેશે. અહી ભાજપનું કંગાળ પ્રદર્શન રહ્યું હતું.  નવ બેઠકમાંથી ફક્ત બે બેઠક પર ભાજપના ઉમેદવાર વિજેતા થયા છે. જયારે કોંગ્રેસ પાસે 7 બેઠકો છે. જેથી ભાજપ સાથે કોંગ્રેસને પણ આડે હાથ લઇ આપના નેતા યુવરાજસિંહએ અમીરગઢમાં કોંગ્રેસ પર પણ પ્રહાર કરી કહેલ કે ગુજરાત વિધાનસભામાં, લોકપ્રશ્નોનો કોંગ્રેસે વિરોધ ના કરી અહીંના મતદારો સાથે દગો કર્યો છે.

આમ આદમી પાર્ટીને સમર્થન આપનાર અને યુવાનો સાથે થતાં કોઈપણ ભરતી પ્રક્રિયામાં અન્યાય સામે લડનારા યુવા નેતા યુવરાજસિંહ જાડેજાએ આદીવાસી બેલ્ટના અમીરગઢના ઇકબાલગઢમાં પોતાની ચૂંટણીલક્ષી સભા સંબોધી હતી. ગુજરાતમાં આમ આદમી પાર્ટીની રોજગાર ગેરંટી યાત્રામાં સત્તાધારી પક્ષ પર આકરા પ્રહારો કરી, યુવા નેતા યુવરાજસિંહ આવનાર ચૂંટણીમાં, આ તમામ નિષ્ક્રિય નેતાઓને પાણીચું પકડાવી દેવાની હાકલ કરી હતી.

ADVERTISEMENT

પેપર ફૂટવાનું કારણ સત્તાધારી પક્ષ
આમ આદમી પાર્ટીના નેતા યુવરાજસિંહ જાડેજાએ ભરતી પ્રક્રિયા અંગે પ્રહાર કરતાં કહ્યું  કે,   શિક્ષિત યુવાનો સાથે કોઈપણ ભરતી પ્રક્રિયામા થતો અન્યાય ગુનો છે. ગુજરાતમાં મોટાભાગની દરેક ભરતીઓમાં પેપર ફૂટી જતાં હતાં અને પરીક્ષાર્થીઓ સાથે અન્યાય થતો હતો. તેની પાછળનુ કારણ સત્તાધારી પક્ષ છે. અને આ બધા પાછળ રાજકીય નેતાઓ સામેલ હતા અને  મસમોટું કૌભાંડ આચરી રહ્યા હતા.

કોંગ્રેસે વિધાનસભામાં અવાજના ઉઠાવ્યો
ભાજપે આપેલ વચનો પોકળ જઈ રહ્યા છે. ભાજપને ભારતીય જુઠ્ઠી પાર્ટી નું નવું સ્લોગન આપ્યું હતું. કોંગ્રેસ પર પ્રહાર કરતાં યુવરાજસિંહ પરમારે કહ્યું કે કોંગ્રેસે પણ મતદારો સાથે દગો કરેલ છે. કોંગ્રેસ ના  વિધાયકો વિધાનસભામાં હજાર હોવા છતાં મોંઘવારી સામે અવાજ ન ઉઠાવ્યો. કોંગ્રેસને પણ મળતિયા ગણાવ્યા હતા. આમ આદમી પાર્ટી સાથે જોડાયેલ યુવા નેતાએ એક મોકો આમ આદમી પાર્ટીને આપવા યુવાનોને હાકલ કરી હતી.

ADVERTISEMENT

 પેપર ફોડનારાઓ સામે કાયદો બનશે
બેરોજગારી મુદ્દે યુવરાજસિંહ જાડેજાએ જણાવ્યું કે, બેરોજગાર યુવાનો સાથે કોઈ અન્યાય નહિ થાય. સત્તામાં આવ્યા બાદ પેપર ફોડનારાઓ સામે સખત કાયદો બનાવી તેઓને સજા કરવામાં આવશે. તથા સત્તાધારી પક્ષની જેમ કોઈપણ વાયદાઓ જૂઠા નહિ આપવામાં આવે તેમ કહી એક મોકો કેજરીવાલને આપવાની હાકલ કરી હતી.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT