ચૂંટણી ટાણે મતદારો નારાજ: પંચમહાલ જિલ્લાના ભંડોઈ ગામે ચૂંટણી બહિષ્કારની ચીમકી

ADVERTISEMENT

gujarattak
social share
google news

શાર્દૂલ ગજ્જર, પંચમહાલ: ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈ તડામાર તૈયારી ચાલી રહી છે. પ્રથમ તબક્કાનું મતદાન થઈ ચૂક્યું છે. ત્યારે બીજા તબક્કાના મતદાનની પૂરજોશથી તૈયારી ચાલી રહી છે. બીજા તબકકાના મતદાન આડે હવે ગણતરીના કલાકો જ બાકી રહ્યા છે. આ દરમિયાન ગ્રામ સડક યોજના હેઠળ મંજૂર થયેલા રોડ તેની મૂળ જગ્યાએ ન બનાવતા બીજી જગ્યાએ બનાવી દીધેલ તેના કારણે ભંડોઈ ગામના લોકો ચૂંટણી બહિષ્કારની ચીમકી ઉચ્ચારી છે.

પંચમહાલ જિલ્લાના મોરવા હડફના ભાણા સિમલ ભંડોઇ ગામે મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ મંજૂર થયેલા રોડ તેની મૂળ જગ્યાએન બનાવતા બીજી જગ્યાએ બનાવી દીધેલ તેના કારણે ભંડોઈ ગામના લોકોએ ચૂંટણી બહિષ્કારની ચીમકી ઉચ્ચારી છે કરી રહ્યા છે. લોકો  આજે ગોધરાની માર્ગ મકાન વિભાગ કચેરી ખાતે પોતાની સમસ્યાની  અરજી લઈને પહોંચ્યા હતા.   અરજીમાં પોતાની વેદના ઠાલવતાં કહ્યું હતું કે,  મંત્રી નિમિષાબેન  ખાતમુહૂર્ત કરીને ગયા હતા અમારો રસ્તો મંજૂર થઈ ગયો હતો છતાં પણ અમારા ગામના સ્મશાનના રસ્તાની જગ્યાએ બીજા ગામમાં રસ્તો બનાવીને આરએનબી વિભાગે બોલ લગાવી દીધું છે એટલે કે અમારા ગામના વિકાસનો રસ્તો બીજે ફળવાઈ ગયો છે અને અમારું ગામ વિકાસથી વંચિત રહી ગયું છે .

આવતી કાલે બીજા તબક્કાનું મતદાન
5 ડિસેમ્બરે બીજા તબક્કામાં 14 જિલ્લાની 93 બેઠકો પર મતદાન થશે. બીજા તબક્કામાં 61 રાજકીય પાર્ટીના 833 ઉમેદવાર ભાગ લઇ રહ્યા છે. 06 અનુસુચિત જાતિ માટે અનામત બેઠકો છે. 13 અનુસુચિત જનજાતિ માટે અનામત બેઠકો છે. જ્યારે 74 જનરલ બેઠકોનો સમાવેશ થાય છે.

ADVERTISEMENT

બીજા તબક્કાની ચૂંટણી માટે  મતદારોની વાત કરવામાં આવે તો કુલ  2,51,58, 730 મતદારો છે.  જેમાંથી પુરૂષ મતદાર 1,29,26,501 છે. મહિલા મતદાર 1,22,31,335 છે અને અન્ય મતદાર 894 છે. મતદાન માટે 26,409 મતદાન કેન્દ્ર છે. 18થી 19 વર્ષની વયના મતદારો: 5,96,328 છે જ્યારે 99 વર્ષથી વધુ વયના કુલ  5,412  મતદારો છે .NRI કુલ 660 મતદારો છે જેમાંથી 505 પુરુષ મતદાર છે જ્યારે 155 મહિલા મતદાર છે.

    follow whatsapp

    ADVERTISEMENT