કેજરીવાલનો દાવો, સુરતની 12માંથી 7 બેઠક પર આમ આદમી પાર્ટી જીતશે

ADVERTISEMENT

gujarattak
social share
google news

અમદાવાદ: ગુજરાત વિધાનસભાની ચુંટણીને લઈને રાજ્યમાં નેતાઓના પ્રવાસ સતત વધી રહ્યા છે. ત્યારે અરવિંદ કેજરીવાલનો આજે ગુજરાત પ્રવાસનો બીજો દિવસ છે. આ દરમિયાન કેજરીવાલે આજે રાજકોટમાં પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. જેમાં મનોજ સોરઠિયા પર થયેલ હુમલા બાબતે પ્રતિક્રિયા આપી હતી. સુરતમાં જીત અંગે દાવો કરતા કેજરીવાલે કહ્યું કે 12 બેઠકમાંથી 7 બેઠક પર આમ આદમી પાર્ટી વિજેતા થશે.

અરવિંદ કેજરીવાલે આજે પ્રેસ કોન્ફરન્સ દરમિયાન સાંજના સુરત પ્રવાસ અંગે જણાવ્યું હતું. સુરતમાં સાંજે લોકોને ગણેશજીની આરતીમાં ઉપસ્થિત રહેવા માટે આમંત્રણ પાઠવ્યું હતું. આ દરમિયાન તેમણે કહ્યું હતું કે, સુરતમાં 12 માંથી 7 બેઠક પર આમ આદમી પાર્ટી વિજેતા થશે. આ ઉપરાંત તેમણે કહ્યું કે ટ્રાન્સપોર્ટ સર્વિસના તમામ પ્રશ્નોનો ઉકેલ લાવવામાં આવશે.

આ ગુજરાતની સંસ્કૃતિ નથી
મનોજ સોરઠિયા પર થયેલ હુમલા બાબતે અરવિંદ કેજરીવાલે  કહ્યું કે, ભગવાનની મૂર્તિ સામે મનોજ સોરઠિયા પર હુમલો કરવામાં આવ્યો. આ ગુજરાતની સંસ્કૃતિ નથી. આ ભારતની સંસ્કૃતિ નથી. આ આપણાં સંસ્કાર નથી. ગુજરાતના 6 કરોડ લોકોને ખબર પડી કે આમ હુમલો કરવામાં આવ્યો છે. ત્યારે ખૂબ ગુસ્સે થયા છે. આ લોકોની ગુંડાગીરી એટલી વધી રહી છે કે તે દરેક જગ્યાએ લોકોને ધમકાવે છે ડરાવે છે.

ADVERTISEMENT

સરપંચ સંમેલનમાં આપશે હાજરી
આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ બે દિવસ ગુજરાતના પ્રવાસે છે ત્યારે આજે ગુજરાત પ્રવાસન બીજા દિવસે કેજરીવાલ રાજકોટ બાદ તે સુરેન્દ્રનગરમાં સરપંચ સંમેલનમાં હાજરી આપશે. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ તે  સુરેન્દ્રનગરમાં  ગુજરાતની જનતાને વધુ એક ગેરંટી આપશે.

    follow whatsapp

    ADVERTISEMENT