50,000થી વધુની મેદની સાથે દેડિયાપાડામાં ઉજવાશે વિશ્વ આદિવાસી દિવસઃ મણિપુર મામલે કાળી પટ્ટી પહેરશે

ADVERTISEMENT

gujarattak
social share
google news

નરેન્દ્ર પેપરવાલા.નર્મદાઃ દર વર્ષની જેમ આ વર્ષે પણ યુનો દ્વારા ઘોષીત ૯ ઓગષ્ટ વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીના ભાગ રૂપે આજે દેડિયાપાડા સર્કિટ હાઉસ ખાતે સમિતિની બેઠક મળી હતી. જેમાં આદિવાસી સમાજની એકતા, સાંસ્કૃતિક મુલ્યો, અસ્મિતા, રૂઢિ પ્રથાઓ, પરંપરાઓ, રીત-રિવાજો, નીતિ નિયમો, જીવન શૈલી, બોલી ભાષા, પુજા વિધિ, સમુહ ભાવના અને જળ-જંગલ-જમીન તથા ખનીજો પરના અધિકારો આબાદિત રાખવા આક્રોશ સાથે હજારો લોકો એકત્રિત થયા હતા. તેમને પોતાના આદિવાસી પહેરવેશ, વાજિંત્રો અને ઓજારો સાથે હાજર રહેવા આહવાન કરવામાં આવ્યું છે. આ દિવસની ઉજવણીમાં તેઓ મણિપુર હિંસાના વિરોધને પણ વાચા આપવાના છે.

રાષ્ટ્રપતિને આવેદન આપવા સુધીની તૈયારીઓ

૧. દેડિયાપાડા પીઠા ગ્રાઉન્ડ પર આદિવાસી સમાજ ના ૫૦ હજારથી પણ વઘુ લોકો ભેગા મળી મણિપુરની હિંસામાં ભોગ બનેલા લોકો માટે મૌન પાળી કાળી પટ્ટી ધારણ કરી પ્લે-કાર્ડ બેનર સાથે બધાના સહીઓ વાળું ભારતના રાષ્ટ્રીય પતિને સંબોધીને આવેદનપત્ર આપવામાં આવશે.
૨. પીઠા ગ્રાઉન્ડમાં સમાજ સામેના પડકારોનું આગેવાનો દ્વારા સંબોધન કરવામાં આવશે.

તથ્યના પિતા પ્રજ્ઞેશ પટેલને ના મળ્યા જામીનઃ તપાસ અધિકારી બદોબસ્તમાં જતા ટળી સુનાવણી

૩. પીઠા ગ્રાઉન્ડથી તમામ વાજિંત્રો સાથે સાંસ્કૃતિક રેલીનું પ્રસ્થાન થશે, જે યાહામોગી ચોક પહોંચી બિરસામુંડાની પુજાવિધી કરી લીમડાચોક તરફથી પીઠા ગ્રાઉન્ડ પર જશે. જેમાં સંસ્કૃતિ દર્શન માટે આગળ ટેબ્લો પણ રાખવામાં આવશે.
૪. ૯ ઓગષ્ટ વિશ્વ આદિવાસી દિવસને ખેતી કામ કાજમાં રજા રાખી (દિવસ પાળવા) પોતાના ગામમાં નાચણું કરી ભેગા મળી દેડિયાપાડા આવવાનું રહેશે.
૫. આ દિવસે તમામ લોકોએ નાત જાત, પક્ષા-પક્ષી, ધર્મ સંપ્રદાય ભુલી પોતાના પહેરવેશ, વાજિંત્રો અને ઓજારો સાથે આવવાનું સૂચવ્યું છે.

ADVERTISEMENT

આમ આજની આદિવાસી સમાજની મિટિંગમાં દેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા, નર્મદા જિલ્લા પંચાયતના પુર્વ પ્રમુખ દામાભાઈ, શકુંતલાબેન વસાવા, રતનસિંહ વસાવા, હરિસિંગ વસાવા, દેવેન્દ્ર વસાવા, રાજેન્દ્ર વસાવા તેમજ મોટી સંખ્યામાં સરપંચો તેમજ આગેવાનો હાજર રહ્યા હતા.

    follow whatsapp

    ADVERTISEMENT