તળાજા બેઠક પર જનતા કોનું પસંદ કરશે નેતૃત્વ ? જાણો આ બેઠકનો ઇતિહાસ

ADVERTISEMENT

gujarattak
social share
google news

અમદાવાદ: ગુજરાતમાં વિધાનસભાની કુલ 182 બેઠક છે. જેમાંથી ભાવનગર જિલ્લામાં 7 વિધાનસભાની બેઠકો આવેલી છે. આ 7 બેઠક માંથી 6 બેઠક પર ભાજપ નેતૃત્વ કરી રહી છે જયારે 1 બેઠક પર કોંગ્રેસ નેતૃત્વ કરી રહી છે. તળાજા વિધાનસભા બેઠકની વાત કરવામાં આવે તો વર્ષ 2012થી 100 બેઠક ક્રમાંકથી આ સીટ ઓળખાય છે. તળાજા બેઠક ભાજપનો ગઢ માનવામાં આવતી હતી. 2017 માં સમીકરણો બદલાય છે. ત્યારે 2022માં નવા સમીકરણો સાથે 10 ઉમેદવારો ચૂંટણી જંગમાં ઉતાર્યા છે.

આમ તો આ વિસ્તાર સંપૂર્ણ ખેતી પર નિર્ભર છે. આ બેઠક પર મુખ્ય વ્યવસાયમાં એક માત્ર ખેતી વ્યવસાય છે. તાલુકાના લોકોની કમાણી માટે ખેતી અને સ્થાનિક રોજગાર મહત્વનો છે. આ સાથે જિનિંગ મિલો 4થી 5 આવેલી છે. તેમાં મજૂરી કામ મળી રહે છે. આ ઉપરાંત પરિવહન અને બગદાણા નજીક યાત્રાધામ હોવાથી પરિવહન વ્યવસાય પણ મળી રહ્યો છે.

ધાર્મિક અને સાહિત્યિક મહત્વ
તળાજાનું ધાર્મિક અને સાહિત્યિક મહત્વ પણ ખૂબજ માનવામાં આવે છે. તળાજા ગુજરાતના જાણીતા સંતકવિ ભક્ત નરસિંહ મહેતાનું જન્મ સ્થળ છે. નરસિહ મહેતા થોડા વર્ષો પછી જૂનાગઢમાં સ્થાયી થયા હતાં.તળાજામાં બૌદ્ધ સ્પાથત્ય શૈલીમાં કંડારેલી ગુફાઓ આવેલી છે. જેમને ભારતનાં પુરાતત્વ વિભાગ દ્વારા રાષ્ટ્રીય મહત્વનાં સ્મારક તરીકે રક્ષિત સ્મારક જાહેર કરવામાં આવી છે આ ઉપરાંત અહીં આવેલા જૈન મંદિરની સ્થાપના કુમારપાળે 12 મી સદીમાં કરી હતી. આ જૈન મંદિર ભારતનાં પુરાતત્વ વિભાગ દ્વારા રાષ્ટ્રીય મહત્વનાં સ્મારક તરીકે રક્ષિત સ્મારક જાહેર કરવામાં આવ્યું છે.

ADVERTISEMENT

2017નું સમીકરણ
2017ની વિધાનસભાની ચૂંટણીમાં કુલ 19 ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી હતી. જેમાંથી 4 ઉમેદવારોના ફોર્મ રિજેક્ટ થયા હતા જ્યારે 3 ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચતા 12 ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ ખેલાયો હતો. જેમાંથી 10 ઉમેદવારોની ડિપોઝિટ ડૂલ થઇ હતી.

તળાજા બેઠકનું મતદાન પ્રથમ તબક્કામાં 9 ડિસેમ્બરના રોજ થયું હતું. આ વિધાનસભામાં ઘોઘા અને તળાજા તાલુકાના મતદારોનો સમાવેશ થાય છે. 2017માં આ બેઠક પર કુલ 69.01% મતદાન થયું હતું. ભાજપે આ બેઠક માટે ગૌતમ ચૌહાણને મેદાને ઉતાર્યા હતા અને કોંગ્રેસે કનુ બારૈયાને મેદાને ઉતાર્યા હતા. ભાજપના ઉમેદવારને કુલ મતદાનના 45.91% એટલેકે 65,083 મત મળ્યા હતા જયારે કોંગ્રેસના ઉમેદવારને 47.16% એટલેકે 66,862 મત મળ્યા હતા અને કોંગ્રેસના ઉમેદવાર કનુ બારૈયાએ બાજી મારી હતી.

ADVERTISEMENT

આ કારણે બેઠક છે ચર્ચામાં
તળાજા બેઠક ભાજપનો ગઢ છે. આ બેઠક પરથી લોકસભાના સંસદ અને રાષ્ટ્રીય ભાજપના ઉપધ્યાક્ષ ભારતીબેન શિયાળ ચૂંટણી જીતી ચુક્યા છે. આ ઉપરાંત ભાવનગર જિલ્લાની 7 બેઠક પૈકી તળાજા બેઠક પર કોંગ્રેસના ધારાસભ્ય નેતૃત્વ કરે છે બાકી તમામ બેઠક પર ભાજપના ધારાસભ્ય નેતૃત્વ કરી રહ્યા છે ત્યારે ભાજપ પોતાની બેઠક ફરી મેળવવા ચૂંટણી જંગમાં મેદાને ઉતરશે જયારે કોંગ્રેસ સત્તા ટકાવી રાખવા મેદાને ઉતરશે. આ સાથે આમ આદમી પાર્ટી પણ આ બેઠક માટે પોતાનો ઉમેદવાર ઉતરી ચૂક્યા છે.

ADVERTISEMENT

મતદાર
તળાજા બેઠક પર કુલ 253365 મતદારો છે. જેમાંથી 131571 પુરુષ મતદારો છે જયારે 121790 સ્ત્રી મતદારો છે અને અન્ય 4 મતદાર છે.

જાતિવાદ સમીકરણ
ભાવનગર શહેરની તળાજા વિધાનસભા બેઠક પર સમાજની દ્રષ્ટિએ જોવા જઈએ તો કોળી સમાજ,પલેવાલ બ્રાહ્મણ સમાજ અને ક્ષત્રિય સમાજનું પ્રભુત્વ રહેલું છે.

2022ની ચૂંટણીના ઉમેદવારો
ભાજપ- ગૌતમભાઈ ચૌહાણ
કોંગ્રેસ- કનુભાઈ બારૈયા
આપ- લાભુબેન ચૌહાણ
અપક્ષ- ઝીલુભાઈ ભમ્મર
અપક્ષ- સુનિલભાઈ ચૌહાણ
અપક્ષ- જયંતીભાઈ મકવાણા
અપક્ષ- કરમશીભાઈ જાબુચા
અપક્ષ- અનોપસિંહ ગોહિલ
અપક્ષ- હમીરભાઈ રાઠોડ
અપક્ષ- કાચલિયા નાઝીરભાઈ

રાજકીય ઇતિહાસ
આ બેઠક પર કુલ 13 વખત ચૂંટણી યોજાઇ છે. જેમાં કોંગ્રેસ ફક્ત 4 વખત ચૂંટણી જીત્યું છે. જ્યારે 6 વખત ભાજપના ઉમેદવાર વિજેતા થયા છે. જ્યારે જનતા દળ, કોંગ્રેસ આઈ અને swa પક્ષના ઉમેદવાર એક એક વખત ચૂંટણી જીત્યા છે.

ભાજપનો ગઢ માનવામાં આવતો હતો
આ બેઠક ભાજપનો ગઢ માનવામાં આવતો હતો. કારણ કે 1995થી અત્યાર સુધી ભાજપ અહીં એક પણ ચૂંટણી હારી નથી. 2014માં યોજાયેલી પેટા ચૂંટણીમાં ભાજપના શિવાભાઈ જેરામભાઈ ગોહિલનો કોંગ્રેસના પ્રવિણભાઇ સામે 9223 મતની લીડથી વિજય થયો હતો. જોકે 2017માં સમીકરણ બદલાયું કને કોંગ્રેસના ઉમેદવાર વિજેતા થયા હતા.

આ બેઠક પર કોનું પલડું રહ્યું ભારે?
1967- SWAના ઉમેદવાર એસ.કે. ગોહિલ વિજેતા થયા.
1972- કોંગ્રેસના ઉમેદવાર મહાશુખરાય વિજેતા થયા.
1975- કોંગ્રેસના ઉમેદવાર ગીગાભાઇ ગોહીલ વિજેતા થયા.
1980-કોંગ્રેસ (આઈ)ના ઉમેદવાર ધનજીભાઈ બલદાણીયા વિજેતા થયા.
1985- કોંગ્રેસના ઉમેદવાર ભદ્રસિંહ વાજા વિજેતા થયા.
1990- જનતા દળના ઉમેદવાર નટુભાઈ ડાભી વિજેતા થયા.
1995- ભાજપના ઉમેદવાર શીવાભાઈ ગોહિલ વિજેતા થયા.
1998- ભાજપના ઉમેદવાર શીવાભાઈ ગોહિલ વિજેતા થયા.
2002- ભાજપના ઉમેદવાર શીવાભાઈ ગોહિલ વિજેતા થયા.
2007- ભાજપના ઉમેદવાર ભાવનાબેન મકવાણા વિજેતા થયા.
2012- ભાજપના ઉમેદવાર ભારતીબેન શિયાળ વિજેતા થયા.
2014- (પેટાચૂંટણી) ભાજપના ઉમેદવાર શીવાભાઈ ગોહિલ વિજેતા થયા.
2017 – કોંગ્રેસના ઉમેદવાર કનુભાઈ બારૈય વિજેતા થયા

    follow whatsapp

    ADVERTISEMENT