વજુભાઈ વાળાની સક્રિયતા ભાજપને આપથી બચાવશે?
સેજલ સોનછત્રા: ઈ કરીને એક વાત કરવી છે અને એ છે વજુભાઈ વાળાની રી-એન્ટ્રી ભાજપને કેટલી ફળશે. ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીઓ નજીક આવી રહી છે. અને…
ADVERTISEMENT
સેજલ સોનછત્રા: ઈ કરીને એક વાત કરવી છે અને એ છે વજુભાઈ વાળાની રી-એન્ટ્રી ભાજપને કેટલી ફળશે. ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીઓ નજીક આવી રહી છે. અને આજે ભાજપના સિનિયર નેતા વજુભાઈ વાળાએ એક મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. 182 સીટ લાવવી ભાજપ માટે મુશ્કેલ છે અશક્ય નથી. સાથે ગુજરાતમાં ત્રીજા મોરચાને લઈને પણ નિવેદન આપ્યું છે કે, પ્રજા જાણે છે કે ક્યા પક્ષે કેટલા કાર્ય કર્યા છે.અને કેટલા કાર્ય નથી કર્યા. ભારતીય જનતા પાર્ટી હંમેશા પ્રજાની સુખાકારી માટે જ વિચારે છે. ગુજરાતમાં ભલે ચોથો કે પાંચમો પક્ષ આવે, પણ સત્તામાં ભાજપ જ આવશે..ત્યારે આજે વાત કરીશું કે વજુભાઈ વાળાની સક્રિયતા ભાજપને ફળશે કે કેમ તે જોવાનું રહ્યું.
વજુભાઈ વાળાએ જણાવ્યું હતું કે, ભાજપના સારથિ બનવાની જરૂર નથી, ભાજપનો સામાન્ય કાર્યકર્તા હતો અને આજે છું અને આવતી કાલે પણ રહીશ. આગમી દિવસોમાં સત્તામાં નહીં પરંતુ સંગઠનમાં મને જે પ્રમાણે કહેશે તે પ્રમાણે કામ કરીશ. પાર્ટી જે રણનીતિ કરે તે પરી પૂર્ણ કરવાની જવાબદારી મારી.
વજુભાઈની રીએન્ટ્રી સૌરાષ્ટ્રમાં ભાજપને ફળશે ?
જનસંઘ વખતથી વજુભાઈ વાળા ભાજપમાં કાર્યકર છે. વર્ષ 2001 માં નરેન્દ્ર મોદી મુખ્યમંત્રી બન્યા ત્યારે તેમણે તેમના માટે પોતાની બેઠક ખાલી કરી આપી હતી અને નરેન્દ્ર મોદી પ્રથમ વખત રાજકોટ-બે ની બેઠક જીતી ધારાસભ્ય બન્યા હતા. અગાઉ પણ વજુભાઈવાળા જ્યારે કર્ણાટકના રાજ્યપાલ તરીકેનો સમયગાળો પૂર્ણ કરીને પરત વતન આવ્યા ત્યારે નિવેદન આપ્યું હતું કે, હું ભાજપનો કાર્યકર છું, પાર્ટી જે કામ સોંપશે તે કરીશ. ભાજપના પ્રમુખ જે લક્ષ્યાંક આપશે તેને પુરો કરવા માટે તનતોડ મહેનત કરીશ.
ADVERTISEMENT
હવે જાણીએ કે આગામી ચૂંટણીમાં વજુભાઈ ભાજને ફળશે કે કેમ ?
વજુભાઈ સૌરાષ્ટ્રમાં મજબૂત જનાધાર ધરાવે છે, ગુજરાતમાં દરેક જ્ઞાતિ અને પક્ષમાં તેમના મિત્રો છે. મોદી-શાહ, જેપી નડ્ડા અને સીઆર પાટીલ પોતે પણ વજુભાઈની શક્તિથી વાકેફ છે. વજુભાઈ વાળાની સંગઠન શક્તિ ખૂબ કામ કરશે. શહેરીજનો અને ગ્રામજનોને સ્પર્શી જતું તળપદી શૈલીવાળુ વક્તવ્ય ડેમેજ કંટ્રોલ કરવાની આવડતનો ભાજપ 2022માં ચોક્કસ ઉપયોગ કરશે. પાટીલે ગુજરાતમાં તમામ 182નો લક્ષ્યાંક રાખ્યો છે. ભાજપ અને કોંગ્રેસથી કંટાળેલો મોટો વર્ગ આપ તરફ વળ્યો છે. એન્ટીઈકમબન્સી પણ ભાજપને નડે તેવી શક્યતા છે. સૌરાષ્ટ્ર-કચ્છની તમામ બેઠકો જીતી લાવવાની જવાબદારી સોંપાય તો નકારી શકાય નહીં.
ગુજરાતના વિધાનસભાની આગામી ચૂંટણીમાં ભાજપ, કૉંગ્રેસ અને આમ આદમી પાર્ટી યોજાશે અને આ ત્રિપાંખિયા જંગમાં વરિષ્ઠ અને પાણીદાર નેતાની છબી ધરાવનાર વજુભાઈ વાળાની શક્તિ આ ચૂંટણીમાં ભાજપને કેટલો ફાયદો કરાવશે તે તો સમય જ બતાવશે .
ADVERTISEMENT
ADVERTISEMENT