યોગી સરકારનો મોટો નિર્ણય, UP વિધાનસભામાં 'લવ જેહાદ' બિલ પાસ, આરોપીને થશે આજીવન કેદ

ADVERTISEMENT

Love Jihad Convicts
ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ
social share
google news

Love Jihad in UP : યુપીની યોગી સરકારે હવે 'લવ જેહાદ' પર વધુ કડકાઈ કરવાનો નિર્ણય લીધો છે. આ પ્રકારના ગુનામાં હવે આજીવન કેદની સજા થશે. યોગી સરકાર આજે (30 જુલાઈ) વિધાનસભામાં આ સંબંધિત બિલ રજૂ કર્યું હતું. જે બિલ વિધાનસભામાં પાસ થયું છે. આ સાથે આ બિલમાં ઘણા ગુનાઓમાં સજા બમણી કરવામાં આવી છે. લવ જેહાદ હેઠળ નવા ગુનાઓનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. આ બિલમાં ગેરકાયદેસર ધર્મ પરિવર્તન માટે ફંડિંગને કાયદા હેઠળ અપરાધના દાયરામાં લવાયું છે.

અત્યાર સુધી 10 વર્ષની જેલની જોગવાઈ હતી

યુપી સરકારે અગાઉ વિધાનસભામાં ધર્મ પરિવર્તન નિષેધ બિલ 2021 પસાર કર્યું હતું. આ બિલમાં 1 થી 10 વર્ષ સુધીની સજાની જોગવાઈ હતી. આ વિધેયક હેઠળ માત્ર લગ્ન માટે કરવામાં આવેલ ધર્મ પરિવર્તન અમાન્ય ગણાશે. જૂઠું બોલીને કે છેતરપિંડી કરીને ધર્મ પરિવર્તન ગુનો ગણાશે. સ્વૈચ્છિક ધર્મ પરિવર્તનના કિસ્સામાં, મેજિસ્ટ્રેટને 2 મહિના અગાઉ જાણ કરવાની રહેશે. ખરડા મુજબ બળજબરીથી અથવા છેતરપિંડીથી ધર્માંતરણ કરવા બદલ 1-5 વર્ષની જેલની સજા સાથે 15,000 રૂપિયાના દંડની જોગવાઈ હતી. જો દલિત યુવતી સાથે આવું થાય તો 3-10 વર્ષની જેલની સજા સાથે 25,000 રૂપિયાના દંડની જોગવાઈ હતી.

તમને જણાવી દઈએ કે કેન્દ્ર સરકાર પહેલા જ કહી ચુકી છે કે ધર્મ પરિવર્તન કાયદો બનાવવો એ રાજ્ય સરકારોની બાબત છે અને તેનો નિર્ણય રાજ્ય સરકારોએ જ કરવાનો છે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT