કોંગ્રેસને ડિજિટલ ફટકો, YouTube ચેનલ થઈ ડિલીટ
નવી દિલ્હી: વર્ષ 2024 લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે હવે લોકો પરંપરાત પ્રચાર માધ્યમ કરતાં હવે સોશિયલ મીડિયા મધ્યમનો વધુ ઉપયોગ થઈ રહ્યો…
ADVERTISEMENT
નવી દિલ્હી: વર્ષ 2024 લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે હવે લોકો પરંપરાત પ્રચાર માધ્યમ કરતાં હવે સોશિયલ મીડિયા મધ્યમનો વધુ ઉપયોગ થઈ રહ્યો છે. નેતાઑ પોતાની સભા સહિતના કાર્યક્રમો હવે યુટ્યૂબ પર લાઈવ કરી અને લોકો સુધી પહોંચે છે. કોંગ્રેસને સતત નેતાઓની નારાજગીથી ફટકા પડી રહ્યા છે ત્યારે હવે કોંગ્રેસને ડિજિટલ ફટકો પડ્યો છે. કોંગ્રેસ પાર્ટીની યુટ્યુબ ચેનલ ડીલીટ કરવામાં આવી છે. પાર્ટી દ્વારા આ જાણકારી આપવામાં આવી છે. આ ચેનલ કેમ ડિલીટ કરવામાં આવી છે તેની તપાસ કરવામાં આવી રહી છે. હમણાં માટે, કોંગ્રેસે યુટ્યુબ અને ગૂગલ બંનેનો સંપર્ક કર્યો છે અને તેની ચેનલને પુનઃ કાર્યરત કરવા મથામણ કરી રહી છે.
કોંગ્રેસ દ્વારા જાહેર કરવામાં આવેલા નિવેદનમાં પાર્ટીએ કહ્યું છે કે અમારી યુટ્યુબ ચેનલ ‘ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ’ને ડિલીટ કરી દેવામાં આવી છે. અમે આને ઠીક કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ, YouTube અને Google ટીમ સાથે વાતચીત ચાલી રહી છે. તપાસ ચાલી રહી છે, તે સમજવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે કે તે ટેકનિકલ ખામી હતી કે કોઈ ષડયંત્ર. ટૂંક સમયમાં ચેનલ રિકવર થાય તેવી આશા છે.
ડિલીટ થવાનું નક્કર કારણ નાથી આવ્યું બહાર
હવે આ પહેલા પણ દેશના ઘણા મોટા નેતાઓના ટ્વીટર હેન્ડલ હેક થતા જોવા મળ્યા છે, પરંતુ એવું ભાગ્યે જ જોવા મળે છે કે કોઈ પાર્ટીની આખી યુટ્યુબ ચેનલ ડીલીટ થઈ જાય. હાલ શું કામ આ ચેનલ ડિલીટ થઈ તેનું કારણ કારણ સ્પષ્ટ થયું નથી. આવી સ્થિતિમાં કોંગ્રેસ પણ પોતાના સત્તાવાર નિવેદનમાં માત્ર તપાસની વાત કરી રહી છે. હેકિંગની શંકા ચોક્કસપણે વ્યક્ત કરવામાં આવી રહી છે, પરંતુ હજુ સુધી નક્કર માહિતી ન આવી હોવાથી તેની રાહ જોવાઈ રહી છે.
ADVERTISEMENT
7 સપ્ટેમ્બરથી ભારત જોડો યાત્રા શરૂ થશે
એક તરફ કોંગ્રેસ ટૂંક સમયમાં તેની ભારત જોડો યાત્રા શરૂ કરવા જઈ રહી છે ત્યારે બીજી તરફ આ યુટ્યુબ ચેનલને ડિલીટ થઈ ચૂકી છે. કોંગ્રેસ દ્વારા આ ભારત જોડો યાત્રા 7 સપ્ટેમ્બરથી રાહુલ ગાંધીના નેતૃત્વ તમિલનાડુના કન્યાકુમારીથી શરૂ કરવામાં આવશે. આ યાત્રા 12 રાજ્યોને આવરી લેતા જમ્મુ-કાશ્મીરમાં સમાપ્ત થશે. કહેવામાં આવી રહ્યું છે કે આ યાત્રા સમગ્ર 150 દિવસ સુધી ચાલશે. આ યાત્રા પહેલા કોંગ્રેસને ડિજિટલ ફટકો પડ્યો છે.
ADVERTISEMENT